આપણે ત્યાં ગુજરાત માં એપ્રિલ – મે મહિના અતિશય તપે છે. હજુ તો ગરમી ઔર વધશે એવી આગાહી આવ્યા કરે છે. હવે, જયારે કોરોના નો ભય રહ્યો નથી અને લોકડાઉન ખુલી ગયું છે, ત્યારે લોકો ફરી જીવન નિર્વાહ માટે – રોજગાર માટે , પ્રસંગો માટે ની ખરીદી માટે ઘર ની બહાર નીકળવા માંડ્યા છે. ગયા ૨ વર્ષ આપણે કોરોના ન થાય તે માટે પૂરતી તકેદારી લીધી પણ હવે લૂ ન લાગે તેની પણ પૂરી કાળજી રાખીશું તો ઉનાળા માં પણ તરોતાજા રહી શકીશું અને લૂ સામે રક્ષણ મેળવી શકીશું.
ઘણીવાર ખૂબ ગરમીમાં બપોરે કામ ખાતર જવું પડે એમ થાય છે. આવા સંજોગોમાં ઘરે પાછા આવી નીચે મુજબ ના લક્ષણો ક્યારેક અનુભવાય છે જે લૂ લાગવાના લક્ષણો હોઈ શકે.
લૂ લાગવા ના લક્ષણો :-
• ડી હાઈદ્રેશન. ગળા માં પાણી નો શોષ પડવો
• ચક્કર આવવા
• પિત્ત ની ઉલ્ટી થવી
• પુષ્કળ પસીનો થવો
• શરીર નું તાપમાન વધવું
• ખૂબ ઘેરો પીળો પિશાબ થવો
• ચીડિયાપણું આવવું
• એસિડિટી જેવા બળતરા થવા
• તીખા ઓડકાર આવવા
• દિવસ ના સમયે પણ ઊંઘ આવવી અને સસ્તી નો અનુભવ થવો.
શું ધ્યાન રાખશો?
1. જાત ને હાઈદ્રેટેડ રાખવા માટે ઘર ની બહાર નીકળો ત્યારે પાણી ની બોટલ હંમેશા સાથે રાખો.
2. દર અડધો કલાકે અડધો ગ્લાસ પાણી પીઓ.
3. રોજીંદા આહાર માં લીંબુપાણી, નારિયેળ પાણી, સત્તુ, છાશ, શાકભાજી નો જ્યુસ જેવા પ્રવાહી પદાર્થો નો ઉમેરો કરો.
4. કેફીન વાળા પીણાં કોષો માંથી પાણી નું પ્રમાણ ઘટાડે છે એથી ચા, કોફી, એરેટેડ પીણાં , એનર્જી ડ્રીંક જેવા કેફીન વાળા પીણાં પીવાનું ટાળો.
5. કાકડી, દ્રાક્ષ, તરબૂચ, દૂધી , શક્કર ટેટી જેવા પાણી વાળા ફળો અને શાકભાજી નું પ્રમાણ વધારો.
6. દૂધી, કાકડી, અને ફુદીના નો રસ ઘરે થી બપોરે નીકળતા પહેલા પી ને નીકળવાથી લૂ સામે રક્ષણ મેળવી શકાય છે.
7. રાત્રે પાણી માં એક ચમચો વરિયાળી પલાળી ને સવારે એ પાણી પીવાથી આંતરડાં માં ઠંડક રહે છે.
8. રાત્રે ૮-૧૦ કાળી દ્રાક્ષ પલાળી ને સવારે તેનું સેવન કરવાથી ગરમી સામે રક્ષણ મેળવવા માં મદદ રહે છે.
9. જીરા નો ઉપયોગ શાકભાજી ના રસ માં અથવા કરી એ રસ ના ઠંડા ગુણ માં વધારો કરી શકાય છે.
10. એક ચમચી જીરૂ એક ગ્લાસ પાણી માં પલાળી સવારે આ પાણી નું સેવન કરવાથી કોઠે ઠંડક રહે છે.
11. દહી અને છાશ નો બપોરે પૂરતા પ્રમાણ માં ઉપયોગ કરવાથી ગરમીમાં થતાં આંતરડા ના રોગો થી બચી શકાય છે.
ઉપર મુજબ ના ઉપાયો માં થી આપની પ્રકૃતિ ને માફક આવે તે ઉપાય અજમાવી જોવો. હા બધા પ્રયોગો એકસાથે કરવાની ભૂલ ભારે પડી શકે અને ડાયેરિયા થઈ શકે. વધુ ડાયેરિયા થઈ જાય તો ઘરેલુ નુસખા અજમાવવા ને બદલે ત્વરિત ડોકટર પાસે જવું .
top of page
Recent Posts
See All'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...
270
જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...
480
ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...
490
bottom of page
Comments