top of page
Writer's pictureFit Appetite

ન્યુટ્રીશન ની દૃષ્ટિ એ ‘ મગ ‘ ના ફાયદા :-


આપણે ગતાંકે આપણે શ્રાવણ માં માં આયુર્વેદ ની દૃષ્ટિ એ મગ નું મહત્વ સમજ્યા. હવે આ અંકે આપણે મગ ને પોષણ ની દૃષ્ટિ એ સમજીએ.

મગ ને પૌરાણિક કાળ થી સ્વાસ્થ્યપ્રદ આહાર માનવામાં આવે છે અને વર્ષો પૂર્વે ભારત માં જ તેની ખેતી ની શરૂઆત થઈ હતી એમ માનવામાં આવે છે.

મગ એ સ્વાદે થોડું મીઠું કઠોળ છે. તે પચવા માં ખૂબ સરળ છે એથી જ તેનો સલાડ, દાળ, ઢોકળા, અને સૂપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

મગ વિવિધ પોષકતત્વો થી ભરપુર છે અને વિવિધ બીમારીઓ માં ફાયદાકારક છે. તો આવો ન્યુટ્રીશન ની દ્રષ્ટિ એ મગ ના ફાયદા સમજીએ.

·        પોષકતત્વો થી ભરપુર:-

૧૦૦ ગ્રામ બાફેલા મગ નીચે મુજબ ના પોષકતત્વો ધરાવે છે

પોષક તત્વ

પ્રમાણ

કેલરી

૨૧૨ કિલો કેલરી

ચરબી

૦.૮ ગ્રામ

પ્રોટીન

૧૪.૨ ગ્રામ

કાર્બોહાડ્રેટ

૩૮.૮ ગ્રામ

રેષા

૦.૮ ગ્રામ

ફોલેટ

એક દિવસ ની જરૂરીયાત ના ૮૦%

આયર્ન

એક દિવસ ની જરૂરીયાત ના ૧૬%

પોટેશિયમ

એક દિવસ ની જરૂરીયાત ના ૧૫%

ઝીંક

એક દિવસ ની જરૂરીયાત ના ૧૧%

 

·        જરૂરી એમીનો એસીડ નો ભંડાર :- મગ એ ફિનાઇલ એલેનીન, લ્યુસીન, આઇસો લ્યુસિન, વેલાઈન, લાઈસીન , આર્જીનીન જેવા શરીર ના વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય એવા એમિનો એસિડ મોટી માત્રા માં ધરાવે છે. આ એમિનો એસિડ એ એસેંશિયલ એમિનો એસિડ છે જેનું ઉત્પાદન આપણું શરીર કરી શકતું નથી આથી તે ખોરાક માં થી લેવા અનિવાર્ય બને છે.

·        મગ માં રહેલ એન્ટી ઓક્સિડન્ટ નું ઊંચું પ્રમાણ :- આપણું શરીર, ખોરાક ના પાચન ના અંતે કેટલાક નુકસાનકારક પદાર્થો નું ઉત્પાદન કરે છે જેને ફ્રી રેડિકલ્સ કહેવામાં આવે છે. આ ફ્રી રેડિકલ્સનું વધુ પ્રમાણ શરીર માં ભેગુ થાય , તો એ મોટાં મોટાં રોગો માટેનું કારણ બને છે. મગ માં રહેલા ફિનોલિક એસિડ, કેફિક એસિડ, ફ્લેવેનોઇડ્ઝ જેવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો આ ફ્રી રેડિકલ્સ ને શરીર માં થી બહાર કાઢવાનું કામ કરે છે.  અને આ રીતે શરીર ને મોટા રોગો થી બચાવે છે.

·        મગ માં રહેલું વાઇટેક્સિન અને આઈસો વાઇટેક્સિન એન્ટી ઓક્સિડન્ટ શરીર ને ગરમી થી બચાવી ઠંડક પૂરી પાડે છે:- મગ માં રહેલા આ એન્ટી ઓક્સિડન્ટ તત્વો મગ ને ઠંડી પ્રકૃતિ બક્ષે છે. એથી કહેવાય છે કે લૂ લાગી હોય અથવા ખૂબ હાઇ ગ્રેડ તાવ આવ્યો હોય, તો એવા સંજોગો માં મગ નું પાણી શરીર ને ઠંડક આપે છે. આથી જ કદાચ ઉપવાસ દરમ્યાન શરીર ને ઠંડુ રાખવા મગ નો ઉપયોગ કરવામાં આવતો હશે!

·        ખરાબ કોલેસ્ટરોલ ના ઘટાડા માટે જવાબદાર :- પ્રાણીઓ પર થયેલા સંશોધનો મુજબ, મગ માં રહેલા કેટલાક ફાયટો રસાયણો ખરાબ કોલેસ્ટરોલ ( LDL – low density lipoprotein) કે જે હૃદય ના રોગો માટે જવાબદાર છે તેનું પ્રમાણ ઘટાડવા માં ખૂબ મોટો ભાગ ભજવે છે. એવું કહેવાય છે કે રોજ ૨૦ ગ્રામ જેટલા કાચા મગ એટલેકે ૧૦૦ ગ્રામ જેટલા રાંધેલા મગ નું સેવન હૃદય ની કાર્યક્ષમતા વધારે છે અને હૃદય ને રોગો થી બચાવે છે.

આમ, ઔષધિ સમાન આપણા રસોડા નું આ માનીતું કઠોળ, ખૂબ બધા ફાયદા ધરાવે છે. આવાં જ વધુ ફાયદા ઓ વિશે આવતા અંકે વધુ વિસ્તૃત ચર્ચા કરીશું. સાથોસાથ એ પણ જોઈશું કે કોણે મગ નું સેવન કરવું ન જોઈએ.

18 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page