top of page

પેટનો ફૂલાવો ( બ્લોટિંગ) :- કારણો અને ઉપાયો :-


કોઈપણ સમયે પેટ ખૂબ કઠણ થઈ જાય, ખૂબ અકળામણ થાય, પેટમાં દુખાવો થાય , ખોરાક ખાવાની ઈચ્છા ન થાય ..તો આ પરિસ્થિતિ ને આપણે ‘ બ્લોટીંગ ‘ તરીકે ઓળખીએ છીએ.

બ્લોટીંગ ના લક્ષણો આ મુજબ છે .

• પેટ માં દુખાવો અને ભારેપણું

• ઓડકાર આવવા

• પેટ માં થી અવાજો આવવા

• ગેસ અનુભવવો

• છાતી પર ભાર લાગવો

બ્લોટીંગ ને કારણે કામ કરવાનું મન ના થવું, આળસ આવવી, કામ કરવાની ક્ષમતા માં ઘટાડો થવો જેવી તકલીફો ઊભી થઈ શકે. બ્લોટીંગ ને પરિણામે બ્લડ પ્રેશર માં વધારો થઈ શકે. કેટલીકવાર આ બ્લોટીંગ ને કારણે કેટલીક વાર ‘ હાર્ટ એટેક’ આવ્યો છે એવો પણ આભાસ થતો હોય છે.

બ્લોટીંગ ની તકલીફ બાળકો અને પુખ્ત વયના લોકો માં એમ બંને માં જોવા મળે છે.

બ્લોટીંગ નીચે મુજબના કારણોસર થઈ શકે ..

1. ખૂબ ગેસ ઉત્પન્ન થવો :-બ્લોટીંગ થવાનું મુખ્ય કારણ વધુ પડતા ગેસ નું ઉત્પાદન હોઈ શકે. આપણા પાચનતંત્ર માં ખોરાક ના પાચન થવાની ક્રિયા ના અંતે થોડો ગેસ ઉત્પન્ન થતો હોય છે પરંતુ કેટલીક વ્યક્તિઓ માં નીચેના કારણોસર વધુ પ્રમાણ માં ગેસ ઉત્પન્ન થતો હોય છે.

-ખૂબ ઝડપ થી ભોજન કરવું

-વધુ પડતું ચ્યુઇંગ ગમ નું સેવન કરવું.

-જમતી વખતે ખૂબ વધારે પ્રવાહી નું સેવન કરવું

- દાંત નું ચોકઠું ઢીલું હોવું.

- ખોરાક બરાબર ચાવી ને ન ખાવો

- દરેક વ્યક્તિ ખોરાક ચાવતી વખતે થોડી હવા પેટ માં પધરાવે છે પરંતુ કેટલાક લોકો ને ‘ સબડકા ‘ લગાવી ને ખાવાની આદત હોય છે જેના કારણે પણ વધુ પડતી હવા પેટમાં જાય છે.

2. મેડિકલ સમસ્યાઓ :- નીચે મુજબ ની તબીબી સમસ્યાઓ પણ બ્લોટિગ માટે જવાબદાર હોઈ શકે.

- ઇરિટેબલ બોવેલ સિંદ્રોમ ( IBS) કેટલીકવાર મનોશારીરિક કારણોસર અથવા અન્ય કારણોસર પાચનતંત્ર માં ચયાપચય ની ક્રિયા ખૂબ ઝડપી બની જાય છે જેના પરિણામે પુષ્કળ ગેસ ઉત્પન્ન થઈ પેટ માં ભરાવો કરે છે.

- અલ્સરેટિવ કોલાઈટીસ :- મોટા આંતરડા માં ચાંદા પડવાને અલ્સરેટીવ કોલાઈટીસ કહે છે. અલ્સરેટિવ કોલાઈટીસ ને લીધે આંતરડાં માં શોષણ પામતાં પોષકતત્ત્વો યોગ્ય રીતે શોષાઈ શકતાં નથી તથા યોગ્ય પ્રમાણ માં પાણી અને રેષાઓ પછી શકતાં ન હોઈ, આ અપચિત પાણી અને રેષા ઓ પેટને ફૂલાવે છે.

- એસિડિટી:- કેટલીક વાર વધુ પડતાં ભારે ખોરાક ને પચાવવા માટે જઠર વધુ પડતાં એસિડ નું ઉત્પાદન કરે છે જેના પરિણામે પેટ માં ભારેપણું અનુભવાય છે.

- માનસિક તાણ પણ અપચા અને બ્લોટિંગ માટે જવાબદાર છે.

- કેટલીક દવાઓ ની આડઅસર ને લીધે પણ શરીર ભારેપણું અનુભવી શકે.

- આ ઉપરાંત હોર્મોન્સ માં ફેરફાર અને આંતરડાં માં ઇન્ફેક્શન થવાને કારણે પણ બ્લોટિંગ થઈ શકે છે.

બ્લોટિંગ થી બચવા શું કરવું ?

• ચ્યુઈંગ ગમ નો ઉપયોગ કરતા હો તો બંધ કરવો

• એરેટેડ પીણાં નો ઉપયોગ સીમિત કરવો

• પેટ ભારે લાગતું હોય , તો એવા સમય દરમ્યાન કઠોળ, કોબી, ફ્લાવર , બ્રોકોલી, ચોળી, ફણસી જેવા પચવા માં ભારે રેષા યુક્ત ખાદ્ય પદાર્થો નો ઉપયોગ કરવો નહિ.

• ધીરે ધીરે ચાવી ચાવી ને ખાવું

• ખાતી વખતે મોઢા દ્વારા ખૂબ હવા ન જાય તે ધ્યાન રાખવું

• જમવા પહેલાં આદુ – લીંબુ નું પાણી પીવું

• જમવા માં દહીં નો ઉપયોગ ખાસ કરવો

• છાશ માં અજમો અને હિંગ એક એક ચપટી ઉમેરી ને ભોજન બાદ પીવું

• સમસ્યા દરમિયાન સલાડ અને છાલ સાથે ફળો ખાવાનું ટાળો.

• એક સાથે વધુ પડતું પ્રવાહી ન લો.

• ખૂબ લાંબો સમય પેટ ખાલી ન રાખવું.

• જમ્યા પછી અડધો કલાક બાદ ૧૫-૨૦ મિનિટ ટહેલવું.

• જમ્યા બાદ ૭-૧૦ મિનિટ વજ્રાસન માં બેસવાથી ફેર પડી શકે

• રાત્રે ૭-૮ કલાક ની પૂરતી ઉંઘ લેવી.

• માનસિક સ્વાસ્થ્ય માટે મેડિટેશન ( ધ્યાન ) નો સહારો લેવો હિતાવહ છે.

• દર ૬ મહિને ડોકટર ની સલાહ લઈ બીના કારણે લેવાતી દવાઓનું સેવન બંધ કરવું.

આટલું કરવા છતાં લાંબો સમય પેટમાં દુખાવો ન માટે, ઉલ્ટી થાય, ઝાડા થાય તો તુરંત ડોકટર ની સલાહ લેવી.153 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Комментарии


bottom of page