top of page
Writer's pictureFit Appetite

રમજાન માસ માં તબિયત બગડે નહિ તેનું ધ્યાન રાખશો :-


ખૂબ ગરમી ના દિવસો શરૂ થાય અને તેમાં જ રમજાન માસ આવે!  પુષ્કળ ગરમી અને આખા દિવસ ના નિર્જળા ઉપવાસ...એટલી ભૂખ તરસ લાગે અને સંધ્યા કાળે ખૂબ ભારે તળેલા ખોરાક અને ગળ્યા પદાર્થો નું સેવન થાય એટલે ચોક્કસ પાચન ની સિસ્ટમ પર એની અસર થાય જ! અખો દિવસ ખોરાક ન ખાવાને લઈને કેટલાક ની ભૂખ મારી જાય અને વજન ખૂબ ઉતરી જાય તો વળી કેટલાક નું અતિશય તૈલી ખોરાક ખાવા ને લીધે કોલેસ્ટેરોલ નું લેવલ ખૂબ વધી જાય. તો વળી, કેટલાક ની તબિયત બગડતાં, તપાસ કરાવતાં મલમ પડે કે તેનું ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ ખોરવાયું છે ! તો આવા સંજોગો માં રોજા રાખવા કે ન રાખવા? ધર્મ પણ જળવાય અને સવસ્થય પણ સચવાય એ રીતે રોજા રાખી શકાય ખરા ? રોજા કોણે રાખવા અને કોણે ન રાખવા?

આવો , આ સૌ પ્રશ્નો ના ઉત્તર મારા આ લેખ દ્વારા મેળવીએ..

1.      મારી સૌ પ્રથમ સલાહ એ છે કે આપ રોજા રાખવા સક્ષમ છો કે નહિ એ બાબત આપના ફેમિલી ડોકટર ની સર્વપ્રથમ સલાહ લો.

2.      રોજા રાખવા પહેલા લોહી અને પિશાબ ચોક્કસ ચેક કરાવો. જેમાં સીબીસી ( કમપ્લીટ બ્લડ કાઉન્ટ ) , લિપિડ પ્રોફાઈલ, સીરમ ઇલેક્ટ્રોલાઈટસ્, અને ત્રણ મહિના ની એવરેજ ગ્લુકોઝ નું લેવલ તથા કમપ્લિટ યુરીન ચેક કરાવો. જો આ બધાં રિપોર્ટ નોર્મલ આવે, તો આપ રોજા કરી શકવા સક્ષમ હોઈ શકો.

3.      જો આપ ના આ પૈકી ના કોઈ પણ લેવલ માં વાંધાજનક પ્રમાણ જણાય તો આપના ડોકટર ની સલાહ મુજબ વર્તો.

4.      સગર્ભા અને ધાત્રી સ્ત્રીઓ ને રોજા ન કરવાની સલાહ આપવામાં આવે છે.

5.      જો આપને ડાયાબિટીસ હોય અને આપ ઇન્સ્યુલીન ના ઇન્જેક્શન લેતા હોવ તો આપને માટે રોજા રાખવા જીવલેણ સાબિત થઈ શકે. ઇન્સ્યુલીન બહારથી લેતા હોવ ત્યારે બ્લડ શુગર લેવલ ઘટી ન જાય તે માટે સતત ૨-૨.૩૦ કલાકે ખોરાક લેતા રહેવું જરૂરી છે નહિ તો હાઇપો ગ્લાયસેમિયા ની પરિસ્થિતિ સર્જાઈ શકે.

જો આપના ડોકટર પ્રમાણિત કરે અને આપ રોજા રાખવા તૈયાર હોવ તો નીચે મુજબ ના મુદ્ધાઓ ધ્યાન માં રાખી ને. રોજા કરવાથી સ્વાસ્થ્ય બગડતું અટકાવી શકાય.

·        ખૂબ ગરમી ના દિવસો હોઈ, રોજો તોડ્યા બાદ પુષ્કળ તળેલા વ્યંજનો લેવાનું ટાળવું. તળેલી વાનગીઓ ને પચાવવા શરીર વધુ પ્રમાણ માં એસિડ ઉત્પન્ન કરે જે આપને હાઇપર એસિડિટી નો અનુભવ કરાવશે . વળી, તળેલા વ્યંજનો આવી ગરમી માં પચાવવા ભારે પડી શકે જેને કારણે ઝાડા – ઉલ્ટી થવાની સંભાવના રહે.

·        જો પરંપરાગત તળેલા વધુ કેલરી ધરાવતાં વ્યંજનો ખાવા જ પડે એવું હોય, તો મુખ્ય ભોજન પહેલાં કોઈપણ શાકભાજી નો કે ચિકન નો સૂપ લીધા બાદ જ ભોજન કરવું જેથી પ્રમાણ ના નુકસાનકારક એવો ભારે ખોરાક ઓછા પ્રમાણ માં ખાઈ શકાય.

·        વિટામિન સી ધરાવતાં ફળો નો ઉપયોગ દર ૨-૩ કલાકે કરતાં રહેવું. આ ફળો માં સંતરા, દ્રાક્ષ, જમરૂખ, મોસંબી, પાઈનેપલ જેવા ફળો નો સમાવેશ થાય છે.

·        દર બે – અઢી કલાકે પુષ્કળ રંગ અને ઍસેન્સ ધરાવતાં શરબતો ને બદલે તાજા લીંબુ નું શરબત થોડી થોડી માત્રા માં લેવાનું રાખો.

·        બિરિયાની માં ઓછી માત્રા માં ઘી , સમોસા અને પરાઠા તળવા ને બધે ઓવન માં બેંક કરી ખોરાક ને લો કેલરી બનાવી શકાય.

·        ડેઝર્ટ માં ફાલુદા કે આઇસ ક્રીમ( હાલ આઇસ ક્રીમ માત્ર દૂધ ના બનેલા હોય નથી. પુષ્કળ ચરબી થી ભરપુર વેજીટેબલ ફેટ ના બનેલ હોઈ વધુ નુકસાન કરે છે)  ને બદલે જેલી અને લો શુગર પુડિંગ અથવા ફ્રુટ મિલ્ક શેક પી શકાય.

·        સવારે રોજા શરૂ થાય તે પહેલાં ડ્રાય ફ્રુટ મિલ્ક શેક પી શકાય જેના દ્વારા આખા દિવસ માટેની એનર્જી નો સંચાર શરીર માં કરી શકાય.

આમ, આટલા મુદ્દાઓ ધ્યાન માં રાખી રોજા કરવા માં આવે તો 'કોરોના કાળમાં ' સ્વાસ્થ્ય ને નુકસાન કર્યા વગર ધર્મ નિભાવી શકાશે.


8 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page