top of page

યોગ્ય આહાર લો અને શિયાળુ ડિપ્રેશન થી બચો:-

Writer: Fit AppetiteFit Appetite

શિયાળો એટલે શુષ્ક , ઉદાસી જનમાવનારા દિવસો.. તડકા ખૂબ મંદ હોય અને એની સીધી અસર માનવમન પર થાય.! જેમ જેમ ઠંડક વધતી જાય તેમ તેમ ઉદાસીનતા, મૂડ સ્વિંગ, ડિપ્રેસિવએટેક થવાની સંભાવના વધતી જાય. વળી, ઉપર થી આ કોરોના ..જાઉં જાઉં કરતાં પાછી દેખા દે છે. ઍ કારણે પણ લોકો સતત ભય અને સ્ટ્રેસ માં જીવી રહ્યા છે. બાળક ને શાળા એ ભણવા મોકલવું કે નહિ!?, ફરવા જવા ના પ્લાન બનાવવા કે નહિ! ફરવા નીકળ્યા ને ક્યાંક વિદેશ માં ફસાઈ ગયા, લોકડાઉં લાગી ગયું તો શું!? આ બધા પ્રશો ને કારણે પણ મન સતત તાણ માં રહેતું હોઈ શકે.

તો આવા સંજોગો માં કેવા પ્રકાર નો ખોરાક માનસિક સ્વાસ્થ્ય માટે મદદરૂપ થઈ શકે તે આવો આ અંક દ્વારા સમજીએ ...

શિયાળા માં જાતભાતના ફળો અને શાકભાજી ઓ માર્કેટ માં મળી રહે છે એ આ ઋતુનો મોટામાં મોટો ફાયદો છે. પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે આપને નીચે મુજબ ના ખાદ્યપદાર્થો આપના રોજીંદા આહારમાં સમાવિષ્ટ કરવા અનિવાર્ય બને.

૧- ઓમેગા -૩ ફેટી એસિડ ધરાવતા ખાદ્યપદાર્થો :- અખરોટ, બદામ , અળસી , સૂર્યમુખી ના બીજ સારી માત્ર માં ઓમેગા -૩ ફેટી એસિડ ધરાવે છે. ઓમેગા -૩ ફેટી એસિડ હૃદય ને કાર્યક્ષમ રાખવા ઉપરાંત મૂડ સ્વિંગ ને પણ કાબૂ માં રાખવા માટે જાણીતું છે. સવાર માં દિવસ ની શરૂઆત મુઠ્ઠીભર અખરોટ અને બદામ થી કરવી હિતાવહ છે. ભોજન બાદ બંને ટાઇમ અળસી અને સૂર્યમુખી ના બીજ મુખવાસ તરીકે લેવા જોઈએ. શિયાળા માં રાત્રે દૂધ સાથે પણ બદામ અને ખજૂર નું સેવન માનસિક શાંતિ પ્રદાન કરવામાં મોટો ભાગ ભજવે છે.

૨- બેરીઝ :- હવે સ્ટ્રોબેરી, બ્લુ બેરી , આમળા ( ઇન્ડીયન ગુઝબેરિઝ) જેવા ફળો મળવાની સીઝન શરૂ થઈ છે. આ ફળો વિટામિન સી ની સાથોસાથ કેટલાક રક્ષાત્મક રસાયણો ધરાવે છે જે શરીર માં સ્ટ્રેસ હોર્મોન ‘ કોરટીઝોન ‘ નું ઉત્પાદન ઘટાડે છે. જ્યારે વ્યક્તિ સ્ટ્રેસ અથવા ડિપ્રેશન ની અવસ્થા માં હોય છે ત્યારે તેના શરીર માં ‘ કોરટીઝોન ‘ નામના હોર્મોન નું ઉત્પાદન થાય છે જે હૃદય ના ધબકારા વધારે છે અને જેથી બ્લડ પ્રેશર માં પણ વધારો થાય છે. બેરીઝ માં રહેલા રસાયણો આ કોરટીઝોન નું ઉત્પાદન ઘટાડી બ્લડ પ્રેશર અને હ્રદય ના ધબકારા કાબૂ માં રાખી શકે છે. આથી ,શિયાળા દરમ્યાન ભરપુર બેરીઝ નું સેવન કરવું હિતાવહ છે.

૩-શુગર નું પ્રમાણ સમતોલ રાખો :- મોટેભાગે આપણે અનુભવ્યું છે કે ડિપ્રેશન ની અવસ્થા માં ગળ્યું ખાવાથી રાહત અનુભવાય છે. તેનું કારણ એ હોઈ શકે કે મગજ માટેનો ખોરાક ગ્લુકોઝ છે. અને જ્યારે આપણે સ્ટ્રેસ અથવા ડિપ્રેશન ની અવસ્થા માં થી પસાર થતા હોય, ત્યારે મગજ પુષ્કળ વિચારો કરે છે અને આ વિચારો દરમ્યાન બ્લડ ની શુગર નો મગજ પૂરેપૂરો ઉપયોગ કરે છે. એથી બ્લડ શુગર લેવલ ઘરે છે. આ સંજોગો માં ગળ્યું ખાવાથી રાહત અનુભવાઈ શકે છે. પરંતુ ક્યારેક વધુ પડતા ગ્લુકોઝ ને પચાવવા માટે મોટા પ્રમાણ માં ઇન્સ્યુલીન નું ઉત્પાદન આપના શરીર માં થાય છે જેને તબીબી ભાષામાં ‘ ઇન્સ્યુલીન સ્પાઈક ‘ કહે છે. આ ઇન્સ્યુલીન સ્પાઇક્ ને કારણે થોડા જ સમય ના ફરી બ્લડ ગ્લુકોઝ ઘટે છે અને ફરી ડિપ્રેશન નો હુમલો થવાની શક્યતા રહે છે. આથી , શિયાળા માં નિરાશાજનક મન: સ્થિતિ લાગે ત્યારે, ખાંડ ને બદલે રક્ત માં લાંબો સમય સુધી રહે એવી લોંગ એક્ટિંગ શર્કરા નું સેવન કરવું જોઈએ. આ લોંગ એક્ટિંગ શર્કરા આપણને શેકેલા અનાજ ના ઉત્પાદનો જેવાકે સુખડી ( ગોળપાપડી ) , પરાઠા, પૂરણપોળી,નટસ વાળી ચોકલેટ વિગેરે માં થી મળી રહે છે. ડિપ્રેશન ના સમયે વધુ પડતી ચોકલેટ, આઇસ ક્રીમ, ખૂબ ગળી કોફી, કોલ્ડ ડ્રીંક અને આલ્કોહોલ નું સેવન ટાળવું. આ પદાર્થો નું સેવન ઇન્સ્યુલીન સ્પાઇક્ ઉત્પન્ન કરી ડિપ્રેશન વધારે છે અને વધુમાં , સ્થૂળતા માં વધારો કરે છે જે આગળ જતાંડિપ્રેશન નું અન્ય કારણ બની શકે છે.

૪- ફોલિક એસિડ ધરાવતા ખાદ્યપદાર્થો:- ફોલિક એસિડ મગજ ને ડિપ્રેશન થી દુર રાખવામાં મદદરૂપ થાય છે. આ ફોલિક એસિડ આપણને લીલી ભાજી, સૂર્યમુખી ના બીજ, કઠોળ અને ખાસ કરીને સોયાબીન માં થી પ્રાપ્ત થાય છે. આ પદાર્થો નો આપણાં દૈનિક આહાર માં સમાવેશ કરવી જોઈએ .

૫- વિટામિન બી ૧૨ :- વિટામિન બી ૧૨ નું ઉણપ પણ મન ને નકારાત્મકતા તરફ લઈ જાય છે. આથી ડોકટર ની સલાહ લઈ જરૂર જણાય તો વિટામિન બી૧૨ ના સ્પલીમેટન્ટ્સ લઈ શકાય અને ખોરાક માં દૂધ, દૂધ ની બનાવટો, આથા વાળા ખાદ્યપદાર્થો, ઈંડા, ચિકન જેવો માંસાહાર ઉમેરી શકાય.

૬- વિટામિન ડી ૩ :- વિટામિન ડી ૩ ની ઉણપ પણ ડિપ્રેશન માટે જવાબદાર હોઈ શકે. આ માટે સવાર ના કુમળા તડકા માં ૩૫-૪૦ મિનિટ ચાલવું ઉપયોગી સાબિત થાય છે.

૭- કેળા નું સેવન:- કેળામાં ટ્રિપ્ટોફેન નામનો પદાર્થ રહેલ છે જે મનને શાંત રાખે છે. વળી, કેળા માં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ ખૂબ સારી ઉંઘ આવવા માટે જવાબદાર છે જેં દ્વારા મગજ ને પૂરતો આરામ મળવાથી ચીડિયાપણું રહેતું નથી.

આમ, આજે આપણે મન ને શિયાળુ ડિપ્રેશન થી બચાવવા માટે ના આહાર વિષયક નુસખા સમજ્યા. આ ઉપરાંત આ વિષયક અન્ય નુસ્ખાઓ આવતા અંકે સમજીશું.

 
 
 

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

Comments


bottom of page