માર્ચ – એપ્રિલ એટલે એટલે પરીક્ષા ની સીઝન... વિદ્યાર્થીઓ એ પુષ્કળ મહેનત કરી પોતાની ૧૦૦% મહેનત નું પ્રદર્શન કરવા માટે સજ્જ થવાનો મહિનો ..વાલીઓ માટે બાળકો ને બને એટલી સુવિધાઓ પૂરી પાડવાનો મહિનો કે જેથી બાળકો ને અભ્યાસ માં કોઈ મુશ્કેલી ન નડે. બધા પોતાની રીતે પૂરી મહેનત કરે પણ ક્યારેક અપૂરતું પોષણ અને અનિયમિત જીવનશૈલી બાળકો ને તેમના ૧૦૦% આપતાં રોકે છે. આવા સંજોગો માં પરીક્ષા સમયે કેવો આહાર બાળક ને સુંદર રીતે અભ્યાસ કરવામાં, ભણેલા વિષયો ને યાદ રાખવા માં અને પરીક્ષા ના સમયે બાળક થકી ન જાય તેનું ધ્યાન રાખવા માં ઉપયોગી નીવડી શકે તે જોઈએ.
આહાર માં નીચે મુજબ ના પોષકતત્વો નું યોગ્ય પ્રમાણ જળવાય તે પરીક્ષા ના દિવસો દરમ્યાન ખૂબ જરૂરી છે. આ દરેક પોષક તત્વો કોઈક ને કોઈક એવા કાર્યો સાથે સંકળાયેલા છે જે ખરેખર બાળક ને યોગ્ય રીતે અભ્યાસ કરવા માં મદદ કરે છે.
આવો એ પોષકતત્વો વિશે વિસ્તાર થી જાણીએ..
• આયર્ન :- લોહતત્વ નું મુખ્ય કાર્ય આપના શરીર માં ઓક્સીજન ને સૌ કોષો સુધી લોહીના પરિભ્રમણ દ્વારા પહોચાડવાનું છે. જો લોહી માં લોહતત્વ ( આયર્ન) નું પ્રમાણ ઓછું હોય તો મગજ ના કોષો તેમજ શરીર ના અન્ય કોષો સુધી ઓક્સીજન નો પુરવઠો પૂરતા પ્રમાણ માં પહોચી શકે નહિ.અને જેથી મગજ થાકે, કંટાળે અને યાદશક્તિ ક્ષીણ થાય જેની સીધી અસર અભ્યાસ પર પડે. સ્કૂલો અને કોલેજો માં કરવામાં આવતા સર્વે દરમ્યાન જાણવામાં આવ્યું છે કે ૧૦ માં થી ૭ છોકરીઓ અને ૦૧ માં થી ૪ છોકરાઓ માં લોહતત્વ ની ઉણપ હોય છે. છોકરીઓ માસિક સ્રાવ દરમ્યાન લોહી નો મોટો જથ્થો ગુમાવે છે અને જો યોગ્ય આહાર દ્વારા તે ફરી મેળવવા માં ન આવે તો આયર્ન ની ખામી સર્જાય છે. આ ખામી ન થાય એ માટે ખજૂર, કાળી દ્રાક્ષ, લીલી ભાજી, સફરજન, દાડમ,કઠોળ ,ગોળ, ઈંડા, લીવર દરિયાઇ મેવો ( માછલી) , રાગી જેવા ખોરાક નો દૈનિક આહાર માં સમાવેશ કરો.
• ઇલેક્ટ્રોલાઈટસ :- સોડિયમ, પોટેશિયમ, કલોરાઇડ જેવા ક્ષારો આપના શરીર માં અગત્યનો ભાગ ભજવે છે. આ દરેક ક્ષાર નું આગવું કાર્ય છે. સોડિયમ ચેતા તંત્ર માં સંદેશ માં વહન માટે અનિવાર્ય છે.સોડિયમ, કલોરાઈડ અને પોટેશિયમ કોષોની અંદર અને કોષોની બહાર ના દ્રવ્ય નું બેલેન્સ જાળવી રાખે છે જે બ્લડ પ્રેશર અને હ્રદય ના ધબકારા નું નિયમન કરે છે. અભ્યાસ અને પરીક્ષા દરમ્યાન હૃદય ના ધબકારા નું નિયમન ખૂબ જરૂરી છે. વળી, મોટે ભાગે વાર્ષિક પરીક્ષાઓ આપણે ત્યાં ઉનાળા માં આવતી હોય છે. આવા સંજોગો માં પુષ્કળ પરસેવો થતો હોય તો શરીર માં થી પરસેવા દ્વારા આ ખનીજ ક્ષારો વહી જાય છે. તો આ ક્ષારો ને ફરી મેળવવા માટે પરીક્ષા ના દિવસો દરમિયાન ઓછામાં ઓછું ૨ ગ્લાસ (૫૦૦ મિલી) લીંબુ નું શરબત ( મીઠા, ખાંડ અથવા ગોળ વાળું) લેવું. ખાંડ ને બદલે ગોળ ઉમેરવાથી શરબત માં આયર્ન નો ઉમેરો કરી શકાય છે. આ ઉપરાંત ખાટા – મીઠાં ફળો, લીલી ભાજી , દરિયાઇ ખોરાક ( માછલી, જિંગા) દ્વારા પણ ખોવાયેલા ખનીજ ક્ષારો પાછા મેળવી શકાય છે .
• કાર્બોહાઈડ્રેટ:- મોટેભાગે અનાજ, મીઠા દ્રવ્યો , ફળો ,સૂકા મેવા દ્વારા પ્રાપ્ત થતું કાર્બોહાઈડ્રેટ એ મગજ માટે ત્વરિત એનર્જી ના સ્ત્રોત નું કાર્ય કરે છે. થોડા થોડા સમયે થોડા થોડા પ્રમાણ પૌવા, થેપ્લા, ફળો, સુકો મેવો લેવાથી મગજ ને સતત એનર્જી પૂરી પાડી શકાય છે અને મગજ ના કોષો સક્રિય રહી વધુ માહિતી નો સંગ્રહ કરી શકે છે. . ( અલબત્ત જરૂરિયાત કરતાં વધુ કાર્બોહાઈડ્રેટ એક સમયે લેવાથી શરીર માં ચરબી નો ભરાવો થઈ સ્થૂળતા વધવાની શક્યતા રહેલી છે . જેથી ડાયેટિશિયન પાસે યોગ્ય આહાર આયોજન કરાવી તે પ્રમાણે જ ખોરાક લેવો)
આ ઉપરાંત પરિક્ષા માં વધુ સફળતા મેળવવા માટે ધ્યાન માં રાખવા જેવા આહાર લક્ષી અન્ય પરિબળો વિશે આપણે આવતા અંકોમાં સવિસ્તાર ચર્ચા કરીશું.
ત્યાં સુધી.... All the best.
top of page
Recent Posts
See All'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...
270
જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...
480
ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...
490
bottom of page
Comments