top of page

નિ: સંતાનપણું અને ખોરાક વચ્ચે સીધો સંબંધ ખરો?

અથવા એમ કહી શકાય કે કોઈ નિશ્ચિત ખોરાક ખાવાથી નિ: સંતાનપણું ટાળી શકાય? આ એક ચર્ચાસ્પદ વિષય છે. કહેવાય છે કે વિશ્વ માં દર ૨૫ યુગલો માંથી એક યુગલ નિ: સંતાનપણા થી પીડાય છે. ખરું જોતાં વ્યંધત્વ ના ઘણા કારણો છે. પણ કેટલાક એવા કારણો છે જેમાં માત્ર ખોરાક અને લાઇફ સ્ટાઈલ જવાબદાર છે. આજનાં આર્ટિકલ માં આપણે કેટલાક એવા કારણો અને તેના ઉપાય વિષે ચર્ચા કરીશું. વંધ્યત્વ માટે નીચે પ્રમાણે ના પરિબળો જવાબદાર હોઈ શકે • ઉમર :- હવે પ્રોફેશનલ સેટ અપ માં વ્યસ્ત હોવાને કારણે મોટી ઉમરે લગ્ન અને ૩૫ વર્ષ પછી બાળક પ્લાન કરતાં દંપતીઓ માં વંધ્યત્વ નું પ્રમાણ વધુ જોવા મળે છે. • હોર્મોન્સ નું સંતુલન ખોરવાવું :- નાનપણ થી ખાનપાન ની અયોગ્ય આદતો અથવા વારસાગત કારણો ને લીધે સ્ત્રી અને પુરુષ એમ બંને માં હોર્મોન્સ નું સંતુલન ખોરવાતું હોય છે જેને કારણે સંતાનપ્રાપ્તિ ના પ્રયત્નો વ્યર્થ જતા હોય છે. • સ્થૂળતા :- હોર્મોન્સ અથવા અયોગ્ય જીવનશૈલી ને પરિણામે સ્થૂળ થયેલી વ્યક્તિઓ માં નિ:સંતાનપણું એ આજની સર્વસામાન્ય સમસ્યા છે. • સ્ત્રીઓ માં PCOD અથવા અંડાશયો ની નિષ્ક્રિયતા પણ આજકાલ ખૂબ સામાન્ય સમસ્યા છે. • આલ્કોહોલ , સિગારેટ અને અન્ય નશીલા પદાર્થો નું સેવન :- પુરુષો ની સાથોસાથ સ્ત્રીઓ માં પણ આજકાલ દારૂ, સિગારેટ અને ચરસ – ગાંજા જેવા પદાર્થો નું સેવન એ સ્ટેટ્સ સિમ્બોલ બની ચૂક્યું છે. આવા સંજોગોમાં સંતાનપ્રાપ્તિ ની સંભાવનાઓ ઓછી થતી જાય છે. • સ્ટ્રેસ :- ભાગદોડભર્યું તણાવપૂર્ણ જીવન એ ડાયાબિટીસ, હાયપરટેન્શન ની સાથોસાથ વંધ્યત્વ ને પણ આમંત્રણ આપે છે. • જાતિય રોગો :- કેટલાંક જાતિય રોગો ને કારણે પણ યુગલો સંતાનપ્રાપ્તિ થી વંચિત રહી જાય છે. • ગર્ભાશય અથવા શુક્રપિંડ ને લગતી મિકેનિકલ ખામીઓ. આ અને આ પ્રકારના અન્ય ઘણા પરિબળો છે જે સંતાનપ્રાપ્તિ માં બાધારૂપ બની શકે છે. આ પૈકી આપણે સ્થૂળતા અને PCOD ( પોલી સિસ્ટિક ઓવેરિયન ડીસિઝ ) ના આહાર દ્વારા ઉપાયો વિશે વિસ્તાર થી ચર્ચા કરીશું. આવો, આ અંકે વંધ્યત્વ માટેના સૌથી મોટા પરિબળ એવા PCOD ને સમજીએ:- PCOD એટલે શું? :- PCOD અર્થાત્ પોલિ સિસ્ટીક ઓવરી ડીસિઝ . આ રોગ નું ખરું કારણ હજુ જાણવા માં આવ્યું નથી પરંતુ ડોકટરો અનુસાર , સ્ત્રી શરીર માં બે અંડાશય ( ઓવરી) આવેલી છે જે દરે એકાંતરે મહિને સ્ત્રી બીજ બનાવે. આ સ્ત્રીબીજ બનાવવાની સાથોસાથ ખૂબ ઓછી માત્રા માં અંડાશય દ્વારા પુરુષ હોર્મોન ( ટેસ્ટોસ્ટેરોન) નું ઉત્પાદન પણ થતું હોય. અમુક સંજોગોમાં આ અંડાશય માં સ્ત્રીબીજ ખૂબ નાના અને અવિકસિત ઉત્પન્ન થાય અને મોટી માત્રા માં પુરુષ હોર્મોન નું ઉત્પાદન થાય છે. આવા સંજોગોમાં સ્ત્રીબીજ ફલાઇટ થવું મુશ્કેલ બની જાય છે. નીચે મુજબ ના કેટલાક પરિબળો પણ PCOD થવા માટે જવાબદાર ગણાય છે. • વારસાગત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ની કાર્યશક્તિ માં ક્ષતિ :- મોટે ભાગે pcod વારસાગત રીતે અંત: સ્ત્રાવી ગ્રંથિઓ માં વધુ પડતાં પુરુષ હોર્મોન ના ઉત્પાદન ને કારણે થાય છે. • અતિશય ચરબીયુક્ત આહાર :- આજકાલ બાળકો ઘરના સાદા ખોરાક ને બદલે બહારના તળેલા, મેંદાયુક્ત, ચીઝ બટર યુક્ત ફસ્ટફૂડ પર પોતાની પસંદગી વધુ ઉતારે છે. વળી, આપણે પણ વાર તહેવારે, સેલિબ્રેશન ના ભાગ રૂપે બહાર નું ખાવાનું જ પસંદ કરીએ છીએ ને! એ પરિણામે શરીર માં ચરબી નો ભરાવો કરે છે. આ ચરબી નો વધુ પડતો ભરાવો PCOD તરફ લઈ જાય છે. • અનિયમિત જીવનશૈલી :- અનિયમિત રૂટિન , રાત્રિ ના ઉજાગરા, અપૂરતી ઊંઘ આ બધું જ હોર્મોન માં ફેરફાર થવા માટે કારણભૂત હોઈ શકે . • બેઠાડુ જીવન:- હવે વર્ક ફ્રોમ હોમ અને મોબાઈલ ના વધુ પડતાં ઉપયોગ થી લોકો મોબાઈલ રહ્યા નથી. એક જગ્યા એ કલાકો સુધી બેસી રહેતા તરુણો હવે કસરત, રમત – ગમત ને ભૂલ્યા છે. કસરત દ્વારા પણ શરીરમાં કોર્ટિઝોન જેવા હોર્મોન નું ઉત્પાદન થાય છે જે શરીર ના અંત: સ્ત્રવો ના નિયમન માટે જરૂરી ગણવા માં આવે છે. અહી, કસરત ન મળવાને કારણે પણ શરીર નું હોર્મોન ચક્ર ખોરવાય છે. PCOD ને કાબુ માં કરવા માટે શું સાવચેતી રાખી શકાય :- • જીવનશૈલી માં ફેરફાર :-મોટેભાગે જીવનશૈલી માં , આહાર વિહાર ની આદતો માં ફેરફાર લાવવાથી સમસ્યા નિવારી શકાય છે. માત્ર ૫ થી ૧૦% વજન ઉતારવા થી પણ માસિક ચક્ર ને નિયંત્રિત કરી શકાય છે. • ઇન્સ્યુલીન ઉત્પાદન પર કંટ્રોલ :- PCOD ની સમસ્યા દરમ્યાન આપણા શરીર નો ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ વધે છે જેથી શર્કરા યુક્ત ખોરાક પચાવવા માટે શરીર વધુ પડતાં ઇન્સ્યુલીન નું ઉત્પાદન કરે છે. આ વધુ પડતા ઇન્સ્યુલીન ના ઉત્પાદન ની સાથે સાથે શરીર મ વધુ પડતા પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું નું ઉત્પાદન પણ વધુ થતું હોય છે. આ સંજોગો માં ચોકલેટ, ડેઝર્ટ્સ જેવા વધુ ગળ્યા પદાર્થો, સ્ટાર્ચ વાળા મેંદા જેવા પદાર્થો નું સેવન વધુ પડતાં ઇન્સ્યુલીન નું ઉત્પાદન કરી પરિસ્થિતિ ને વધુ બગાડી શકે. આથી, સમસ્યા પર કાબૂ મેળવવા માટે સૌ પ્રથમ ગળ્યા અને સ્ટાર્ચ્યુક્ત ખોરાક નું સેવન બંધ કરવું જોઈએ. • રેશાયુક્ત આહાર નો ઉમેરો :- રેશાયુકત સલાડ, ફળો, અખ ધાન્ય , લાપશી માં ફડા, ઓટ્સ જેવા ખાદ્યપદાર્થો નો રોજિંદા આહાર માં ઉમેરો ખોરાક ના પાચન ને ધીમું બનાવી કોષો ના ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ ને ઘટાડી ઇન્સ્યુલીન નું ઉત્પાદન ઘટાડે છે. • લીલા શાકભાજી નો ઉમેરો :- પાલખ, મેથી જેવી ભાજી તથા બ્રોકોલી, ફ્લાવર , દૂધી જેવા શાક નો રોજિંદા આહાર માં ઉમેરો ચોક્કસ મદદ કરે છે. • દાળ- કઠોળ – ઈંડા – ચિકન જેવા પ્રોટીન યુક્ત પદાર્થો નું સેવન :- પ્રોટીન લાંબા સમય સુધી પાચનતંત્ર માં રહે છે. આથી, પેટ ખૂબ ઝડપ થી ખાલી થઈ જતું નથી. અલબત, પ્રોટીન તળેલા સ્વરૂપે લેવું જોઈએ નહિ. અને જો એક્સરસાઇઝ ન કરવા મ આવે તો વધારે પડતાં પ્રોટીન યોગ્ય રીતે પાચન થતું નથી જે ગેસ અને સ્થૂળતા વધારી શકે છે. • કસરત :- PCOD માં એક્સરસાઇઝ અત્યંત મહત્વ નો ભાગ ભજવે છે. નિયમિત ઓછા માં ઓછી ૩૫-૪૦ મિનિટ ની કસરત વજન ઉતરવા માં તેમજ શરીર મ ‘ હેપ્પી હોર્મોન્સ ‘ નું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે જે માસિકચક્ર ના નિયમન માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી નીવડે છે. • તળેલા – મેન્દાયુક્ત ફાસ્ટ ફૂડ નો નિષેધ :- તળેલો, ખૂબ ચરબીયુક્ત , મેન્દાયુક્ત આહાર PCOD ની સમસ્યા માં વધારો કરી પરિસ્થિતિ બગાડી શકે છે. એથી PCOD ના નિવારણ માટે પહેલી શરત આ પ્રકાર નો ખોરાક બિલકુલ બંધ કરવો એ છે. • પૂરતો આરામ :- રાત્રિ દરમ્યાન ૭-૮ કલાક ની ઊંઘ ખૂબ અગત્ય ની છે. પૂરતો આરામ, ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ ઘટાડવા માં મદદરૂપ થાય છે. ઉપર મુજબ ના મુદ્દાઓ ને અનુસરવા થી PCOD ને કાબુ કરી શકાય અને PCOD કાબૂ માં લાવવા થી નિ: સંતાનપણા થી છુટકારો મેળવી શકાય. આવતાં અંકે વંધ્યત્વ માટે જવાબદાર એવા અન્ય પરિબળો વિશે ચર્ચા કરીશું.


56 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

留言


bottom of page