આજકાલ સ્થૂળતા ની વાત ચાલી જ રહી છે તો શરીર ના આંતરિક ભાગો કે જ્યાં ચરબી જણા થઈ સ્થૂળતા ના ભોગ બની ગંભીર પરિણામો સર્જી શકે છે.
લિવર એ શરીર નો બીજા નંબર નું સૌથી મોટું આંતરિક અંગ છે. લીવર નું કાર્ય શરીર માં પોષક તત્ત્વો નું નિયમન કરવાનું અને શરીર માં થી હાનિકારક પદાર્થો ને ગાળી ને બહાર કાઢવાનું કામ કરે છે.
ખોરાક માં જો વધુ પડતા ચરબીયુક્ત અથવા વધુ પડતી શર્કરા યુક્ત પદાર્થો લેવા માં આવે, ત્યારે શરીર માટે ઉપયોગી ન હોય એવી શર્કરા અને ચરબી એ ચરબી ના સ્વરૂપે લીવર પર જમા થાય છે. આ ચરબી ની માત્રા લિવર પર વધતાં ઉત્પન્ન થતી સમસ્યા ને ‘ ફેટી લિવર સિંડ્રોમ‘ કહેવામાં આવે છે.
આ ફેટી લિવર બે પ્રકારના હોય. વધુ પડતાં આલ્કોહોલ ના સેવન ને કારણે લિવર પર સોજો આવે તેને ‘ અલ્કોહોલિક ફેટી લિવર ડીસિઝ’ અને આલ્કોહોલ સિવાય અન્ય કારણોસર થતાં લિવર ના રોગ ને ‘ નોન આલ્કોહોલ ફેટી લિવર ડીસિઝ’ કહેવાય છે.
લિવર માં વધુ પડતી ચરબી જમા થવા ને કારણે લિવર માં સોજો આવે અને લિવર બગાડવા માંડે , એની કાર્યશીલતા ઘટે અને શરીર વિવિધ રોગો નું ઘર બને.
ફેટી લિવર ના લક્ષણો :-
• ભૂખ ઓછી થઈ જવી
• થાક લાગવો
• અશક્તિ લાગવી
• અકારણ વજન ઉતરવું
• ત્વચા પર ખંજવાળ આવવી
• નાક માં થી લોહી પડવું
• પીળાશ પડતી ત્વચા અને આંખો
• પેટ અને પગ ના ભાગે સોજા આવવા
• પેટ માં જમણી તરફ દુખાવો સતત રહેવો
ફેટી લિવર થવાના કારણો :-
1. વધુ પડતાં આલ્કોહોલ નું સેવન
2. વધુ પડતાં ચરબી ધરાવતાં જેવાકે તળેલા ફરસાણ, બટર, ચીઝ, વધુ પડતા માંસાહારી ખાદ્યપદાર્થો નું સેવન
3. ડાયાબિટીસ
4. ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ
5. લોહી માં ટ્રાય ગ્લીસેરાઇડ નું ઊંચું પ્રમાણ
6. કોઈક દવા ની આડઅસર
આમ, ઉપર મુજબના માં થી કોઈ પણ કારણ ફેટી લિવર માટે જવાબદાર હોય શકે. આ ઉપરાંત નીચે મુજબ ની સમસ્યાઓ માં પણ ફેટી લિવર થવાની સંભાવના વધી જતી હોય છે.
• સ્થૂળતા
• ટાઇપ ૨ ડાયાબિટીસ
• Pcod
• મેટાબોલિક સિન્દ્રોમ
• ભૂતકાળ માં હિપેટાઇટિસ બી થયો હોય
ફેટી લિવર માં કેવા પ્રકાર નો ખોરાક ન લેવો જોઈએ :-
• માંસાહાર ફેટી લિવર માં નુકસાન કરી શકે છે. આથી ફેટી લિવર હોય , તો સૌ પ્રથમ દર્દી ને શાકાહાર પર ઉતરી દેવો જોઈએ. અથવા ચિકન સૂપ અને તળેલી ન હોય તેવી ફિશ આપી શકાય.
• વધુ પડતું વજન હોય તો એ ઉતારવાનો પૂર્ણ પ્રયાસ કરવો
• મેંદા ની વાનગીઓ જેવીકે બ્રેડ, બિસ્કીટ , પાસ્તા નો ઉપયોગ કરવો નહિ.
• મીઠાઈઓ, આઈસ્ક્રીમ, ચોકલેટ જેવા વધુ સાકર ધરાવતાં પદાર્થો નું સેવન ટાળવું.
• તળેલા ફરસાણ અને ફાસ્ટ ફૂડ નું સેવન ટાળવું
• દારૂનું સેવન બિલકુલ કરવું નહિ.
ફેટી લિવર માં કેવા પ્રકાર નો ખોરાક લેવો :-
• તાજાં ફળો અને શાકભાજી નો સલાડ , સૂપ માંપુષ્કળ ઉપયોગ કરવો.
• તાજાં વેજીટેબલ જ્યુસ જેમાં પાલખ, અમલ, દૂધી, ટામેટાં , આદુ નો સમાવેશ થતો હોય, તે રોજ લેવો.આ વેજીટેબલ જ્યુસ લિવર ની શુદ્ધિ માં મદદરૂપ થતું હોવાનું જાણવામાં આવ્યું છે.
• લિવર ના રોગો માં બ્લેક કોફીનો આગવો ફાળો છે. દિવસ darmya ૧ થી ૨ કપ બ્લેક કોફી લીંબુ ના રસ સાથે લેવાનું ફાયદેમંદ સાબિત થયું છે. હા, રાત્રે સૂતા પહેલાં બ્લેક કોફી નું સેવન કરવાથી ઊંઘ પર અસર થઈ શકે. એથી સૂર્યાસ્ત બાદ બ્લેક કોફી લેવી નહિ.
• લસણ નો ઉપયોગ રોજિંદા ખોરાક માં વધારવો. લસણ લિવર ના રોગો માં ફાયદાકારક નીવડે છે.
• સ્ટ્રોબેરી, આમળા, ક્રેનબૅરી જેવા બેરી ફ્રુટ્સ પણ ખૂબ સારી અસર ધરાવે છે.
• અળસી, સૂર્યમુખી ના બીજ, બદામ જેવા વિટામિન ઈ ધરાવતાં બીજ ફેટી લિવર નું સમારકામ કરવામાં મદદરૂપ થાય છે.
• ગ્રીન ટી લિવર માટે ફાયદાકારક છે. દિવસ દરમ્યાન ૨-૩ કપ ગ્રીન ટી લઈ શકાય.
ફેટી લિવર ન થાય તે માટે શી સાવચેતી રાખવી:-
1. શરીર નું વજન વધવા ન દેવું
2. ડાયાબિટીસ હોય તો શુગર નિયંત્રણ માં રાખવી
3. બેલેન્સ હેલધી ડાયેટ નું સેવન કરવું
4. કોલેસ્ટેરોલ અને ટ્રાય ગલીસેરાઇડ નું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું.
5. નિયમિત કસરત કરવી
6. ૪૦ વર્ષ બાદ નિયમિત વાર્ષિક હેલ્થ ચેક અપ કરાવવું.
આમ, ઉપર મુજબ ના ફેરફાર ફેટી લીવર ની સારવાર માં ઉપયોગી સાબિત થશે.
Σχόλια