top of page

પર્યુષણ :- આત્મશુદ્ધિ ના પર્વ માં આહાર વિહાર ની પરેજી..આજની પ્રવર્તમાન પરિસ્થિતિ માં કેટલી સાર્થક …!


૧૫ મી ઓગસ્ટ થી જૈન પર્વ ' પર્યુષણ ' શરૂ થઈ રહેલ છે.આઝાદી ના દિને વર્ષે લાખો જૈન ભાઈ – બહેનો શરીર અને આત્મા ને અશુદ્ધિઓ થી આઝાદ કરવાની શરૂઆત કરશે. આ વખતે આ પર્વ દિગંબર અને શ્વેતાંબર પંથ ના લોકો અનુક્રમે ૮ અને ૧૦ દિવસ સુધી ઉજવે છે. ખરું જોતાં આ પર્વ શરીર માં થી વિષ ઉત્પાદક પરિબળો અને મન માં થી લોભ, મોહ , મયા જેવી નકારાત્મક લાગણીઓ સાફ કરી તન અને મન ને નિર્મળ કરવાનું પર્વ છે.

વર્ષો થી જૈન મુનિઓ અને સધવીઓ દ્વારા આપવામાં આવતાં પ્રવચનો ને અનુસરી ને લાખો જૈન ધર્મીઓ આહાર - વિહાર ના કડક નિયમો તથા ચુસ્ત જીવનશૈલી નું અનુસરણ કરે છે આ નિયમો વર્ષો પૂર્વે બનાવવામાં આવેલ હોવા છતાં આજના સમય માં અને ખાસ કરીને આ કોરોના કાળ માં પણ એટલાજ ઉપયોગી છે. તો આવો આ અંકે આપણે આ નિયમો અને એમના ફાયદા વિષે ચર્ચા કરીશું.

1. ચૌવિહાર :- ચૌ વિહાર મુજબ, સંધ્યાકાળે સૂર્યાસ્ત પહેલાં રાત્રિ ભોજન લઇ લેવાનું હોય છે.

ત્યારબાદ કોઈ ખોરાક લેવાનો રહેતો નથી.

અહી, ધાર્મિક માન્યતા મુજબ જૈન ધર્મ નો મુખ્ય સિદ્ધાંત છે 'અહિંસા ' અને રાત્રે સૂર્યાસ્ત બાદ અંધારા માં સુક્ષ્મ નિશાચર જીવાત બહાર નીકળે છે આ જીવાત અગ્નિ થી આકર્ષાઈ અને નાશ પામી શકે. આ સુક્ષ્મ જીવ હત્યા થી બચવા માટે સૂર્યાસ્ત પહેલા જામી લેવું જરૂરી છે.


આયુર્વેદ માં પણ આ પધ્ધતિ ના ફાયદા વર્ણવવામાં આવ્યા છે અને આજ ના યુગ માં ' ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ' ના નામે લાખો લોકો આ પદ્ધતિ નું પાલન કરી એના ફાયદા મેળવે છે. ચૌવિહર ના ફાયદા નીચે મુજબ છે.

• વજન ઉતરે છે :- સાંજે સૂર્યાસ્ત પછી ખોરાક બંધ કરવાથી સંધ્યાકાળ પછી કેલરી શરીર માં જતી નથી . ઓછી કેલરી શરીર માં જવાથી વજન ઉતરે છે. -> કોરોના કાળ માં શરીર નું વજન માપસર નું રહે ટે જરૂરી છે. વધુ વજન ધરાવતા કોરોના ના દર્દીઓ માં રોગ ની ભયાનકતા વધી જતી જોવા મળી છે.

• બ્લડ શુગર કાબુ માં રહે છે :- વૈજ્ઞાનિકો મુજબ , સંધ્યાકાળ બાદ શરીર માં ઇન્સ્યુલીન અવરોધ ઉત્પન્ન થાય છે. એથી જેટલું મોડું રાત્રી ભોજન લેવાય , એટલી લોહીમાં વધુ શર્કરા ભળે અને બ્લડ શુગર વધે. -> ડાયાબિટીસ ના દર્દીઓ માં ઇન્ફેક્શન જલ્દી થી સાજું થતું નથી અને માંદગી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

• સારી ઉંઘ આવે છે :- જલ્દી જામી લેવાથી પેટ હલકું રહે છે અને રાત્રે ઊંઘ સારી આવે છે. -> સારી ઉંઘ ને લીધે રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે અને શરીર વાઇરસ નો સામનો સારી રીતે કરી શકે છે.

૨. ઉકાળેલું પાણી પીવું :- જૈન અનુયાયીઓ પાણી ને ઉકાળી ને ત્રણ વાર ગાળીને પીએ છે. માન્યતા અનુસાર પાણી ઉકળવાથી તેમાં રહેલ સુક્ષ્મ જીવો ની સંખ્યા વધતી અટકે છે. અહીં, ઉકાળીને જીવનુમુક્ત થયેલું પાણી પીવાથી પાચનતંત્ર અંદર થી શુદ્ધ થાય અને ખોરાક માં રહેલા પોષકત્ત્વો નું શોષણ સારી રીતે થાય છે. અને શરીર સ્વસ્થ રહે છે.

૩. લીલાં શકભાજી નો નિષેધ :- પર્યુષણનું પર્વ ચોમાસા ની ઋતુ દરમ્યાન આવે છે. અહી ચોમાસા દરમ્યાન લીલા શાકભાજી મી જીવાત નું પ્રમાણ વધુ હોવાનું શક્યતા રહેલી છે. જો તેમને રાંધવામાં આવે , તો ા સૂક્ષ્મજીવો નો નાશ થાય છે. અહી અહિંસા નો હેતુ સિદ્ધ ન થાય, એથી , પર્યુષણ દરમિયાન લીલા શાકભાજી ખાવાનો જૈન ધર્મ માં નિષેધ ફરમાવવામાં આવેલ છે.

અહી, ચોમાસા દરમ્યાન જીવાણું યુક્ત શાકભાજી આરોગવાથી પાચનતંત્ર માં ઇન્ફેક્શન , અપચો અને મરડો થવાની શક્યતા વધુ રહેલી હોઈ, સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે

૪.એકાસણું – બેસણું :- માત્ર એક વાર ૪૮ મિનિટ ના સમયગાળા દરમ્યાન ભોજન કરવું અને બાકી અખો દિવસ માત્ર ઉકાળેલું પાણી પીવાને એકાસણું અને માત્ર બે વાર ભોજન કરવાને બેસણું કહે છે. અહી શરીર ની ભોજન માટેની આસક્તિ અને લોભ નું દમન કરવાથી થતી આત્મશુદ્ધિ ની વાત છે. પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિ એ , વારંવાર ખોરાક લેવાથી, પાચનતંત્ર નિરંતર ચાલુ રહેતું હોય છે. તો આ ક્રિયાઓ દ્વારા પાચનતંત્ર ને આરામ મળી રહે છે અને એ દરમ્યાન પાચનતંત્ર પોતાની સફાઈ ની ક્રિયા સારી રીતે કરી શકે. શુદ્ધ પાચનતંત્ર હોય તો રોગપ્રતિકારક શક્તિ ચોક્કસ સારી હોય જ! ( પર્યુષણ સિવાય , દર થોડા દિવસે એક વાર આ પ્રકાર ના ઉપવાસ કરી પાચનતંત્ર ની શુદ્ધિ કરી શકાય જેને નિસર્ગોપચાર માં લાંઘણ ના નામે ઓળખવામાં આવે છે )

આ, ઉપરાંત અન્ય પણ ઘણા નિયમો છે જે ખૂબ ઉપયોગી અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે પરંતુ અહી સ્થળસંકોચ ને કારણે ફરી કોઈ વાર..

હકિકત માં, જૈન ધર્મ એ ધર્મ ન હોઈ એ એક જીવનશૈલી છે જેનું પાલન પર્યુષણ ના માત્ર ૮-૧૦ દિવસ નહિ પરંતુ રોજ કરવાથી સુસ્વાથ્ય ની પ્રાપ્તિ ચોક્કસ થઈ શકે .( અલબત ઋતુ પરિવર્તન ને ધ્યાન માં રાખી, શાકભાજી – ફળો નો ઉમેરો કરી શકાય )


જૈન ધર્મ માં અઠ્ઠાઈ, નવાઈ અને સોલભાતું જેવી અક્રી તપશ્ચર્યા પણ પર્યુષણ પર્વ માં જૈન અનુયાયીઓ દ્વારા આચરવામાં આવે છે જે પૈકી અનુક્રમે આઠ, નવ અને સોળ દિવસ સુધી અન્ન નો ત્યાગ કરવા માં આવે છે. અહી, આજની પ્રવર્તમાન પરિસ્થિતિ માં રોગપ્રિકારકશક્તિ એ પાયાની જરૂરિયાત છે જે સળંગ આટલા દિવસો સુધી ઉપવાસ કરવાનો કારણે ખોટકાઈ શકે. વિટામિન ની અને પ્રોટીન ની માત્ર શરીર માં થી ઓછી થવાથી શરીર નબળું બને. નબળા શરીર માં વાઇરસ નો સામનો કરવાની તાકાત રહે નહિ. એથી આ પ્રકાર ના સળંગ ઉપવાસ કરવાની સલાહ એક આહાર શાસ્ત્રી તરીકે હું આપતી નથી.
92 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page