top of page
Writer's pictureFit Appetite

'પોંક ' કેટલો હેલ્ધી !?

કોરોના ને કારણે થયેલ લોકડાઉન ને લીધે આપણા ઋતુઓ મુજબ ના ખાનપાન માં ઘણી વિવિધતા આવી આ વર્ષે. પરંતુ ખરા સુરતીઓ તો શિયાળો આવે એટલે પોંક ની મિજબાની નો પ્રોગ્રામ બનાવે જ! વળી, બહારગામ વસતાં સુરતીઓ ના મન માં પણ સુરત એક વાર વિઝિટ કરી પોંક ખાઈ આવવાનું મન તો થાય જ!. મળતી માહિતી મુજબ પોંક અખા વિશ્વ માં માત્ર સુરત માં જ ખાવામાં આવે છે પરંતુ પોંક સુરત માં થી ખૂબ મોટા પ્રમાણ માં એકપો ર્ટ પણ થાય છે. અલબત , આ વખતે કોરોના ના કારણે પોંક વિદેશ મોકલવાના પ્રમાણ માં મોટો ઘટાડો થયો છે. પોંક એટલે સ્વાદિષ્ટ લીલા કુમળા દાણા.. જેનો વિચાર આવતા જ મોઢામાં પાણી આવી જાય… આવો, આજે આ લેખ દ્વારા આ પોંક સ્વાદ ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક એવા પોષકતત્વો નો પણ ખજાનો છે તે જાણીએ. નવેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન લેવાતા જુવાર ના પાક ના લીલા દાણા નો ફાલ એટલે પોંક. આ લીલા કુમળા દાણા નીચે પ્રમાણે ના પોષતત્ત્વોથી ભરપુર હોય છે. • લો કેલરી :- તાજો લીલો પોંક..આખા અનાજ ની સરખામણી માં ઓછી કેલરી ધરાવે છે. એથી કેલરી કોંશિયસ લોકો એનો ભરપુર ફાયદો ઉઠાવી શકે. • રેશાઓ નો ખજાનો :- પોંક માં પુષ્કળ સોલ્યુબ્લ ફાઈબર હોય છે જે કબજિયાત ને દૂર કરે છે. હા, વધુ પડતાં પોંક નું સેવન ગેસ ઉત્પન્ન કરી શકે. એટલે જ કદાચ પોંક જોડે છાશ નું સેવન કરવાનો રિવાજ છે જેથી ગેસ ન થાય. • ડાયાબિટીસ ના દર્દીઓ માટે ફાયદાકારક :- પોંક ના રેષા લોહી માં શુગર ભળવાની ક્રિયા ને ધીમી કરે છે . એથી પોંક ખાધા બાદ પેટ ભરાયેલું રહે છે અને શુગર તરત વધતી નથી. હા, પોંક સાથે તળેલી સેવ અને સાકરીયા દાણા ચોક્કસ શુગર વધારી શકે. • પોંક કોલેસ્ટેરોલ લેવલ ઘટાડવા માં મદદરૂપ થાય છે. જો તાજો લીલો પોંક ચાવી ચાવી ને આરોગવા માં આવે તો પોંક ના લાળ સાથે ભળેલા રેષા લોહી ના કોલેસ્ટેરોલ ને ઘટાડી શકે છે. અલબત પોંક ના વડા અને પેટીસ તથા સેવ કે જે તેલ ની પુષ્કળ માત્રા ધરાવે છે, તે કોલેસ્ટેરોલ વધારવા માટે જવાબદાર ખરા જ! • ગ્લુટેન ફ્રી પોંક :- ઘઉં માં રહેલું ગ્લુટેન ઘણી વ્યક્તિઓ ને પચતું નથી. વળી, આજકાલ ચાલતી ચર્ચા મુજબ ગ્લુટેન વજન વધવાનું તથા પાચનતંત્ર ના વિવિધ રોગો માટે જવાબદાર પરિબળ છે .સેલિયાક ડીસિઝ જેવા રોગો ગ્લુટેન ની એલર્જી ને કારણે થાય છે. . અહી , પોંક એ ખૂબ જ નહિવત માત્રા માં ગ્લુટેન ધરાવે છે. જેથી પાચનતંત્ર ના રોગીઓ માટે પોંક ઉત્કૃષ્ટ આહાર સાબિત થયો છે. • એન્ટી ઓક્સિડન્ટ:- કહેવાય છે કે મોટાભાગના રોગો જેવાકે કેન્સર, ગાઉટ, વા એ શરીર માંથી અશુદ્ધિઓ બહાર ન નીકળી શકવા ને કારણે થાય છે. પોંક માં ખૂબ સારી માત્રા માં એન્ટી ઓક્સિડન્ટ તત્વો રહેલા હોય શરીર ની અશુદ્ધિઓ સરળતા થી બહાર નીકળી જઇ ડિટૉક્સિફિકેશન ની પ્રક્રિયા સરળતા થી થઈ જાય છે અને પાચનતંત્ર ની સફાઈ થઈ જાય છે. • ખનીજ તત્વો નો ખજાનો :- પોંક માં ઝીંક, ફોસ્ફરસ,કોપર, વિટામિન બી અને મેગ્નેશિયમ થી ભરપુર છે. શરીર ને જરૂરી એવા મોટે ભાગના ખનીજ તત્વો પોંક માં મળી રહે છે. હા, અલબત પોંક જોડે સેવ ભળવાથી કેલરી ની માત્રા ખૂબ વધી જાય છે. વળી, પોંક ની તળેલી પેટીસ અને પોકવડા જેવી વાનગીઓ તાજા પોંક જેટલા પોષકતત્વો ધરાવતી નથી અને પુષ્કળ કેલરી ધરાવે. પરંતુ વર્ષે એક વાર મળતા આ કુદરતી પોષકતતત્વો ના ખજાના જેવા પોંક નો શિયાળા માં ફાયદો ચોક્કસ ઉઠાવી શકાય. હા, પોંક ખાતા પહેલા સ્વચ્છતા અને સેનીટાઈઝેશન નું અચૂકપણે ધ્યાન રાખવું જરૂરી બને. વળી, વધુ પડતી માત્રા માં ખવાયેલો પોંક વધુ પડતાં રેષા ને પરિણામે ગેસ ઉત્પન્ન કરી શકે. આ ઉપરાંત જો બરાબર ચાવવામાં ન આવે, તો પોંક અપચો અને ઝાડા થવા માટે કારણભૂત બની શકે. તો આરોગતી વખતે પ્રમાણભાન અને ચોકસાઈ રાખવી અનિવાર્ય બને.

53 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Commentaires


bottom of page