રમઝાન માં રોગપ્રિકારકશક્તિ ન ઘટે એ રીતે રોજા રાખશો:-
- Purple Money
- Apr 17, 2021
- 2 min read
કોરોના નો ફેલાવો અને તેના દ્વારા થતી જાનહાનિ નો આંકડો મોટો ને મોટો થતો જાય છે . અહીં આપણી રોગપ્રતિકારકશક્તિ જળવાઈ રહે અને સાથે સાથે ધાર્મિક મૂલ્યો ની પણ જાળવણી અકબંધ રહે તે ખૂબ જરૂરી છે.
• રોગપ્રિકારકશક્તિ ઓછી ન થાય તે માટે રોજા ખોલતી વખતે તજ, લવિંગ, મરી, હળદર, આદુ અને તુલસી ના ઉકાળા નો ઉપયોગ કરો. હા, આખા દિવસ ના ખાલી પેટ પછી તરત આ ઉકાળો લેવાથી એસિડિટી ન થાય તે માટે ૧૦-૧૨ કાળી સૂકી દ્રાક્ષ અથવા ૧ વાડકો તરબૂચ પહેલાં ખાધા બાદ આ ઉકાળા નું સેવન કરી શકાય. આ ઉકાળો આપને અંદરથી મજબૂતી પ્રદાન કરશે. કાળી દ્રાક્ષ ગ્લુકોઝ અને આયર્ન યુક્ત હોઈ તાકાત આપશે અને તરબૂચ ખૂબ બધા ખનીજતત્વો અને પાણી નો ખજાનો હોઈ શરીર ને ઢીલાશ અનુભવવા દેશે નહિ.
• ખૂબ ગરમી ના દિવસો હોઈ, રોજો તોડ્યા બાદ પુષ્કળ તળેલા વ્યંજનો લેવાનું ટાળવું. તળેલી વાનગીઓ ને પચાવવા શરીર વધુ પ્રમાણ માં એસિડ ઉત્પન્ન કરે જે આપને હાઇપર એસિડિટી નો અનુભવ કરાવશે . વળી, તળેલા વ્યંજનો આવી ગરમી માં પચાવવા ભારે પડી શકે જેને કારણે ઝાડા – ઉલ્ટી થવાની સંભાવના રહે.
• જો પરંપરાગત તળેલા વધુ કેલરી ધરાવતાં વ્યંજનો ખાવા જ પડે એવું હોય, તો મુખ્ય ભોજન પહેલાં કોઈપણ શાકભાજી નો કે ચિકન નો સૂપ લીધા બાદ જ ભોજન કરવું જેથી પ્રમાણ ના નુકસાનકારક એવો ભારે ખોરાક ઓછા પ્રમાણ માં ખાઈ શકાય.
• વિટામિન સી ધરાવતાં ફળો નો ઉપયોગ દર ૨-૩ કલાકે કરતાં રહેવું. આ ફળો માં સંતરા, દ્રાક્ષ, જમરૂખ, મોસંબી, પાઈનેપલ જેવા ફળો નો સમાવેશ થાય છે.
• દર બે – અઢી કલાકે પુષ્કળ રંગ અને ઍસેન્સ ધરાવતાં શરબતો ને બદલે તાજા લીંબુ નું શરબત થોડી થોડી માત્રા માં લેવાનું રાખો.
• બિરિયાની માં ઓછી માત્રા માં ઘી , સમોસા અને પરાઠા તળવા ને બધે ઓવન માં બેંક કરી ખોરાક ને લો કેલરી બનાવી શકાય.
• ડેઝર્ટ માં ફાલુદા કે આઇસ ક્રીમ( હાલ આઇસ ક્રીમ માત્ર દૂધ ના બનેલા હોય નથી. પુષ્કળ ચરબી થી ભરપુર વેજીટેબલ ફેટ ના બનેલ હોઈ વધુ નુકસાન કરે છે) ને બદલે જેલી અને લો શુગર પુડિંગ અથવા ફ્રુટ મિલ્ક શેક પી શકાય.
• સવારે રોજા શરૂ થાય તે પહેલાં ડ્રાય ફ્રુટ મિલ્ક શેક પી શકાય જેના દ્વારા આખા દિવસ માટેની એનર્જી નો સંચાર શરીર માં કરી શકાય.
આમ, આટલા મુદ્દાઓ ધ્યાન માં રાખી રોજા કરવા માં આવે તો 'કોરોના કાળમાં ' સ્વાસ્થ્ય ને નુકસાન કર્યા વગર ધર્મ નિભાવી શકાશે.
Comments