top of page
Writer's pictureFit Appetite

મોટાં રોગો નું મૂળ વાસી ખોરાક :-


આજના ઝડપી જીવન માં નોકરી ધંધા માટે બહાર પડેલી સ્ત્રીઓ તેમજ સામાજિક રીતે સક્રિય સ્ત્રીઓ પાસે જ્યાં રસોઈ બનાવવા માટે પૂરતો સમય નથી હોતો અથવા બીજી રીતે કહીએ તો ખૂબ બધો ખોરાક બનાવી ને રેફ્રીજરેટર માં સંઘરી રાખી ને બીજી વાર બનાવવા ના સમય માં થી સ્ત્રી ઓ મુક્તિ મેળવી લેતી હોય છે. વળી, આટલું બધું વધ્યું છે તો વધેલા અન્ન ને ફેંકી તો ન જ દેવાય ને! એ રીતની વિચારસરણી ધરાવતા લોકો પણ છે. પહેલા માં જમાના માં જ્યારે રેફ્રીજરેટર્ ઘરે ઘરે નહોતા ત્યારે માંદગી પણ કદાચ આટલી બધી ઘરે ઘરે નહોતી એ આપણે સૌ એ અનુભવ્યું હશે. કદાચ એનું એક કારણ એ હોઈ શકે કે ત્યારે ઘર માં સ્ત્રીઓ પાસે રસોઈ કરવા માટેના સમય ની આટલી અછત નહોતી તાજો તથા ફ્રીજ ના અભાવે જરૂરિયાત પૂરતો બનાવેલો ખોરાક શરીર ને માંદગી નું ઘર બનાવતા નહોતા. પરંતુ લોકો એ નથી જાણતા કે કોઈપણ કારણસર વાસી ખોરાક ખાતા આખરે શરીર ને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે.

ખોરાક રંધાઈ જાય પછી મોડામાં મોડું ૩-૪ કલાક માં આરોગી જવો જોઈએ.

આવો, આ અંકે કઈ રીતે વાસી ખોરાક દ્વારા સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચી શકે છે તે જાણીએ.

· એસિડિટી :- ખોરાક ૩-૪ કલાક થી જેમ જેમ જૂનો થતો જાય તેમ તેમ તેમાં એસિડ નું ઉત્પાદન થતું હોય. ફ્રીજ માં મૂકવાથી આ એસિડ ના ઉત્પાદન ની ગતિ થોડી ધીમી જરૂર પડે છે પરંતુ તેમાં એસિડ ની ઉત્પાદન ની પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. વળી, વાસી ખોરાક પચવા માં જટિલ થતો જાય જેને પચાવવા માટે આપના જઠરે વધુ પ્રમાણ માં એસિડ નું ઉત્પાદન કરવું પડે. આપ સૌ એ આ પરિસ્થિતિ નો અનુભવ કર્યો જ હશે કે વાસી ખોરાક ખાધા પછી અચૂક એસિડિટી નો સામનો કરવો જ પડે છે. આ એસિડિટી લાંબો સમય સુધી મટતી નથી અને જો વાસી ખાવાનું લાંબો સમય સુધી ચાલુ રહે તો વધુ પડતી એસિડિટી ને કારણે પાચનતંત્ર માં ચાંદા પડે છે જેને આપણે પેપ્ટીક અલ્સર( જઠર માં ચાંદુ પડવું) અથવા અલ્સરેટિવ કોલાઈટીસ( આંતરડાં માં ચાંદુ પડવું) તરીકે ઓળખીએ છીએ.

· ફૂડ પોઈઝનિંગ :- ખોરાક વાસી થતાં તેમાં પાચનતંત્ર ને નુકસાનકારક એવા , ફૂગ, પરોપજીવી ઓ જેવા સૂક્ષ્મ જીવો નું ઉત્પાદન થાય છે અથવા તેમાં ભળે છે. આ સૂક્ષ્મ જીવો પાચનતંત્ર નું રાસાયણિક સમતુલન ખોરવે છે અને પરિણામે વ્યક્તિ ને ઝાડા અને ઊલ્ટી થાય છે જેને આપણે 'ફૂડ પોઈઝનીંગ ' તરીકે ઓળખીએ છીએ. આ ફૂડ પોઇઝનિંગ દરમ્યાન જઠર અને આંતરડાં માં ઇન્ફેક્શન થાય છે અને આ ઇન્ફેક્શન જો યોગ્ય સારવાર દ્વારા ન મટે તો શરીર ના અન્ય અંગો જેવા કે કિડની, લિવર અને ગોલ બ્લેડર ને પણ ચેપ લગાડી હિપેટાઇટિસ જેવો રોગ ઉત્પન્ન કરી શકે છે.

· ડાયેરિયા :- વાસી ખોરાક ના સુક્ષ્મજીવો આંતરડાં નેવધુ પડતાં પ્રભાવિત કરે ત્યારે ડાયેરિયા થતાં હોય છે. આ ડાયેરિયા માં વ્યક્તિ શરીર માં થી મોટા પ્રમાણ માં પાણી અને ખાનીજત્તવો ગુમાવે છે. આ સમસ્યા ની સમયસર ની સારવાર ન કરાય તો, શરીર ડી હાઈડ્રેશન અનુભવે જે જીવલેણ સાબિત થઈ શકે.

· સ્થૂળતા :- એવું કહેવાય છે કે ખોરાક જેમ જેમ જૂનો થતો જાય તેમ તેમ તેમાં મસાલો વધુ સારી રીતે ભળવાથી ખોરાક વધુ સ્વાદિષ્ટ બને છે. આ વધુ સ્વાદિષ્ટ લાગતો ખોરાક વધુ માત્રા માં આરોગવા માટે મન લલચાય છે અને જરૂરિયાત કરતાં વધુ ખોરાક આરોગવાથી ચોક્કસ સ્થૂળતા આવે છે.

આમ, ઉપર મુજબની સમસ્યાઓ નો એકમાત્ર ઉકેલ એટલે તાજો રાંધેલો ખોરાક.. આ માટે નીચે મુજબ ના પગલાં અનુસરો.

1. જરૂરિયાત જેટલો જ ખોરાક રાંધો. વધુ પ્રમાણ માં ખોરાક રાંધો નહિ .

2. ખોરાક રાંધી ને ૩ થી વધુ માં વધુ ૪ કલાક માં આરોગી જાઓ .

3. જો વધ્યો જ હોય તો ૨ કલાક માં ફ્રીજ માં મૂકી દો વાસી થવા ન દો.

4. બહાર થી લાવેલો ખોરાક વધુ પડતો કલર, પ્રિઝરવેટિવ્ઝ ધરાવતો હોય છે. વળી એને સ્વાદિષ્ટ બનાવવા માટે એસિટિક એસિડ અથવા વિનેગર નો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ કારણોસર બહારનો ખોરાક આમ પણ એસિડિક હોય છે તદુપરાંત તે વાસી થતાં વધુ એસિડ ઉત્પન્ન કરે છે. એથી બહાર થી ખોરાક મંગાવો ત્યારે જરૂરિયાત પૂરતો જ મંગાવો.

5. દૂધ, ઈંડા તથા અન્ય માંસાહારી પદાર્થો માં હાનિકારક બેક્ટેરિયા નું ઉત્પાદન અન્ય ખોરાક કરતાં વધુ ઝડપ થી થતું હોય છે. એથી આ ખોરાક વધુ લાંબો સમય સાચવવો નહિ.




65 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page