આવો આ હોળીએ ભાંગ અને ઠંડાઈ ના સેવન નો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મહિમા સમજીએ. એના ઉપયોગો અને ગેરફાયદા વિશે જાણીએ….
આપણે ત્યાં હોળી આવે એટલે રંગે રમવા ની સાથોસાથ ભાંગ પીવાના , ભાંગ ના પકોડા ખાવાના , ઠંડાઈ પીવાના પ્રોગ્રામ પણ બની જ જતાં હોય છે ખરું ને? શું લિજ્જત ખાતર ભાંગ અને ઠંડાઈ પીતાં આપણે , આ પદાર્થો વિશે યોગ્ય જાણકારી ધરાવીએ છીએ? ભાંગ નું સેવન શા માટે કરવા માં આવે ? ભાંગ ના ફાયદા અને ભાંગ થી થતું નુકસાન…. આવો…આ સૌ વિશે આ હોળી એ આજ ના અંકમાં આપણે જાણકારી મેળવીએ.
હિન્દુ શાસ્ત્રો મુજબ સમુદ્ર મંથન દરમ્યાન જ્યારે શિવજી એ સમુદ્ર માં થી ઉત્પન્ન થયેલ સમગ્ર વિષ નું દુનિયા ને તેના પ્રકોપ થી બચાવવા માટે પોતે જ સેવન કરી લીધું , અને એ વિષ ને પોતાના ગળા માં અટકાવી રાખ્યું. આ વિષ ને ગાળામાં અટકાવી રાખવા ને લીધે એમના ગળા માં સખત દુખાવો અને બળતરા થવા માંડી. દેવો ને ચિંતા થઈ કે આખા ઉનાળા દરમ્યાન પડનાર ભયંકર ગરમી માં શિવજી આ દર્દ ને કઈ રીતે સહન કરી શકશે ?! એના ઉપાય સ્વરૂપે દેવો એ કુદરતી દર્દનાશક જડીબુટ્ટી શોધી કાઢી જેને આપણે ગુજરાતી માં ભાંગ ના નામે ઓળખીએ છીએ.પ્રાચીન ઋષિ મુનિઓ ઔષધિય વનસ્પતિઓ વિશે ઊંડું જ્ઞાન ધરાવતા હતા. એમના મુજબ, ભાંગ ના છોડ ના પાન અને પ્રકાંડ નો રસ માનવ શરીર ના કેન્દ્રીય ચેતા તંત્ર ( સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ) પર સીધી અને લાંબો સમય સુધી રહે તેવી અસર ધરાવે છે. આ રસ ને દૂધ માં ભેળવી તેનો પીણા તરીકે ઉપયોગ કરવા માં આવે તો માનવી ને દુઃખ – દર્દ ની અનુભૂતિ કેટલાક ચોક્કસ સમય સુધી થતી નથી . વળી થોડા સમય માટે માનવી તંદ્રા અનુભવે છે. અહી, શિવજી ની પીડા ના શમન માટે ઉનાળા ની ગરમી શરૂ થાય એ પહેલાં તેમને ભાંગ નું પીણુ પીવડાવવામાં આવ્યું જેના દ્વારા તેઓ વિષ નું શમન કરી શક્યા. ( લોકવાયકા મુજબ)
કદાચ ઉપર મુજબ ના જ કારણસર ભાંગ અને ઠંડાઈ જેવા પીણા અસ્તિત્વ માં આવ્યા હશે. અહી, ઉનાળા ની શરૂઆત એટલે હોળી … હોળી ના દિવસ થી વિધિવત ગ્રીષ્મ ઋતુ ની શરૂઆત થાય. એવું કહી શકાય કે આખી ઋતુ ની ગરમી સામે રક્ષણ અને ઠંડક મેળવવા માટે પ્રાચીન કાળ માં ભાંગ અને ઠંડાઈ જેવા પીણાઓ નો ઉપયોગ કરવાની શરૂઆત થઈ હશે.
ભાંગ ના છોડ માં પ્રકાંડ અને પણ માં થી ચેતાતંત્ર પર અસર કરતા કેમિકલ પદાર્થ જેને આપણે રાસાયણિક ભાષામાં “ કર્બોક્સિલ “ પદાર્થ તરીકે ઓળખીએ છીએ , તેને દૂર કરી, ત્યાર બાદ તેમાં ચરબીયુક્ત દૂધ, સાકર, સુકો મેવો અને કેસર એલચી મેળવી બનતાં સ્વાદિષ્ટ પીણા ને આપણે “ ઠંડાઈ “ તરીકે ઓળખીએ છે. આ ઠંડાઈ માં થી મગજ ને અસર કરતો પદાર્થ દૂર કરવામાં આવ્યો હોઈ તે યોગ્ય માત્રા માં લેવામાં આવે તો કોઈ આડ અસર કરતી નથી.
અહી આપણે આ ભાંગ વિશે જાણીએ …
“ ભાંગ “ ને સંસ્કૃત માં “ ગાંજા “ કહેવામાં આવે છે કે (જે ગંગા નદી ના પટ માં આવેલ હિમાચલ માં ઊગતો પાક છે એથી આ નામે ઓળખાય છે) જેને ચીન માં “મરિહુવાના “ ( મા – રેં – હુઆ ) એટલે કે હેમ્પ નામના છોડ ના ફૂલ અને બીજ એમ ઓળખવામાં આવે છે. અમેરિકા માં આ છોડ ને ' વિડ' ના નામે ઓળખવા માં આવે છે. આ એક જ છોડ માં પુષ્કળ ચેતા ઉત્તેજિત વિશેષતાઓ રહેલી છે જેને કારણે તેનો સૌથી વધુ ઉપયોગ સાઈકિયાટ્રિસ્ટો દ્વારા માનસિક રોગોની દવા માં, દર્દ નાશક દવા માં અને સૌથી વધુ દુરુપયોગ યુવાનો દ્વારા નશો કરવામાં થાય છે.
આ ભાંગ ના ઔષધિય ગુણો આ પ્રમાણે છે :-
1. કુદરતી દર્દ નાશક
2. ખેંચ આવવી જેવા રોગો માં અકસીર ઇલાજ
3. સ્નાયુઓ ગંઠાઈ જાય ત્યારે અસરકારક
4. અનિંદ્રા દૂર કરે
5. પાક થયો હોય તો રૂઝાવામાં મદદ કરે
6. ભૂખ ઉઘાડે
આમ, પુષ્કળ એવા ઔષધિય ગુણો ધરાવતી ભાંગ અને તેને ઉગાડતો ગાંજા નો છોડ એ ભારત ની અમૂલ્ય જણસ છે. આમ છતાં, આ પાક ની ખેતી માટે વૈજ્ઞાનિક ખેતી કરનાર ખેડૂતો સિવાય સૌ માટે પ્રતિબંધિત છે. …કારણ છે..આ પાક ના દુરુપયોગ … અહી , યુવાનો અને યુવાનોને ગેરમાર્ગે દોરનારા લોકો દ્વારા આ ગાંજા ના છોડ માંથી ચરસ, હશીશ જેવા નશીલા પદાર્થો બનાવી યુવાઓ ને તેના બંધાણી બનાવી ગેરકાયદેસર રીતે સમાજ માટે દૂષણ ઉભુ કરી રહ્યા છે.
ભાંગ જ્યારે ગાંજા , ચરસ ના સ્વરૂપે ધુમાડા સાથે સાંદ્ર સ્વરૂપે શરીર માં દાખલ કરવા માં આવે, ત્યારે તેની મગજ પર અસર ૧૫-૨૦ મિનિટ માં ત્વરિત રીતે થતી હોય છે. આ જ ભાંગ ને દૂધ જોડે મેળવી ને પીવામાં આવે, તો તે દૂધ ની ચરબી જોડે ભળી પાચનતંત્ર માં ધીમી ગતિ એ જઈ લિવર માં જમા થઈ લગભગ ૨-૩ કલાકે અસર દેખાડે છે. જેને આપણે “ ભાંગ મગજ પર ચડી “ એમ કહીએ છીએ.
આટલા બધા ઔષધિય ફાયદા ધરાવતા આ પાક થી થતાં નુકસાન નું લીસ્ટ પણ લાંબુ છે.
• બંધાણી બનાવે :- ભાંગ ના સેવન થી થોડા સમય માટે વ્યક્તિ દુઃખ દર્દ નો અનુભવ કરતો નથી અને થોડા સમય માટે તંદ્રા માં અને સ્વપ્નસૃષ્ટિ માં રહે છે. આ અવસ્થા એ વ્યક્તિ ને થોડા સમય માટે વાસ્તવિક દુનિયા માં થી બહાર લઈ જાય છે. આ પરિસ્થિતિ ક્ષણિક રીતે આનંદ આપનારી હોવાથી તે વ્યક્તિ ને વારંવાર એનું સેવન કરવા નું મન થાય અને સેવન કર્યા બાદ તે પોતાના વાસ્તવિક જીવનની જવાબદારીઓ થી ભાગતાં શીખે છે.
• ચેતાતંત્ર પર નુકસાનકારક અસર :- ભાંગ ની અસર રહે ત્યાં સુધી વ્યક્તિ માં ચેતા તંતુઓ ઉત્તેજિત અવસ્થામાં માં રહે અને જેવી એની અસર ઉતરે એટલે વ્યક્તિ ને ડિપ્રેશન નો અનુભવ થાય છે જે . આ ડિપ્રેશન વ્યક્તિને ' સ્કીઝોફ્રેનીયા ' જેવા ભયાનક મનોરોગ તરફ લઈ જઈ શકે.
• યાદદાસ્ત ગુમાવવી :- ભાંગ ની અસર હેઠલ માનવી થોડા સમય માટે પોતાની યાદશક્તિ વિલીન થાય નો અનુભવ કરે છે. આ ઉપરાંત માનસિક ગૂંચવણ ( કનફયુઝન ) અનુભવે.
• નિર્ણયાત્મકતા નો અભાવ :- ભાંગ ની અસર હેઠળ માનવી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતો નથી.
• બાળકો અને સગર્ભા મહિલા ઓ દ્વારા ભાંગ નું સેવન બાળક ના મગજ ના વિકાસ પર ચોક્કસ નકારાત્મક અસર કરે છે.
• બ્લડ પ્રેશર માં અચાનક ઘટાડો કરી હૃદય પર સુધી અસર કરે છે.
આમ, આ લેખ પર થી એટલો સાર કાઢી શકાય કે ભાંગ ના ફાયદા આપણે ડોકટરો અને વૈજ્ઞાનિકો પર છોડી દઈએ , અને એનાથી થતાં નુકસાન નો વિચાર કરી ,” ઠંડાઈ “ પી ને સંતોષ માણીએ તો વધુ ફાયદાકારક રહે. ખરું ને?
Comments