top of page
Writer's picturePurple Money

લગ્નસરા માં સ્વાસ્થ્ય ની જાળવણી :- 

છેલ્લા એક મહિનાથી ઢગલો પેશન્ટસ આવી ને કહે ,” નીરજા બેન , વજન ઉતારી આપો અને એવું ડાયેટ પ્લાન આપો કે લગ્ન દરમ્યાન ભારે જમણ થાય તો પણ વજન વધે નહિ…” બોલો…. નીરજા બેન તો શું ભગવાન આ કેસમાં કંઇ મદદ ન કરી શકે. ઠાંસી ઠાંસી ને ખાધેલા ખોરાક નું કે માં કનવરઝન તો થાય જ ને….એના કરતાં લગ્નસરામાં ખોરાકની વિવેકપૂર્ણ પસંદગી કરીએ તો ? તો કદાચ વજન વધતું અટકાવી શકાય ખરું. તો ચાલો , આ લગ્નસરા એ ખોરાક ની એવી રીતે પસંદગી કરીએ કે જેથી વજન વધતું અટકાવી શકાય. એ માટે નીચે પ્રમાણે ના પોઈન્ટસ ધ્યાન માં રાખીશું. • જ્યારે પણ લગ્ન માટેના ભોજન માટે ઘરે થી નિકળો તે પહેલાં એક મોટું ફ્લ, અથવા થોડુક સલાડ ખાધા બાદ નિકળો.પેટ ભરાયેલું હોય તો ખાવાના માટેનું ક્રેવિંગ ઓછું થશે. • દિવસ દરમ્યાન પુષ્કળ પાણી નું સેવન :- આખા દિવસ દરમ્યાન પ્રસંગો અને દોડા દોડી માં શરીર ના હાઇડ્રેશન નો ખ્યાલ રહેતો નથી. ડીહાઇડ્રેશન ને કારણે પછી પાણી ને બદલે આપણે વારંવાર કોલ્ડ દ્રિંક અથવા જ્યુસ નો મારો ચલાવીએ છીએ. જેના પરિણામે શરીરમાં પુષ્કળ કેલરી ઠલવાય છે. • શક્ય હોય ત્યારે ફળો નું સેવન :- બે પ્રસંગો વચ્ચે ના ગાળામાં જો શક્ય હોય તો ફળોનું સેવન કરી શકાય જેથી બ્લડ ગ્લુકોઝ અને પાણી ની માત્ર શરીર માં જળવાઈ રહે. આ ઉપરાંત ફળો ની ગ્લુકોઝ જમણવાર માં ટેબલ પર પીરસાયેલી મીઠાઈ ને ખાવાની ઉત્કંઠા જરૂર ઓછી કરી દે. વળી, ફળોના રેષા ને લીધે પેટ ભરાયેલું રહે જેથી ખૂબ ભૂખ ન લાગી જાય. • બપોર ના સમયે નારિયેળ પાણી નું સેવન :- જો બપોરના સમયે નારિયેળ પાણી નું સેવન કરવામાં આવે તો કોષો માં સોડિયમ - પોટેશિયમ નું પ્રમાણ બરાબર જળવાઈ રહે જેથી કરીને બ્લડ પ્રેશર એકદમ વધવા કે ઘટવાની શક્યતા રહે નહિ. આ ઉપરાંત લગ્નસરા માં સતત ઊભા રહેવાનું થતું હોઈ, ' પેડલ ઇડીમા ' એટલે કે પગે સોજા આવવાની સામાન્ય સમસ્યા સર્જાઈ શકે. તો આ સમસ્યા માં નારિયેળ પાણી ચોક્કસ મદદરૂપ થઈ શકે. • જમવામાં સલાડ નું પ્રથમ સેવન :- જમવામાં પહેલાં સલાડ અથવા સૂપ નું સેવન કર્યા બાદ જ જમવાનું ભાણા માં લેવું. પેટ ભરાયેલું હોય તો ઓછો ખોરાક ભાણા માં લેવાય. ખૂબ ભૂખ લાગે અને છપ્પન ભોગ સામે ધરાયેલા હોય તો સ્વાભાવિક છે જરૂરિયાત કરતાં વધારે જ ખવાય. પણ હા, સલાડ લેતાં પહેલાં નીચે મુજબ ની વાતો ખાસ ધ્યાન માં રાખવી … રસોડા તરફ એક આંટો મારી, - શાકભાજી યોગ્ય રીતે ધોવાયેલ છે કે કેમ - શાકભાજી ને યોગ્ય રીતે ચોખ્ખી જગ્યા માં સ્ટોર કરેલ છે કે કેમ - સલાડ કેવી છરી થી સમારવા માં આવ્યું છે તે.લોખંડ ની છરી થી સમરાયેલ સલાડ ખાવું નહિ. સ્ટેનલેસ સ્ટીલ ની છરી નો ઉપયોગ થયો હોય તો જ સલાડ - સલાડ ખૂબ ઝીણું સમારેલું હોય તો ખાવું નહિ કેમ કે તેમના પોષકતત્વો નો ખૂબ ઝડપથી નાશ થયેલ હોય છે. - મોટા ટુકડા કરાયેલ સલાડ પસંદ કરવું - બને ત્યાં સુધી મકાઈ, ફણગાવેલ કઠોળ, આખું બાફેલું કઠોળ અને શીંગ દાણા જેવા સલાડ ઓપ્શન માં હોય તો એના પર પહેલી પસંદગી ઉતારવી. • પહેલાં સલાડ અથવા સૂપ લીધા બાદ જેટલી ભૂખ બચે એટલી અન્ય વાનગીઓ પર પ્રયોગ કરવો. • તળેલા વ્યંજનો બને ત્યાં સુધી ટાળવા • બને ત્યાં સુધી સલાડ – સૂપ લીધા બાદ દાળ ભાત થી કામ ચાલતું હોય તો ચલાવવું જેથી પૂરી અને ખૂબ તેલ વાળા શાકભાજી ને ટાળી શકાય. • મુખ્ય ભોજન ઉપરાંત નાના નાના કોંટિનેંટલ વાનગી અને ચાટ ના કાઉન્ટરો માં જો સૂપ અને સલાડ લીધા બાદ આંટો મારશો તો કદાચ લોભામણી હાઈ કેલરી વાનગીઓ આરોગવાની લાલચ ને કંટ્રોલ કરી શકાશે. • સ્વીટ ડિશ અને દેઝર્ટ ના કાઉન્ટર પર ભર પેટ જમ્યા બાદ જ જવાનું રાખો. જેથી ચાહવા છતાં પણ વધુ ન ખાઈ શકાય. સ્વીટ ડિશ જીભ ને સંતોષ થાય તત્પૂર્તી જ ખાવી. પેટ ને સંતોષ કરવા જતાં વજન વધવાનું જોખમ રહેલું છે . • પૂરતી ઉંઘ લેવી :- રાત ની પૂરતી ઊંઘ ન મળે તો કેલરી મેટાબોલિઝ્મ ધીમું પડે અને ચરબી બળવાની પ્રક્રિયા આથી ધીમી થાય. તેથી જ લગ્નસરા પત્યા બાદ વજન માં વધારો જોવા મળે. આમ, ઉપર મુજબ ના મુદ્દાઓ ધ્યાન માં રાખી લગ્નસરા એન્જોય કરવામાં આવે, તો વજન વધવાનો ડર ન રહે. - નીરજા


39 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page