કોરોના નો કહેર ઓછો હોય તેમ વિશ્વ માં ‘ બર્ડ ફ્લુ ‘ એટલેકે એવિયન ઈનફ્લુએન્ઝા એ પગ પેસારો કર્યો છે. શહેરો માં પક્ષીઓ અને એનાથી અસર પામેલ પ્રાણીઓ ટપોટપ મારવા માંડ્યા છે. આવા સંજોગો માં લોકો પોતાના સ્વાસ્થ્ય ની રક્ષા માટે ચિકન અને ઈંડા ખાવા બંધ કર્યા છે. હાર્ડકોર ચિકન લવર્સમાં ભયંકર ભય અને ફફડાટ નું વાતાવરણ બની રહ્યું છે. ઈંડા ખાનારાઓ એ પણ ઈંડા ખાવા પર બ્રેક લગાવી દીધી છે. રોજ પેશન્ટોના એ પૃચ્છા કરવા ફોન આવે કે “ મેડમ ચિકન ખવાય કે નહિ?”
તો આવો , આ અંકે ‘ બર્ડ ફ્લુ ‘ વિશે માહિતી મેળવીએ. એમાં ચિકન ખવાય કે કેમ અને ન ખવાય તો તેના બદલે શું ખાવું જેથી પ્રોટીન ની જરૂરિયાત પૂરી થઈ શકે તે જાણીએ.
બર્ડ ફ્લુ એટલે શું અને એ ક્યાં થી આવ્યો ?-
બર્ડ ફ્લુ એ પક્ષીઓ માં થતો વાઇરસ દ્વારા ફેલાતો 'એવિયન ઈનફ્લુએન્ઝા’ નો રોગ. જે પક્ષીઓ દ્વારા અન્ય પ્રાણીઓ અને મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે. સૌપ્રથમ વાર આ રોગ પક્ષીઓ માં હોંગકોંગ માં જોવા મળ્યો. WHO અનુસાર ૧૯૯૭ માં સૌપ્રથમ આ પક્ષીઓ ને થતો ફ્લુ મનુષ્યો માં ફેલાઈ શકે છે અને તે ઘાતક પણ સાબિત થઈ શકે છે તે પુરવાર થયું. એવું કહેવાય છે કે શિયાળા માં અન્ય દેશોમાં થી ખૂબ લાંબી ઉડાન ભરી આપના દેશ માં આવતા પ્રવાસીઓ પક્ષીઓ દ્વારા આ રોગ ભારત ના પક્ષીઓ માં ફેલાય છે અને આવા ફ્લુ પીડિત પક્ષીઓ ના સંસર્ગ માં આવનાર વ્યક્તિઓ માં પણ આ રોગ ફેલાય છે. પરંતુ એક માનવ માં થી બીજા માનવ માં આ ફ્લુ ફેલાવા ના કોઈ પુરાવા સામે આવ્યા નથી.
બર્ડ ફ્લુ ના લક્ષણો :-
• કફ
• ડાયેરિયા
• શ્વાસ લેવામાં તકલીફ પડવી
• તાવ ( ૧૦૦° ની ઉપર ઉષ્ણતામાન)
• સ્નાયુઓ માં દુખાવો
• ગળતું નાક
બર્ડ ફ્લુ કોને થઈ શકે ?
1. પોલ્ટ્રી ફાર્મ ( મરઘાં ઉછેર કેન્દ્ર ) સાથે સંકળાયેલા વ્યક્તિઓ
2. ફ્લુ થયેલ હોય એવા પક્ષીઓ ના સંસર્ગ માં આવનાર પ્રવાસીઓ.
3. ઈંડા અને ચિકન રાંધ્યા વગર ખાતી વ્યક્તિઓ
4. ફ્લુ થયો હોય તેવા પક્ષીઓ ની લાળ અને વિષ્ટા( ચરક) માં થી સતત ૧૦ દિવસ સુધી પક્ષીઓ ફ્લુ ના વાઇરસ નું ઉત્સર્જન કરતાં રહે છે. આ વિષ્ટા અને લાળ ના સંપર્ક માં આવનાર તમામ વ્યક્તિને બર્ડ ફ્લુ થવાની સંભાવના રહે છે.
બર્ડ ફ્લુ ક્યારે ગંભીર રૂપ ધારણ કરે?
• જ્યારે સમયસર સારવાર ન મળે અને ઇન્ફેક્શન કાબૂ બહાર નું થઈ જાય.
• જ્યારે ફ્લુ ને લીધે ફેફસાં માં ન્યૂમોનિયા થઈ જાય.
• જ્યારે શરીર ના અંદર ના અંગો ફેઇલ થવા માંડે ( મલટીપલ ઓર્ગન ફેલિયર)
બર્ડ ફ્લુ થી માંસાહારીઓ કંઈ રીતે બચી શકે?
-જો યોગ્ય રીતે સ્વચ્છ વાતાવરણ માં રાંધેલ ઈંડા અને ચિકન ખાવામાં આવે તો
- જો ચિકન અને ઈંડા સ્વચ્છ બજાર માં થી લાવવા માં આવે તો
- જો ચિકન ના માંસ નું અંદર નું તાપમાન ૧૬૫° ફેરનહીટ થાય ત્યાં સુધી તેને પકવવા માં આવે, તો તે સામાન્યરીતે ભોજન માટે સુરક્ષિત ગણાય છે. આથી યોગ્ય રીતે અને લાંબા સમય સુધી રાંધેલ ચિકન કે ઈંડા ખાવાથી બર્ડ ફ્લૂ થવાની સંભાવના ઘટી જાય છે.
જો ચિકન અને ઈંડા થોડો સમય ન ખાઈએ તો પ્રોટીન બીજા કયા ખાદ્યપદાર્થો માં થી મેળવી શકાય ?!
જો થોડા સમય માટે સંપૂર્ણપણે માંસાહાર બંધ કરવા માં આવે તો પણ શાકાહાર માં પ્રોટીન ના ખૂબ સર સ્ત્રોતો છે જેના દ્વારા પ્રોટીન ની જરૂરિયાત પૂરી થઈ શકે.
1. સોયાબીન :- ૧૦૦ ગ્રામ સોયાબીન ૩૬ ગ્રામ જેટલું પ્રોટીન આપે છે. એટલે કે એક દિવસ નીનેક પુખ્ત વય અને સામાન્ય શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ ની એક દિવસ ની ૭૨% જરૂરિયાત તે પૂરી કરી શકે. સોયાબીન કરી બનાવી, તેની વડી ( નગેટ્સ) સ્વરૂપે, પુલાવ અને સલાડ માં ઉમેરી, તેના દૂધ ના સેવન દ્વાર, સોયા પનીર ( ટોફુ ) ના દ્વારા..એમ અલગ અલગ સ્વરૂપે આરોગી શકાય. અલબત, સોયાબીન પચવામાં થોડા ભારે હોઈ તેને યોગ્ય પ્રકારે લાંબો સમય પલળ્યા બાદ જ ઉપયોગ માં લેવા. બરાબર રાંધી ને જ ખાવા. કાચા અર્ઘ રાંધેલ સોયાબીન ગેસ કરી શકે. વળી, સોયાબીન ફાઇટો ઈસ્ટ્રોજન ( સ્ત્રી હોર્મોન) ધરાવતાં હોઇ સ્ત્રીઓ માટે વધુ ગુણકારી છે પરંતુ પુરુષોએ તેનો વધુ માત્રા માં ઉપયોગ કરવો નહિ.
2. પનીર :- આપણા ભારતીયો નો ચાહિતો ખાદ્યપદાર્થો એટલે પનીર. ૧૦૦ ગ્રામ પનીર ૧૪ ગ્રામ જેટલું પ્રોટીન આપે છે. પનીર ને સૂપ, શાક, પરાઠા, મીઠાઈ, સલાડ જેવી કોઈપણ ભારતીય વાનગી માં ઉમેરી એ વાનગી ની પ્રોટીન વેલ્યુ વધારી શકાય છે. પનીર એ સૌથી ઓછી આડઅસર ધરાવતો અને સુપાચ્ય એવો ખાદ્યપદાર્થ છે. જેનો માંસાહાર ની અવેજી માં છૂટ થી ઉપયોગ કરી શકાય.
3. દાળ – કઠોળ :- ૧૦૦ ગ્રામ દાળ લગભગ ૨૨-૨૫ ગ્રામ જેટલું પ્રોટીન આપે. દાળ આપણા ભારત માં વૈવિધ્યપૂર્ણ રેસિપી થી બનાવી ને આરોગવા માં આવે છે. ગ્રેવી વાળી દાળ, શાકભાજી સાથે દાળ, દાળ ની ચાટ, કઠોળ ચાટ, દાળ ના ચિલ્લા, ખમણ અને લોચો આહાહા... મોં માં પાણી આવે એટલી બધી સ્વાદિષ્ટ વાનગીઓ... દાળ અને કઠોળ ને યોગ્ય સમય સુધી પલાળી, બરાબર પકવી ને જ ખાવા જોઈએ નહિ તો તે અપચો કરી શકે. પુષ્કળ કસરત કરતી વ્યક્તિ દિવસ દરમ્યાન લગભગ ૧૫૦ -૨૦૦ ગ્રામ જેટલો દાળ નો ઉપયોગ કરી teninprotin ની જરૂરિયાત પૂરી કરી શકે. હા, જે વ્યક્તિ ને યુરિક એસિડ નું પ્રમાણ વધુ રહેતું હોય , તેમણે ડાયેટીશિયન ની સલાહ મુજબ સેવન કરવું.
4. નટસ અને તેલીબિયાં :- બદામ, અખરોટ, શીંગદાણા, ચિયા સિડ્સ, અળસી, તલ, કોપરું જેવા પદાર્થો પ્રોટીન ના પાવરહાઉસ છે. ખૂબ ઓછી માત્રા માં ખાવા છતાં ખૂબ વધુ માત્રા માં પ્રોટીન આપે છે. હા, વધુ પડતાં ખોરાક માં લેવાથી મોઢા માં ચાંદા પડી શકે. વળી, આ પદાર્થો વધુ પ્રમાણ માં ફેટ પણ ધરાવે આથી વધુ માત્રા માં કરેલું સેવન , સ્થૂળતા વધારી શકે. દિવસ દરમ્યાન એક મુઠ્ઠી જેટલા નટસ... લગભગ ૧૬-૨૦ ગ્રામ જેટલું પ્રોટીન આપે છે .
આમ, માંસાહાર ન કરો તો પણ શરીર ની પ્રોટીન ની જરૂરિયાતો પૂરી થઈ રહેશે અને તે પણ સ્વાસ્થ્ય ની પૂરી સુરક્ષા સાથે!
‘ બર્ડ ફ્લુ ‘ !!!!! H 5N1 , H5N8
માંસાહારીઓ ના માથે મોટી આફત :-

Comments