top of page
Writer's picturePurple Money

રોજિંદા આહાર માં પોષકતત્વો નું પ્રમાણ કઈ રીતે વધારી શકાય?

આપણે વાત કરી રહ્યા હતા શિયાળા માં મળતાં ફળો અને શાકભાજી તથા તેમના દ્વારા મળતા પોષક તત્વોની. વધુ પોષકતત્વો મળી રહે તે માટે આપણે કયા કયા ફળો અને શાકભાજી ને ભેગા કરી શકીએ તે જોયું. હવે આજના આ લેખ દ્વારા આપણે જાણીશું કે રોજબરોજ ના ખોરાક માં કઈ રીતે પોષકતત્વો નો વધારો કરી શકાય. અહી આપણે રોજિંદી વાનગીઓ કઈ રીતે બનાવીએ તો તે વધુ પોષક બને તે જોઈએ. ગતાંકે આપણે વાત કરી હતી રોટલી – ભાખરી – પરાઠા ને કઈ રીતે વધુ પોષક બનાવી શકીએ તેની.…હવે આજે એ જ શ્રુંખલા માં આગળ વધતાં આપણે વાત કરીએ વિવિધ વાનગીઓ ને કઈ રીતે વધુ પૌષ્ટિક બનાવી શકીએ તે જોઈએ. • સૂપ માં ફણગાવેલા કઠોળ ઉમેરવાથી સૂપ માં પ્રોટીન નો વધારો કરી શકાય. વધતાં બાળકો માટે આ સૂપ ખૂબ ફાયદાકારક નીવડે. • સૂપ માં પનીર અથવા ચીઝ છીણી ને ઉમેરવાથી તેની પ્રોટીન તથા કેલ્શિયમ ની માત્રા વધારી શકાય.સૂપ ન પિતા બાળકો માટે આ સ્વાદિષ્ટ સૂપ પોષણ માં પણ મદદ કરે અને બાળકો હસતાં મોઢે આ સૂપ પીએ. • સૂપ માં બદામ નો ભૂકો અથવા કતરી ઉમેરી સૂપની વિટામિન ઈ ની વેલ્યુ વધારી શકાય. હૃદય ના દર્દીઓ અને મેનોપોઝ અવસ્થા માં થી પસાર થતી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક. • સલાડ માં અખરોટ ,બદામ જેવા ડ્રાય ફ્રુટ ઉમેરવાથી વિટામિન ઈ ઉમેરી શકાય. કસરત કરતા યુવાનો માટે રક્તશુદ્ધી માટે મદદરૂપ રહે. • સલાડ માં ખજૂર, કાળી દ્રાક્ષ જેવા સૂકા મેવા ઉમેરી એમાં આયર્ન ઉમેરી શકાય જે એનિમિયા ના દર્દી ને ખૂબ ઉપયોગી નીવડે. • લીંબુ શરબત માં પાલખ નો રસ ઉમેરી ગ્રીન લીંબુપાણી બાળકો ને આકર્ષવામાં સફળ રહે. વળી, ખૂબ સારા પ્રમાણ માં કેલ્શિયમ અને આયર્ન તથા વિટામિન સી હોવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતું હોઈ આ શરબત વારંવાર માંદા પડતાં નાના બાળકો માટે અમૃત સાબિત થાય. • સરગવો એ કેલ્શિયમ અને વિટામિન સી નો મોટો સ્ત્રોત છે. શક્ય હોય એટલો સરગવા નો ઉપયોગ કરવાથી મોટી માત્રા માં કેલ્શિયમ અને વિટામિન સી મેળવી શકાય છે. રોજિંદા આહાર માં દાળ માં, શક માં અને સૂપ માં સરગવો ઉમેરી સગર્ભા સ્ત્રીઓ અને વા ( આર્થરાઇટિસ ) ના દર્દીઓ ને ફાયદો કરવી શકાય. આ ઉપરાંત વૃદ્ધાવસ્થા અને મેનોપોઝ ની અવસ્થા જેમાં કેલ્શિયમ ની જરૂરિયાત વધે છે ત્યારે સરગવો નો ઉપયોગ મહત્તમ કરવો જોઈએ. • ખજૂર અને શીંગ તથા અન્ય ડ્રાય ફ્રુટ દ્વારા બનતો ખજૂર પાક એ ખરેખર લોહતત્વ, વિટામિન બી, કેલ્શિયમ અને વિટામિન ઈ નો ખજાનો છે. શિયાળા માં એનું સેવન ખરેખર શક્તિ પૂરી પાડે. હા, ડાયાબિટીસ ના દર્દીઓ એ આહાર વિશેષજ્ઞ ની સલાહ લઈ ને જ એનું સેવન કરવું. • ઘઉં ના લોટ માં રાગી અને જવ નો લોટ ભેળવી અથવા રાગી અને જવના લોટ ની રોટલી ખાવી ડાયાબિટીસ ના દર્દીઓ માટે હિતાવહ રહે છે. રાગી અને જવ નો ગલયસેમિક ઇન્ડેક્સ ઓછો હોઈ લોહી માં શુગર નું પ્રમાણ વધતું નથી. • સલાડ, શાક, થેપલા , પૌવા, ઉપમા જેવી વાનગી ઓ માં શીંગદાણા નો છૂટ થી ઉપયોગ કરવાથી તે વાનગી માં ખૂબ સર પ્રમાણ માં વિટામિન બી ૩ એટલેકે નાયાસીન ઉમેરી શકાય છે. આ નયસીન હૃદયરોગ માં તથા મગજ ના કોષો ની કાર્યશક્તિ માં મહત્વનો ભાગ ભજવે છે. આમ, થોડા ફેરફાર કરવાથી વાનગી માં વધુ પોષકત્ત્વો ઉમેરી શકાય છે અને ખોરાક ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.


117 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page