top of page

યોગાસનો કરો છો? તો એ પહેલાં અને પછી શું ખાવું એ પણ જાણી લો.


હાલના સંજોગો માં લોકડાઉન ને ધ્યાન માં રાખીને લોકો ની એક્સરસાઇઝ ની રીત પણ બદલાઈ છે. જીમ માં અને આઉટડોર કસરતો કરનારા લોકો ઇન્ડોર યોગાસનો તરફ ઢળ્યા છે. જીવનશૈલી બદલાઈ છે . તો એ પ્રમાણે આહાર શૈલી પણ બદલાવી જોઈએ. યોગાસનો કરતાં હોઈએ તો એ પહેલાં અને એ પછી શું ખાવું તેની માહિતી હોય, તો યોગાસનો નો મહત્તમ ફાયદો મેળવી શકાય .ખરું ને ?

તો આવો આજે આ અંક માં યોગ્ય આહાર દ્વારા યોગાસનોને વધુ અસરકારક બનાવીએ.

કહેવાય છે કે યોગાસનો દ્વારા શરીર તો સ્વસ્થ અને લચીલું બને જ છે પરંતુ સાથોસાથ માં ને પણ શાંતિ અને સંતુલન ની પ્રાપ્તિ થાય છે. તો એ હિસાબે જો યોગ્ય આહાર સાથે લેવામાં આવે , તો લક્ષ્ય ની પ્રાપ્તિ માં સરળતા રહે .

આવો સૌ પહેલાં એ જાણીએ કે યોગાસનો કરતાં પહેલાં શું ખાવું !

• યોગ્ય સમય:- બને ત્યાં સુધી શરીર એકદમ થાક મુક્ત હોય એટલે કે આખી રાત ની સરસ ઊંઘ પુરી થઈ જાય પછી વહેલી સવારે ઉઠ્યા બાદ યોગાસનો કરવા. ઉઠી ને ગરમ હળદર અને સૂંઠ યુક્ત પાણી પીધા બાદ પેટ સાફ આવી જાય ત્યાર પછી એટલે કે મળાશય ખાલી થતાં બાદ યોગાસન કરવાથી વિશેષ ફાયદો થાય છે.

• પ્રોટીન :-યોગાસન કરવાના બે કલાક પહેલા ભોજન લેવાઈ ગયું હોવું જોઈએ. અને હા, યોગાસનો માં એનર્જી નું લેવલ જળવાઈ રહે એ માટે ભોજન માં દાળ લેવી આવશ્યક છે. આ દાળ રોજ અલગ – અલગ પ્રકાર ની હોય તો અલગ અલગ પ્રકાર ના એમિનો એસિડ( પ્રોટીન ના બંધારણીય બ્લોક) નો ફાયદો મળી શકે.

• કન્ડેન્સ્ડ એનર્જી નો ડોઝ :- સૂકા મેવા જેવાકે બદામ, અખરોટ કે જે ખૂબ ઓછી માત્રા માં આરોગવા છતાં ખૂબ સારા પ્રમાણ માં એનર્જી આપે છે. વળી, આ સૂકા મેવા માં રહેલું વિટામિન ઈ, સાંધાઓ ને યોગા દરમ્યાન થતા નુકસાન થી બચાવી સ્નાયુઓ અને ત્વચા ને લચીલું બનાવે છે.

• આયર્ન નો સપોર્ટ :- કાળી દ્રાક્ષ, ખજૂર, અંજીર , આલુ જેવા સૂકા મેવા લોહતત્વ ના કન્ડેન્સ્ડ સ્ત્રોત છે. અર્થાત્, ઓછા પ્રમાણ માં આરોગવા છતાં સારા પ્રમાણ માં લોહતત્વ આપે છે. આ પ્રકારના સૂકા મેવા યોગાસનો પહેલાં એક મુઠ્ઠીભર જેટલા લેવા જોઈએ. લોહતત્વ ને કારણે લોહી માં ઓકસીજન નું વાહન શરીર ના અંગે અંગ માં થાય છે. અહી યોગાસનો દરમ્યાન શરીર ના પ્રત્યેક અંગ ને યોગ્ય માત્રા માં ઓકસીજન મળે તે અનિવાર્ય છે.

• ડીટોકસ પ્રવાહી નું નિરંતર સેવન :- યોગાસન પહેલાં સૂકા મેવા જોડે ગ્રીન ટી લેવી ફાયદેમંદ રહે. ગ્રીન ટી મેટાબોલિઝ્મ ને ઝડપી બનાવી કેલરી બળવાની ક્ષમતા વધારે છે. એથી યોગાસનો નું ધારેલું પરિણામ મેળવવામાં સરળતા રહે છે. નારિયેળ પાણી યોગાસન ના કલાક પહેલા અથવા યોગાસન બાદ તુરંત લઈ શકાય.

શું ન કરવું ?

• પચવા માં ભારે એવા ખાદ્યપદાર્થો :- તળેલા અને મેંદાયુકત પદાર્થો પાચનતંત્ર માંથી પસાર થતા લાંબો સમય લે છે. અર્થાત્ એને પચતાં વાર લાગે છે. આવા સંજોગોમાં પાચનતંત્ર ખાલી થઈ શક્યું હોય, તો યોગાસનો નું ધારેલું ફળ મળતું નથી. એથી જ્યારે યોગાસનો કરતાં હોઈએ એ દિવસો દરમ્યાન આ પ્રકારનો ખોરાક ટાળવો.

• તીખો અને મસાલાયુક્ત આહાર :- વધુ પડતો મસાલાયુકત ખોરાક જઠર માં વધુ એસિડ નું ઉત્પાદન કરી પાચનતંત્ર નું વાતાવરણ એસિડિક બનાવે છે. એસિડિક વાતાવરણ , યોગાસનો દરમ્યાન ' એસિડ રિફ્લકસ ' ( અન્ન નળીમાં થી એસિડ નું ગાળા તરફ આવવું ) ની સંભાવના વધારે છે . ખતી ઉલ્ટી થવાની સંભાવના વધે છે.

• વધુ પડતું પાણી :- યોગાસનો ના તુરંત પહેલાં વધુ પડતું પાણી પીવું નહિ. આમ કરવાથી આસનો દરમ્યાન પેટ માં દુખાવા અને ઉલ્ટી ની સંભાવના રહે છે.

• ઉજાગરા :- રાત્રે પૂરતી ઉંઘ ન મળે તો શરીર ના સ્નાયુઓ તણાવયુક્ત રહે છે. આ તણાવયુક્ત સ્નાયુ ઓ માં યોગાસનો દરમ્યાન નુકસાન થવાની સંભાવના રહેલી છે. મસલ્સ માં ડેમેજ ન થાય તે માટે પૂરતી ઊંઘ લેવાઈ હોય, શરીર ખૂબ રિલેક્સ હોય, તેવા સંજોગો માં જ યોગાસનો કરવા હિતાવહ છે.

યોગાસનો બાદ શું ખાવું ?

1. ફળો :- યોગાસનો બાદ તુરંત નેચરલ કેળા, ચીકુ, સીતાફળ જેવા ગ્લુકોઝ + ફ્રુક્તોઝ ( શર્કરા યુક્ત ) ફળો લેવા. યોગાસનો બાદ કુદરતી શર્કરાયુક્ત ફળો લેવાથી શરીર અને મગજ માં એનર્જી નો સપ્લાય બની રહે છે.

2. પ્રોટીનયુક્ત ખોરાક :- શક્ય હોય ત્યાં સુધી યોગાસનો સવાર ના સમય દરમ્યાન કરવા જેથી બ્રેકફાસ્ટ માં પ્રોટીનયક્ત ખોરાક છૂટ થી ખસી શકાય. યોગાસનો બાદ દૂધ, કઠોળ ( બાફેલું કઠોળ/ કઠોળ માં ચિલ્લા) , ઈંડાં , પનીર ની બનાવતો લેવી હિતાવહ છે. .

3. જો યોગાસન સાંજે કરવા માં આવે તો ત્યારબાદ દૂધ અથવા પનીર લઈ શકાય પરંતુ કઠોળ અને ઈંડાં નું સૂર્યાસ્ત બાદ સેવન કરવું જોઈએ નહીં

4. લીંબુ પાણી :- યોગાસન દરમ્યાન ખૂબ પસીનો થતો હોય, તો લીંબુ પાણી માં થોડું મીઠું અને ગોળ ઉમેરી ( જો ડાયાબિટીસ ન હોય તો ) લઈ શકાય.

5. એરેટેડ પીણાં :- યોગાસનો બાદ એરેટેડ પીણાં નું સેવન ક્યારેય કરવું નહિ. પુષ્કળ પ્રમાણ માં એસિડ અને શુગર યોગાસન ની બધી મહેનત પર પાણી ફેરવી શકે છે.

આમ, યોગ્ય આહાર અને જીવનશૈલી દ્વારા યોગાસનો નો મહત્તમ ફાયદો મેળવી શકાય.


117 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page