top of page

' રોલ મોડેલ ' જેવું સ્નાયુબદ્ધ શરીર મેળવવા માટે આંખ મીંચી ને કરાતું સ્ટિરોઇડ નું સેવન કેટલું યોગ્ય?

ગત સપ્તાહે, સુરત ના તરવરિયા જુવાન જીમ ના માલિકનું સ્ટિરોઇડ ના અતિરેક થી મૃત્યુ થયું. અને આવા કેટલાય કિસ્સાઓ આખા વિશ્વના યુવાનો માં વધી રહ્યા છે.

સપ્લીમેન્ટ્સ વિશે નું અજ્ઞાન, પોતાની શારીરિક મર્યાદાઓ સમજ્યા વગર માત્ર બરાબરી માં કરેલું સેવન અને તેનો અતિરેક ખરેખર યુવાનો ને ગેરમાર્ગે દોરી મોટી બીમારીઓ તરફ અને ક્યારેક મૃત્યુ ના માર્ગે ધકેલી રહ્યું છે. તો આવો, આ અંકે આ સ્ટિરોઇડ એટલે શું, એનું શરીર માં કાર્ય, કોને માટે અને કેટલા પ્રમાણમાં ફાયદાકારક અને એના ગેરફાયદા વિશે આ અંકે વિસ્તાર માં સમજીશું.

સ્ટિરોઇડ એટલે શું?

મોટેભાગે સપ્લીમેન્ટ તરીકે લેવામાં આવતા સ્ટેરોઇડ્સ 'એનાબોલિક એન્ડ્રોજેનિક સ્ટેરોઇડ્સ ( AAS)' એ મેલ ( પુરુષો ના) સેક્સ હોર્મોન ' ટેસ્ટોસટેરોન' નું કૃત્રિમ સ્વરૂપ છે. આ કૃત્રિમ સ્ટેરોઇડ્સ શરીર ના અલગ – અલગ અંગો માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ખાસ કરીને સ્નાયુઓ, વાળ ના મૂળ, લિવર, કિડની, પ્રજનન અંગો અને ચેતાતંત્ર.

મનુષ્યો માં આ અન્ય:સ્ત્રાવ કુદરતી રીતે જ ઉત્પન્ન થાય છે. તરુણાવસ્થા માં તેનું પ્રમાણ ખૂબ વધી હોય છે. ઉમર વધતાં તેનું પ્રમાણ ઘટતું જાય છે. મુખ્યત્વે આ હોર્મોન પુરુષ શરીર માં ઉત્પન્ન થાય છે પરંતુ ૧૦-૧૫% જેટલો સ્ત્રી શરીર માં પણ ઉત્પન્ન થાય છે.

કાર્ય :-

ટેસ્ટોસ્ટેરોન માનવ શરીર માં ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે .આવો જોઈએ ..

1. ખોરાક માં ના પ્રોટીન માં થી સ્નાયુઓ નું સર્જન

2. શરીર માં થી ચરબી નું પ્રમાણ ઘટાડવું

3. સ્નાયુઓ ની તાકાત માં વધારો કરવો

4. એક્સરસાઝ દરમ્યાન ઇજા પામેલા સ્નાયુઓ નું ઝડપી સમારકામ કરવું

5. હાડકાં માં ખાનીજત્વો નું પ્રમાણ વધારવું

6. લોહી માં રક્તકણો નું ઉત્પાદન વધારવું.

શા માટે જીમ ટ્રેનરો દ્વારા સ્ટેરોઇડ્સ લેવાની સલાહ આપવામાં આવે છે ?

આજકાલ ગૂગલ પર દેશ વિદેશ ના ટ્રેનર્સ ને ફોલો કરી, તેમના દ્વારા ઓનલાઇન ચલાવવામાં આવતાં નાના મોટા કોર્સ કરી ને પોતાની જાત ને એક્સપર્ટ ફિટનેસ ગાઈડ સમજનારા ટ્રેનર્સ હર કોઈ સ્નાયુ બનાવવા માંગતા યુવાનો ને રોલ મોડેલ જેવું શરીર બનાવવા ની લાલચ આપી સ્ટેરોઇડ્સ ના રવાડે ચડાવી દેતા હોય છે.જેના કારણો નીચે મુજબ હોઈ શકે..

• કૃત્રિમ સ્ટેરોઇડ્સ ના સેવન થી સ્નાયુઓ ના દળ માં ૫ થી ૨૦ % જેટલો વધારો થતો હોવાનું જોવામાં આવ્યું છે.

• એથલેટિક પરફોર્મન્સ બાદ થતી સ્નાયુઓ ની ઇજા ને કૃત્રિમ સ્ટેરોઇડ્સ દ્વારા ઝડપ થી સાજી કરી શકાય છે.

આવો હવે જોઈએ આ સ્ટેરોઇડ્સ ના અણઘડ સેવન થી શરીર ને શું નુક્સાન થઈ શકે…

પુરુષો માં થતું નુકસાન :-

1. સ્ટેરોઇડ્સ ના સેવન થી બ્લડ પ્રેશર માં અત્યંત વધારો થઈ શકે છે જેના કારણે હૃદયરોગ નો હુમલો થઈ શકે.

2. સ્ટેરોઇડ્સ ના સેવન થી સ્વભાવ માં ચીડિયાપણું અને ગુસ્સો આવી શકે.

3. સ્ટેરોઇડસ ની ટેબ્લેટ ના સેવન થી લિવર ને નુકસાન થાય છે.

4. પુરુષોમાં સ્ત્રીઓ ની જેમ સ્તનો નો વિકાસ સ્ટેરોઇડ્સ ના સેવન દ્વારા થઈ શકે છે.

5. ક્યારેક પુરુષોમાં પ્રજનન ક્ષમતા પર અસર થઈ વંધ્યત્વ આવી શકે છે.

6. પુરુષો માં ટાલિયાપણા માટે સ્ટેરોઇડ્સ નો અતિરેક જવાબદાર હોઈ શકે.

સ્ત્રીઓ માં થતું નુકસાન :-

જો સ્ત્રીઓ દ્વારા વધુ માહિતી વગર સ્ટેરોઇડ્સ નું સેવન કરવામાં આવે, તો નીચે પ્રકારના નુકસાન થઈ શકે.

1. પુરુષ જેવો જાડો અવાજ થવો

2. ચહેરા પર પુરુષ ની જેમ વાળ ઉગવા

3. માસિક સ્રાવ માં અનિયમિતતા

4. સ્તનો ના ઉભાર માં ઘટાડો થવો

5. વંધ્યત્વ

આટઆટલા ગેરફાયદા હોવા છતાં ડોકટરો દ્વારા સારવાર અર્થે સ્ટેરોઇડ્સ નિયંત્રિત માત્રા માં ટલાક રોગો જેવાકે કેન્સર, ફેફસાં ના રોગો ( COPD) , લિવર અને કીડની ના રોગો, aids કે જેમાં, સતત સ્નાયુઓ ગળાઈ જતાં હોય, તેમાં, સ્નાયુઓ ને ગળાતા અટકાવવા માટે સ્ટેરોઇડ્સ ની દવા અને ઇન્જેક્શન આપવામાં આવે.

આપણા શરીર માં કુદરતી રીતે ઉત્પન્ન થતા સ્ટેરોઇડ્સ ને બદલે કૃત્રિમ સ્ટેરોઇડ્સ નું સેવન અને તેનો અજ્ઞાનપણે કરવામાં આવેલો અતિરેક ચોક્કસ વ્યક્તિ ને ગંભીર મનોશારીરિક નુકસાન અને અમુક સંજોગોમાં મૃત્યુ સુધી દોરી જઈ શકે છે.

જીમ માં જતાં યુવાનો ને ખાસ સલાહ :-

1. જીમ ટ્રેનર નું કવોલીફિકેશન પૂછો. તેના પુરાવા માંગો.

2. જીમ ટ્રેનર દ્વારા કસરત કરાવવા માં આવે ત્યાં સુધી ઠીક પરંતુ જો તેમના દ્વારા ડાયેટ પ્લાન પણ આપવા માં આવે ત્યારે તેઓ એ હ્યુમન ફિઝિયોલોજી, બાયો કેમિસ્ટ્રી, ફૂડ સાયન્સ ની મૂળભૂત તાલીમ લીધી છે કે નહિ અને તેનું પ્રમાણ ( સર્ટિફિકેટ)માંગો. ( ઓનલાઇન શોર્ટ ટર્મ કોર્સ કરવો કોઈ એ ને ડાયેટ પ્લાન આપવા માટે પૂરતો નથી જ)

3. કોઈ પણ વ્યક્તિ સ્ટેરોઇડ્સ લેવાની સલાહ આપે ત્યારે પોતાના ફેમિલી ડોકટર ની સલાહ લઈ, જરૂરિયાત મુજબ ના ટેસ્ટ કરવી, ડોકટર પાસે લેખિત માં પરવાનગી લીધા બાદ જ સ્ટેરોઇડ્સ નું સેવન કરો)

4. જો કોઈ સ્ટેરોઇડ્સ લેવાની સલાહ આપે, તો તે વ્યક્તિ પાસે , કયા પ્રકાર નું સ્ટરોઇડ કેટલા પ્રમાણ માં લેવું જોઈએ તે લેખિત માં તેની સહી જોડે લો અને ફેમિલી ફિઝિશિયન પાસે એની ચકાસણી કર્યા બાદ જ લો.74 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comentarios


bottom of page