top of page
Writer's picturePurple Money

યેહ ' કિટો ડાયેટ ' કયા હૈ !

આજકાલ ‘વેઇટ વોચર્સ ' માં ' કીટો ડાયેટ ' નું ઘેલું લાગ્યું છે. રોજ ના એ વિશે પૃચ્છા કરવા પુષ્કળ ફોન આવે. વળી, કેટલાક લોકો અન્યોની અડસાચડસી માં વજન ઉતારવા આંખ મીચી ને આ પ્રકારની અહારશૈલી અપનાવે , લોકો ગૂગલ કરી ને પુષ્કળ જ્ઞાન મેળવે અને પોતાના શરીર ને એ માફક આવશે કે કેમ એ જાણ્યા વગર આ પ્રકારના ડાયેટ નું પાલન કરે. આ ' કીટો ડાયેટ ' ખરેખર છે શું? ખરેખર એ ફાયદાકારક છે કે કેમ! એ કોને માફક આવે? કોણે ' કીટો ડાયેટ ' કરવું જોઈએ અને કોણે ન કરવું જોઈએ ? ' કીટો ડાયેટ ' ના ગેરફાયદા કયા? તો આવો, અહી આ લેખ દ્વારા ' કીટો ડાયેટ ' વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ . ઈ.સ. ૧૯૨૦ માં ડૉ. હ્યું કોંકલીન દ્વારા એ સિદ્ધ થયું કે ખેંચ આવવી ' જેને આપણે અંગ્રેજી માં ' એપિલેપ્સી ' તરીકે ઓળખીએ છીએ એના ઉપચાર માટે ઇ.સ. પૂર્વે ૪૦૦ મી સદી માં આ પ્રકારની આહાર શૈલિ નો ઉપયોગ કરવામાં આવતો અને ૧૯૨૦ માં આ પ્રકારના પ્રયોગો કરતાં તે સફળ માલમ પડ્યા. આમ, ખેંચ ની બીમારીમાં આ પ્રકારના આહાર નો સફળતાપૂર્વક ઉપયોગ થવા માંડ્યો..અને થોડા સમય બાદ જાણવા મળ્યું કે આ પ્રકારની આહાર શૈલિ ની એક સાઈડ ઈફેક્ટ છે ' વેઈટ રિડક્શન ' . બસ, પછી તો જોવાનું જ શું હતું ? લોકો એ વજન ઉતારવા માટે આ પ્રકાર ની ડાયેટ પદ્ધતિ નો ઉપયોગ કરવા માંડ્યો. અને જ્યારે હોલીવુડ અને બોલીવુડ ના સેલિબ્રિટી ઓ આ પ્રકારે વજન ઉતારવા માંડ્યા એટલે આ કીટો ડાયેટ પોપ્યુલર થઈ ગયો. આ 'કીટો ડાયેટ ‘લેવાથી ખૂબ સારા પ્રમાણ માં શરીરની ચરબી માં ઘટાડો ખૂબ ઓછા સમય માં જોવા મળે છે. પરંતુ આ વજન ઉતારવા માટેના શોર્ટ કટ ના ગેરફાયદાઓ વિશે સમજી વિચારી ને આ પ્રકાર ની શૈલિ અપનાવવાનો મારા વાચકોને નમ્ર અનુરોધ છે . આવો સમજીએ કે આ ' કીટો ડાયેટ ' એટલે શું :- આહારમાં ખૂબ વધારે ચરબી( પ્રતિ ૧ કિલો શરીરના વજન પર ૪ ગ્રામ ફેટ ) , જરૂરિયાત જેટલું પ્રોટીન ( પ્રતિ ૧ કિલો શરીર ના વજન પર ૧ ગ્રામ પ્રોટીન ) અને નહિવત પ્રમાણ માં કાર્બોહાઈડ્રેટ વાળા આહારને ' કીટો ડાયેટ' અથવા 'કિટોજેનિક ડાયેટ ' કહી શકાય. 'કીટો ડાયેટ' દરમ્યાન શરીર માં શું ફેરફાર થાય :- આપણા શરીરમાં દેહધાર્મિક પ્રક્રિયાઓ અને અન્ય કાર્યો માટે મુખ્યત્વે એનર્જી માટે સૌથી પહેલા કાર્બોહાઇડ્રેટસ નો એનર્જી ના સ્ત્રોત તરીકે ઉપયોગ થાય. પણ, જ્યારે આપણે ખોરાક માં કાર્બોહાઈડ્રેટ ન લઈએ, ત્યારે આપણું શરીર, શરીરમાં જમા થયેલી ચરબી નો એનર્જી માટે ઉપયોગ કરે. આ ચરબી નો ઉપયોગ થવાથી શરીરની જામેલી ચરબી માં ઘટાડો થાય એથી વજન ઉતરે. આપણા શરીરમાં લીવર અને સ્વાદુપિંડ ના પાચક રસો દ્વારા ચરબી નું ફેટી એસિડ માં રૂપાંતર થાય અને આ ફેટી એસિડ ' કીટોન ' નામના રાસાયણિક અણુઓ દ્વારા બનેલા હોય.. આ કિટોન લોહીમાં ભળી મગજ ના કોષો પર અસર કરે મગજના કોષો ની ક્રિયાશીલતા શિથિલ કરે એથી એનો ઉપચાર તરીકે ખેંચ ( એપિલેપસી) જેવા રોગો માં ઉપયોગ થાય કે જ્યાં મગજના કોષો વધુ પડતાં એક્ટિવ હોઈ ખેંચાણ અનુભવતા હોય. આ કીટોન નું લોહીમાં પ્રમાણ વધતાં સર્જાતી પરિસ્થિતિ ને ' કિટોસિસ ' કહેવા માં આવે અને જ્યારે આ કિતોનનું પ્રમાણ ખૂબ વધી એની ભયજનક સીમા વટાવે, ત્યારે લોહીમાં એસિડિટી વધે જેને મેડિકલ ભાષામાં ' કીટો એસિડોસિસ ' કહેવામાં આવે. આ કીટો એસિડોસિસ ‘ મુખ્યત્વે ડાયાબિટીસ ના દર્દીઓ માં જોવા મળે જેમના શરીરમાં વધુ ઇન્સ્યુલીન ઉત્પન્ન ન થતું હોવાને પરિણામે લોહીનું કીટોન નું બરાબર ગાળણ ન થઈ શકતાં આ કીટોન પેશાબ વાટે શરીર ની બહાર નીકળે. જો આપ 'કીટો ડાયેટ' પર હો અને આપને ઉલ્ટી થવી, બ્લડ શુગર ૩૦૦ થી વધુ વધવી,પેટમાં દુખાવો, ખૂબ થાક લાગવો અથવા પુષ્કળ તરસ લાગવી જેવા લક્ષણો દેખાય તો તરત આપના ડોકટર નો સંપર્ક કરો. આ લક્ષણો કીટો એસિડોસિસ ના હોઈ શકે. આજની 'જીમ કોમ્યુનિટી ' માં બહોળા પ્રમાણ માં ઉપયોગમાં લેવાતી ' કીટો આહાર શૈલિ' ના સફળતાપૂર્વક ના ઉપયોગ માટે મત મતાંતર છે પરંતુ એક્સપર્ટ ડાયેટિશિયનો અને ફિઝીશિયનો અનુસાર આ પ્રકારના ડાયેટ દ્વારા વજન ઉતરવું ખૂબ સરળ છે પણ જેટલા ફાયદા છે એટલા અથવા કુશળ આહાર તજજ્ઞ ની સલાહ વગર કરવામાં આવે તો એના કરતા વધુ ગેરફાયદા છે. ખૂબ સાવચેતી પૂર્વક આ પ્રકારના ડાયેટ પ્લાન નું સંપૂર્ણ ઓબઝરવેશન ની અંદર પાલન થવું જરૂરી છે. માત્ર ગૂગલ કરી આ પ્રકારની આહાર શૈલિ જાતે જતે પાલન કરવાથી જીવલેણ સાબિત થઈ શકે. ' કીટો ડાયેટ ' દરમ્યાન સર્જાતી સમસ્યાઓ :- 1. વધુ પ્રમાણમાં ચરબી ધરાવતા આ ડાયેટ ને પચાવવા માટે શરીર એ મોટી માત્રા માં પાચક રસો ઉત્પન્ન કરવા પડે છે જે માટે સ્વાદુપિંડ પર વધુ પડતું દબાણ આવે છે અને કાળક્રમે સ્વાદુપિંડ ની કાર્યશક્તિ ખોરવાય છે. એથી, આ આહાર શૈલિ લાંબા સમય માટે પાલન કરવી હિતાવહ નથી. 2. આ પ્રકારના ડાયેટ દરમ્યાન ઓછા પ્રમાણ માં અનાજ દ્વારા મળતા પાચક રેષા ખોરાકમાં ન જાય તેથી કબજિયાત થવાની શક્યતા વધે. 3. કેટલાક સંજોગોમાં પાતળા ચીકણા ઝાડા થવાનું પણ નોંધવામાં આવ્યું છે. અહી , માત્ર ચરબી અને પ્રોટીન શરીર પચાવવા ટેવાયેલ હોતું નથી . એવા સંજોગોમાં શરીર માં થી પુષ્કળ પ્રમાણમાં પાણી નો લોસ થાય છે જેને કારણે ' ડીહાઇડ્રેશન' જેવી સમસ્યા સર્જાઈ શકે છે. આ પરિસ્થિતિ હેલ્થ જગતમાં 'કીટો ફ્લ્યુ અથવા કીટો ડાયેરિયા ' તરીકે ઓળખાય છે. 4. માનસિક થાક અને ચીડિયાપણું :- મગજ ના કોષો માટે એનર્જી નો સ્ત્રોત ગ્લુકોઝ છે. ' કીટો ડાયેટ ' દરમ્યાન મગજ ને સીધું ગ્લુકોઝ ન મળતા થાક, ચીડિયાપણું અને સ્ફૂર્તિનો અભાવ અનુભવાય છે. 5. એથલેટિક પરફોર્મન્સ માં ઘટાડો :- એક અભ્યાસ મુજબ એક સાઈકલિસ્ટ ગ્રુપ પૈકીના કેટલાક સાઈકલ સવરો ને ' કીટો ડાયેટ ' પર મૂકવામાં આવ્યા અને કેટલાક સામાન્ય આહાર લેતાં હતા. ૪ દિવસ ના એમના સ્પીડ અને એનર્જી લેવલ ચકાસવા માં આવ્યા, તો અભ્યાસ માં જાણવા મળ્યું કે ' કીટો ડાયેટ ' દરમ્યાન ધીરે ધીરે એથલેટિક પરફોર્મન્સ માં ઘટાડો થયો હતો. 6. કીટો એસિડોસિસ :- વધુ પડતાં કિટોન્સ ઉત્પન્ન થાય ત્યારે એના બાય પ્રોડક્ટ માં ફેટી એસિડ પણ લોહીમાં ભળે છે અને એથી લોહી એસિડિક બને છે. આ અવસ્થાને કીટો એસિડોસિસ કહે છે. આમ જોઈએ તો ડાયાબિટીસ ના પેશન્ટ માટે 'કીટો ડાયેટ ' સારું છે કારણકે એમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ ખૂબ નહિવત લેવાનું હોય. પણ, આ કીટો એસિડોસિસ ની અવસ્થા ડાયાબિટીસ ના પેશન્ટ માટે જીવલેણ સાબિત થઈ શકે. 7. હૃદયરોગ નું જોખમ :- મોટા પ્રમાણ માં ફેટ લેવાતી હોય લોહીમાં ચરબીની માત્રા વધતાં હૃદય પર ભારણ વધે છે જેના કારણે ઉમરમાં હૃદયરોગ ની શક્યતા નકારી શકાય નહીં. 8. વજન ફરી ખૂબ ઝડપથી વધી જવું :- કીટો ડાયેટ ૬૦ થી ૯૦ દિવસ સુધી વધુ માં વધુ લઈ શકાય. એ થી વધુ લાંબા સમય મારે જો ચાલુ રાખવા માં આવે તો કીટો એસિડોસિસ થવાની શક્યતા રહેલ છે. અને ફરી પાછા સામાન્ય આહાર શૈલિ પર આવતાં ખૂબ ઝડપથી વધુ માત્રામાં વજન વધી જવાની સંભાવના રહેલી છે. મોટી સંખ્યામાં લોકો મારી પાસે કીટો ડાયેટ કરી વજન ઉતર્યા બાદ ફરી સામાન્ય ડાયેટ પર ઊતરતાં ખૂબ વધુ વજન વધારી મારી પાસે ફરી વજન ઉતારવા આવે છે. 9. મેટાબોલિઝ્મ બગડવી:- કીટો ડાયેટ દરમ્યાન મેટાબોલિઝ્મ અપસેટ થવાના કિસ્સાઓ પણ સને આવ્યા છે 10. આ પ્રકાર માં ડાયેટ નું પાલન કરવા દરમ્યાન મોઢા માં થી દુર્ગંધ આવતી હોવાનું અનુભવાયું છે. આ વાસ કીટોનની હોય છે. ટુંક માં, એક ડાયેટિશિયન તરીકે ૧૦૦ વાત ની ૧ વાત હું એ જ કહીશ કે જે આહાર શૈલિ શરીર ને જરૂરી એવા પોષકતત્વો થી ભરપુર અને આખી જિંદગી ફોલો કરી શકો એ પ્રકારની હોવી જોઈએ. ટૂંકા સમય માટેની આહાર શૈલિ ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. કોઈપણ આહાર શૈલિ ગૂગલ કરી ને ફોલો કરવી જીવલેણ સાબિત થઈ શકે. કવોલીફાઇડ ડાયેટિશિયન ની સૂચના અનુસાર અને દેખરેખ હેઠળ જ વજન ઉતારવા માટેની કોઈ પણ પદ્ધતિને અનુસરો. યાદ રાખીએ :- વજન ઉતારવા માટે કોઈ ' શોર્ટ કટ' અપનાવવો જોખમી સાબિત થઈ શકે.


164 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page