top of page

મહાશવરાત્રિનો ઉપવાસ...શા માટે? સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી ને મહાશિવરાત્રી નો ઉપવાસ કઈ રીતે કરશો ?


ઇંન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ની પ્રથા તો હમણાં દુનિયા માં પ્રચલિત થઈ..પરંતુ આપણા શાસ્ત્રો મુજબ આ પ્રકાર ના ઉપવાસો  નું ચલણ અને રિવાજો સદીઓ થી ચાલ્યા આવે છે. મહા શિવરાત્રી ના ઉપવાસ નું તો સૌથી વધુ મહત્વ છે અને મોટે ભાગે આખા ભારત માં દરેક રાજ્ય માં હિન્દુઓ આ વ્રત કરે છે. આવો આજે આ મહાશિવરાત્રી ના ઉપવાસ નું ધાર્મિક , અને આયુર્વેદ તથા પોષણ શાસ્ત્ર ની દ્રષ્ટિ એ મહત્વ સમજીએ.

ધાર્મિક મહત્વ :-મહાશિવરાત્રિ હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં 13મી રાત્રે અથવા 14માં દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળું આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે. કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે. શિવ લિંગને પાણી અને બિલી પત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે.

મહાશિવરાત્રી એ કેટલીક વાયકાઓ પ્રમાણે શિવ અને પાર્વતી ના લગ્ન નું પર્વ છે. તો કેટલીક વાયકાઓ મુજબ આ દિવસે શિવે તાંડવ નૃત્ય કર્યું હતું અને આખી સૃષ્ટિ નો એક વાર વિલય કરી નવી સૃષ્ટિ ની રચના કરી હતી. બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાણી સૌથી વધારે ચર્ચિત છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન કાલકેતુ વિષ નિકળ્યું હતું. ભગવાન શિવે સંપૂર્ણ બ્રાહ્માંડના રક્ષણ માટે એ પી ગયા હતા અને તેમનું ગળું નીલું પડી ગયું, જેથી તેમને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે. ટુંક માં , આ દિવસ ને પવિત્ર અને તન મન ના શુદ્ધિકરણ માટે યોગ્ય દિવસ ગણી ને આ દિવસે ઉપવાસ રાખવાની વર્ષોં જૂની પ્રથા ચાલી આવી છે . લોકો માત્ર પાણી પી ને કે એક વાર ફરાળ ખાઈ ને આ ઉપવાસ કરે છે.  

અહીં પર્યાવરણ ની દ્રષ્ટિ એ સમજીએ તો મહાશિવરાત્રી એ બિલકુલ ઋતુ ઓ ના બદલાવ ના સમયે આવે છે . એટલે કે શિયાળા માં થી ઉનાળા ની શરૂઆત થાય છે. અહી સવારે અને રાતે ઠંડક અને ભર બપોરે પુષ્કળ તાપ અનુભવાય છે. આવી મિશ્ર ઋતુ ને લીધે શરીર ની તાપમાન ની વ્યવસ્થા ખોરવાય છે અને શરીર માં વિષ ( ટોક્સીન્સ) જમા થાય છે અને એથી જ રોગપ્રિકારકશક્તિ નબળી પડે છે. એથી જ કદાચ શરીર માં રહેલા આ ટોકસીન્સ ( તામસિક દ્રવ્યો ને) બહાર કાઢ માટે ( જેને હાલ ની ભાષા માં ડિટોક્સ કરવા માટે ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવતી હશે.

જો તમે પણ મહાશિવરાત્રિદરમિયાન ઉપવાસ રાખતા હોવ તો તમારે જાણવું જ જોઈએ કે ઉપવાસ કરતા પહેલા અને ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ.

શહેરી જીવનમાં જેઓ ઓફિસની નોકરી કરતા હોય તેમના માટે મહાશિવરાત્રિ પર આખો દિવસ ઉપવાસ રાખવાનું થોડું મુશ્કેલ હોય છે. જો તમે કામ કરતા હોવ તો તમારે ઉપવાસ પહેલા અને ઉપવાસ દરમિયાન ભોજનનું ખાસ ધ્યાન રાખવું પડશે.

ઉપવાસ કરતા પહેલા શું ખાવું જોઈએ?

ઉપવાસ કરતા પહેલા બદામ અને અખરોટ ખાઓ જેથી તમારા શરીરની શુગર નું બેલેન્સ  જળવાઈ રહે.

 

·        ફળોમાં તરબૂચ અને તરબૂચનું સેવન કરો કારણ કે તે શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે અને ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી.

·        જીરાનું પાણી પીવાનું ભૂલશો નહીં કારણ કે તે એસિડિટીની સમસ્યાથી બચાવે છે.

·        ઉપવાસ દરમિયાન અથવા ઉપવાસ પહેલા નારિયેળ પાણી પીવાથી શરીરને એનર્જી તો મળે જ છે સાથે સાથે શરીર ને ડિહાઈદ્રેશન થી પણ બચાવી શકાય છે.

·        લીંબુ પાણી ગોળ અથવા મધ ઉમેરી ને લઇ શકાય.

·        જો ડાયાબિટીસ ન હોય તો ખજૂર નું સેવન કરવું.

·        સીંગદાણા ની ચીકી અથવા અહીં અને ખજૂર ના લાડુ બનાવી ને લઇ શકાય જેથી આખા દિવસ દરમ્યાન બ્લડ શુગર ઘટી ના જાય.

ઉપવાસ દરમ્યાન :- આખા દિવસ દરમ્યાન થોડું થોડું પાણી પીતા રહેવું જેથી બપોર માં ગરમી ના સમયે ગળું ન સુકાય.

મહાશિવરાત્રીના ઉપવાસ પછી શું ખાવું?

આવો જાણીએ મહાશિવરાત્રીના ઉપવાસ પછી શું ખાવું જોઈએ.

·        ભોજનની શરૂઆત એક વાટકી પપૈયા અથવા ફળ ખાઈને કરવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ પણ આ ફળનું સેવન કરી શકે છે. રેશાયુકત ખોરાક થી ભોજન ની શરૂઆત કરવાથી ભૂખ ઓછી થઈ જાય છે.

·        ફળો ખાધાના એક કલાક પછી એવો ખોરાક ખાવો જે સરળતાથી પચી જાય, જેમ કે દાળ કે રાજગરાનો રોટલો વગેરે.

·        મોરૈયો એ ઓછી કાર્બોહાઈડ્રેટ અને ઓછી કેલરી ધરાવતો ફરાળી આહાર છે. તેનું સેવન કરી શકાય.

·        દહીં નું પુષ્કળ સેવન કરો. દહીં શરીર ના હાનિકારક બેક્ટેરિયા નો તો નાશ કરશે જ પણ સાથે સાથે પ્રોટીન આપશે જેના કારણે લાંબો સમય પેટ ભરેલું લાગશે.

·        ફળો, દહી, સુકો મેવો અને મખાના ઉમેરી ને તેની સ્મુધી બનાવી ને પી શકાય. જે શરીર ને ખૂબ આધાર આપે અને પ્રમાણ માં ઓછી કેલરી આપે.

·        લીલા કોપરામાં રહેલું મિડિયમ ચેઇન ટ્રાય ગ્લીસેરાઇડ ( MCT)  નું સેવન પણ પાચનતંત્ર ને મજબૂત બનાવશે. શક્ય એટલું લીલા કોપરાનું સેવન કરવું.

ઉપવાસ માં શું ટાળવુ:-

·        ઉપવાસ તોડતી વખતે સાબુદાણા ના વડા, તળેલો રતાળુ નો કંદ, વેફર જેવી વધુ પડતી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતી વાનગીઓ અખો દિવસ આરામ પામેલા આંતરડા પર ખૂબ ભરણ કરશે તો તેને બદલે તળેલો ન હોય એવો ખોરાક જ લેવો.

·        મીઠાઈઓ અને આઈસ્ક્રીમ જેવા વધુ પડતાં ખાંડ ધરાવતાં વ્યંજનો કે જે ગ્લાયસેમિક લોડ વધારે તેને ટાળવા.

·        મીઠા ને બદલે સિંધવ મીઠું ભલે વાપરતા હોવ પણ વધુ પડતો વપરાશ સિંધવ મીઠા નો પણ ટાળવો. બ્લડ પ્રેશર ના દર્દીઓ આ એક દિવસ દરમ્યાન બિલકુલ મીઠા વગર( સિંધવ પણ નહિ) નો ખોરાક લઇ ને બ્લડ પ્રેશર ને કાબૂ માં કરી શકે છે .

આમ, થોડુક ધ્યાન રાખી ને ખોટા પ્રકારે થતાં  ઉપવાસ દ્વારા થતાં નુકસાન થી બચી શકાય છે.

 

 

 

 

 

58 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

留言


bottom of page