top of page

રમઝાન માસ માં સ્વાસ્થ્ય ની કાળજી લઈ રોજા રાખો:-

રમઝાન માસ મોટે ભાગે કાળઝાળ ગરમી ઓકતા ઉનાળા માં આવે. અહી પુષ્કળ ગરમી અને પાણી ની પણ મનાઈ..ખૂબ આકરા ઉપવાસ ! પણ રોજા ખૂલે પછી ખૂબ વધુ કેલરી ધરાવતો ( મોટે ભાગે તળેલો) ખોરાક ખાવામાં આવે અને એ કેલરી બળવા માટે કોઈ કસરત આ દિવસો માં કરવામાં ન આવે એટલે પાચનતંત્ર પર લોડ વધે અને અંતે રોગપ્રતિકારક શક્તિ ખોરવાય. . અહીં આપણી રોગપ્રતિકારકશક્તિ જળવાઈ રહે અને સાથે સાથે ધાર્મિક મૂલ્યો ની પણ જાળવણી અકબંધ રહે તે રીતે રોજા રાખવા માં આવે, તો ચોક્કસ થનારા નુકસાન ને ટાળી શકાય. એ માટે નીચેના મુદ્દાઓ ધ્યાન માં રાખવા જોઈએ. • રોગપ્રિકારકશક્તિ ઓછી ન થાય તે માટે રોજા ખોલતી વખતે એસિડિટી ન થાય તે માટે ૧૦-૧૨ કાળી સૂકી દ્રાક્ષ અથવા ૧ વાડકો તરબૂચ ખાવું. કાળી દ્રાક્ષ ગ્લુકોઝ અને આયર્ન યુક્ત હોઈ તાકાત આપશે .તરબૂચ પાણી થી ભરપુર હોઈ આખા દિવસ નું હાઈડ્રેશન મળી રહે. • ખૂબ ગરમી ના દિવસો હોઈ, રોજો તોડ્યા બાદ પુષ્કળ તળેલા વ્યંજનો લેવાનું ટાળવું. તળેલી વાનગીઓ ને પચાવવા શરીર વધુ પ્રમાણ માં એસિડ ઉત્પન્ન કરે જે આપને હાઇપર એસિડિટી નો અનુભવ કરાવશે . વળી, તળેલા વ્યંજનો આવી ગરમી માં પચાવવા ભારે પડી શકે જેને કારણે ઝાડા – ઉલ્ટી થવાની સંભાવના રહે. • જો પરંપરાગત તળેલા વધુ કેલરી ધરાવતાં વ્યંજનો ખાવા જ પડે એવું હોય, તો મુખ્ય ભોજન પહેલાં કોઈપણ શાકભાજી નો કે ચિકન નો સૂપ લીધા બાદ જ ભોજન કરવું જેથી પ્રમાણ ના નુકસાનકારક એવો ભારે ખોરાક ઓછા પ્રમાણ માં ખાઈ શકાય. • વિટામિન સી ધરાવતાં ફળો નો ઉપયોગ દર ૨-૩ કલાકે કરતાં રહેવું. આ ફળો માં સંતરા, દ્રાક્ષ, જમરૂખ, મોસંબી, પાઈનેપલ જેવા ફળો નો સમાવેશ થાય છે. • દર બે – અઢી કલાકે પુષ્કળ રંગ અને ઍસેન્સ ધરાવતાં શરબતો ને બદલે તાજા લીંબુ નું શરબત થોડી થોડી માત્રા માં લેવાનું રાખો. • બિરિયાની માં ઓછી માત્રા માં ઘી , સમોસા અને પરાઠા તળવા ને બધે ઓવન માં બેંક કરી ખોરાક ને લો કેલરી બનાવી શકાય. • ડેઝર્ટ માં ફાલુદા કે આઇસ ક્રીમ( હાલ આઇસ ક્રીમ માત્ર દૂધ ના બનેલા હોય નથી. પુષ્કળ ચરબી થી ભરપુર વેજીટેબલ ફેટ ના બનેલ હોઈ વધુ નુકસાન કરે છે) ને બદલે જેલી અને લો શુગર પુડિંગ અથવા ફ્રુટ મિલ્ક શેક પી શકાય. • સવારે રોજા શરૂ થાય તે પહેલાં ડ્રાય ફ્રુટ મિલ્ક શેક પી શકાય જેના દ્વારા આખા દિવસ માટેની એનર્જી નો સંચાર શરીર માં કરી શકાય. આમ, આટલા મુદ્દાઓ ધ્યાન માં રાખી રોજા કરવા માં આવે તો સ્વાસ્થ્ય ને નુકસાન કર્યા વગર ધર્મ નિભાવી શકાશે.

103 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page