top of page

પરીક્ષા ના દિવસો માં કેવો આહાર રાખશો?!


ગતાંકથી આપણે પરીક્ષા ના દિવસો માં પોષણ કઈ રીતે જાળવવું તે વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ અંકે એ જ વિષય ને આગળ વધારીએ.

ગતંકે આપણે આહાર માં કાર્બોહાઈડ્રેટ, ઇલેક્ટ્રોલાઈટસ્ અને આયર્ન યુક્ત આહાર નુ પરીક્ષા ના દિવસો માં મહત્વ સમજ્યું.

પરીક્ષા દરમ્યાન એકાગ્રતા વધારવા માટે નીચે મુજબ માં મુદ્દાઓ ધ્યાન માં રાખીશું.

1. દર ૨-૩ કલાકે ફળો, ડ્રાય ફ્રુટ, લીંબુ શરબત,સુકો શેકેલો અથવા બેક કરેલો નાસતો જેવો ખોરાક થોડી થોડી માત્રામાં લીધા કરવો જોઈએ જેથી શરીર અને મગજ ને સતત એનર્જી મળતી રહે.

2. દિવસ ની શરૂઆત વ્યવસ્થિત બ્રેકફાસ્ટ થી કરો. દિવસ ની શરૂઆત માં આપનું એનર્જી લેવલ થોડું ડાઉન હોય છે. જો યોગ્ય ખોરાક થી પાચનતંત્ર ને રિચાર્જ કરવા માં આવે , તો આખો દિવસ સ્ફૂર્તિમય જાય છે. બ્રેકફાસ્ટ માં એક અનાજ( પૌવા, ઉપમા, થેપલા, પરાઠા, ઈડલી, ઉત્તપા), એક પ્રોટીન(દૂધ, દાળ ચિલ્લા, બેસન ચિલ્લા , ફણગાવેલા કઠોળ, ચણા ચાટ) નો સ્ત્રોત અને એક ફળ લેવાવું જોઈએ.

3. ઓમેગા થ્રી ફેટી એસિડ ધરાવતો આહાર લેવો. ઓમેગા થ્રી ફેટી એસિડ માત્ર હૃદય ના સ્નાયુઓ ને જમજબૂત નથી કરતું પરંતુ તે થાક, ઢીલાશ, ડિપ્રેશન જેવા લક્ષણો થી પણ દૂર રાખે છે. ઓમેગા થ્રી ફેટી એસિડ આપણને બદામ, અખરોટ જેવા સૂકા મેવા, અળસી, સૂર્યમુખી ના બીજ, કોળા માં બીજ, મગજતરી જેવા બીયા, ફેટી ફિશ જેવા ખાદ્યપદાર્થો માં થી મળે છે . આ ખાદ્યપદાર્થો નો પરીક્ષા દરમ્યાન રોજીંદા આહાર માં સમાવેશ થવો જોઈએ.

4. તળેલા, મેંદા યુક્ત,વધુ પડતાં ફેટ ધરાવતા ખાદ્યપદાર્થો ટાળવા જોઈએ. વધુ પડતાં ચરબીયુક્ત પદાર્થો પાચનતંત્ર નું ભરન વધારે છે અને લોહી નું ભ્રમણ જે પરીક્ષા દરમ્યાન મગજ તરફ થવું જોઈએ તેના બદલે પાચનતંત્ર તરફ વધુ થાય જે અને મગજ ની ગતિવિધિઓ ધીમી પડે છે જેને કારણે ઊંઘ આવે છે. ખાસ કરીને પરીક્ષા ચાલુ હોય ત્યારે આ પ્રકાર ના ખાદ્યપદાર્થો લેવાના ટાળવા જોઈએ.

5. ખૂબ પાણી પીવું . મોટેભાગે ઉનાળા ના દિવસો દરમ્યાન પરીક્ષાઓ આવતી હોય છે. જ્યારે બાળકો અભ્યાસ માં રત હોય, ત્યારે ઘણા કલાકો સુધી પાણી પીવાનું ટાળતા હોઉં છે અથવા ભૂલી જતા હોય છે. આવા સંજોગો માં ડી હાઇડ્રેશન ને કારણે સ્વભાવ માં ચીડિયાપણું અને એકાગ્રતા નો અભાવ જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિત ટાળવા માટે દર થોડી મિનિટે થોડી થોડી માત્રા માં પાણી પીતા રહેવું . આ ઉપરાંત પ્રવાહી મિલ્ક શેક, નારિયેળ પાણી, લીંબુ પાણી , છાશ, લસ્સીના સ્વરૂપે લઈ શકાય. પરીક્ષાઓ જો ભર બપોરે ગરમી માં હોય તો પોતાની સાથે ORS નું પેક અથવા બોટલ માં લીંબુ પાણી સાથે લઈ ને પરીક્ષા આપવા જેવું અને થોડી થોડી મિનીટ તે પિતા રહેવું જેથી પાણી નું પ્રમાણ જળવાઈ રહે.

6. આયર્ન નું સેવન કરવું. ખજૂર, અંજીર, દાડમ,સફરજન , કાળી દ્રાક્ષ જેવા ખાદ્યપદાર્થો. ઊંચા પ્રમાણ માં આયર્ન ધરાવે છે. આ પ્રકાર માં ખાદ્યપદાર્થો પરીક્ષા ના એકાદ મહિના પહેલાથી ખોરાક માં સમાવિષ્ટ કરવા જોઈએ. આ ખાદ્યપદાર્થો લોહી માં આયર્ન નું પ્રમાણ વધારે છે જે હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે. હિમોગ્લોબીન શરીર ના કોષો સુધી ઓકાઇજન નું વહન કરે છે. હિમોગ્લોબીન ઘટતાં, કોષો તરફ ઑક્સિજન નું પ્રમાણ ઘટે છે અને યાદશક્તિ તથા એકાગ્રતા ઘટે છે. આથી લોહીમાં હિમોગ્લબિન જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું.

7. પૂરતી ઊંઘ અનિવાર્ય :- અભ્યાસ ના દિવસો અને પરીક્ષા ના દિવસો દરમ્યાન ૬-૭ કલાક ની પૂરતી ઉંઘ લેવાય તે ખૂબ જરૂરી છે. થાકેલું મગજ માહિતી નો સંગ્રહ કરી શકતું નથી અને સંગ્રહાયેલી માહિતી નો ઉપયોગ કરી શકતું નથી. જો ઊંઘ પૂરતી ન મળી હોય, તો પરીક્ષા દરમ્યાન ઊંઘ આવી જવી, બ્લેક આઉટ થઈ જવું, કશું યાદ ન આવવું જેવી ઘટના બની શકે છે અને ખૂબ મહેનત કરી હોવા છતાં ઇચછીત ફળ મેળવી શકાતું નથી.

8. એકાગ્રતા માટે ૧૦-૧૫ મિનિટ નું ધ્યાન ખૂબ અગત્ય નું છે. ધ્યાન દ્વારા માહિતી નોન સંગ્રહ મગજ માં સારી પેટે થઈ શકે છે. દિવસ દરમ્યાન જ્યારે સમય મળે ત્યારે ૧૦-૧૫ મિનિટ નો સમય કાઢી ને ધ્યાન કરવું.

આમ, ઉપર મુજબ ના નાના નાના ફેરફારો મોટું અને સારું પરિણામ લાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.


44 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page