top of page
Writer's pictureFit Appetite

લોકડાઉન બાદ ની આ પહેલી નવરાત્રિ માં શું આપ ગરબે ઘૂમવા માટે સ્વસ્થ છો ?


ગયા વર્ષ ની સરખામણી માં આ વર્ષે કોરોના નો પ્રકોપ બિલકુલ ઘટયો છે અને સરકારે શેરી ગરબા ની પરમિશન આપી ને ગરબા પ્રેમીઓને ખુશખુશાલ કરી દીધા છે.

માં અંબા ની આરાધનાના પર્વ નવરાત્રિ નું વિશેષ મહત્વ છે બે કારણે..એક…ઉપવાસ અને બીજું..માતાજી ના ગરબા. આ દિવસો દરમ્યાન માં મૂકી ને નાચી શકાય અને સ્વસ્થતા પૂર્વક માં અંબા ની આરાધના કરી શકાય તે માટે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સજજ હોવું આવશ્યક થઈ પડે.તો આવો..આ અંકે આપણે સ્વસ્થતાપૂર્વક નવરાત્રિ કઈ રીતે ઉજવી શકાય તે જાણીએ…


· મેડિકલ ચેકઅપ :- જો આપની ઉમર ૪૦ થી વધુ છે તો નવરાત્રી પહેલાં એક વાર જનરલ ફીઝીક્લ ચેકઅપ કરાવો. જો કોઈ પણ પ્રકાર ની હૃદય ની કામગીરી ખમીપૂણૅ લાગે, બ્લડ પ્રેશર કે સુગર નું પ્રમાણ વધુ આવે અથવા ખૂબ ઓછું આવે, તો ડોકટર ની સલાહ મુજબ દવા લીધા બાદ પ્રેશર / શુગર નું લેવલ નોર્મલ થાય પછી જ ગરબા રમવાની શરૂઆત કરો.

· વેક્સીનેશન :- શું આપે કોરોના સામે રક્ષણ માટે ની બંને રસીઓ મુકાવી દીધી છે? હજુ કોરોના બિલકુલ ગયો નથી. શેરી માં ને બિલ્ડિંગ માં ગરબે રમવા આવતા લોકો માં કોણ સંક્રમિત છે એની આપને જાણ નથી. આથી , પોતાની જાત ને સુરક્ષિત કરી લેવી અનિવાર્ય છે. નહિ તો આવા મેળાવડાઓ બાદ આ રોગ ઝડપથી ફેલાતો હોય છે.

· ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ ચેક :- લોહીમાં સોડિયમ, પોટેશિયમ, કલોરાઈડ વિ. ઇલેક્રોલાઇટ નું યોગ્ય પ્રમાણ જળવાવું જરૂરી છે. જો નવરાત્રિ દરમ્યાન ઉપવાસ કરવામાં હોવ તો આ પ્રમાણ ઘટી ને ખૂબ ઓછું થઈ જાય જેની સીધી અસર હૃદય ની કામગીરી પર ખોરવાઈ શકે. વળી, ગરબા રમતી વખતે પણ શક્ય હોય તો ૧૦૦-૧૦૦ મિલી લીંબુપાણી ( મીઠું ઉમેરી ને ) અથવા ORS લો જેથી ગરબા દરમ્યાન વધુ પસીના ને કારણે બ્લડ પ્રેશર લો ન થઇ જાય.

· પાણી નું પ્રમાણ જાળવવું :- નવરાત્રિ ના દિવસો એટલે ઋતુપરિવર્તન ના દિવસો… ચોમાસાથી શિયાળા તરફ ઋતુચક્ર બદલાય. પરંતુ આ દિવસો દરમ્યાન પુષ્કળ તાપ અને બફારો અનુભવાય. ખૂબ પસીનો થાય. એટલે આ દિવસો દરમ્યાન શરીર પુષ્કળ પાણી ગુમાવે. વળી, જો ગરબા રમવાનું થાય તો વધુ પસીનો થાય અને એના કારણે ડીહાઇડ્રેશન થવાથી બ્લડ પ્રેશર ઘટી જઈ શકે.

· યોગ્ય સ્ટેપ માટે એક્સપર્ટ ની સલાહ :-ગતંકે આપણે શારીરિક કસરતો કરતાં પહેલા કેટલાંક અગત્યના મુદ્દા ઓ ધ્યાન માં રાખવા અંગે ચર્ચા કરી હતી. ગરબા પણ કાર્ડિયો એક્સરસાઇઝ નો જ એક પ્રકાર છે. તો એ ચોક્કસપણે શરીર ને, સાંધાઓ ને, હાડકાં ને નુકસાન ન કરે એ પ્રમાણે જ ગરબા રમવા જોઈએ. એ માટે યોગ્ય ફિઝિયો થેરાપિસ્ટ ની સલાહ લઈ કોઈ સ્ટેપ આપના સ્નાયુ અને સાંધાઓ ને નુકસાન નથી કરી રહ્યો તે જોવું જરૂરી.

· એનર્જી ફૂડ નું સેવન :- હંમેશા ગરબા કરવા જતાં પહેલાં મુઠ્ઠીભર બદામ, ખજૂર, અખરોટ, અંજીર, કાળી દ્રાક્ષ જેવા એનર્જી થી ભરપુર સુકામેવા નું સેવન કરો જેથી ગરબા દરમ્યાન એનર્જી નું લેવલ ડાઉન ન થાય.

· મસલ્સ ની સ્ટ્રેંથ ( તાકાત) માટે પૂરતા પ્રમાં માં પ્રોટીન નું સેવન :- ગરબા દરમ્યાન શરીરના સ્નાયુઓ માં પુષ્કળ હલન ચલન થાય છે. અને એથી જ મસલ્સ ની મજબૂતી જરૂરી છે. તો આ માટે દિવસ દરમ્યાન યોગ્ય પ્રમાણ માં પ્રોટીન લેવાય તે માટે ઓછામાં ઓછી ૨ વાડકી દાળ( જાડી) , અથવા ૧ વાડકો કઠોળ, અથવા ૬૦૦ મિલી દૂધ, અથવા ૪ ઈંડા, અથવા ૨૫૦ ગ્રામ ચિકન( તળેલું નહિ) અથવા ૧ મોટો વાડકો શીંગદાણા+ ચણા અથવા ૧૫૦ ગ્રામ પનીર પૈકી કોઈ પણ ૩ વસ્તુઓ લેવાવી જોઈએ.

· મસલ્સ રિપેર અને એનર્જી નો બચાવ :- ગરબા બાદ તરત એક થી બે કેળા ખાઈ શકાય. કેળા માં સારા પ્રમાણ માં ગ્લુકોઝ હોવાથી ગરબા દરમ્યાન ગુમાવેલી એનર્જી ફરી મેળવી લેવાય જેથી બીજો દિવસ પણ સ્ફૂર્તિમય જાય . વળી , કેળામાં રહેલા પોષતત્ત્વો થાકેલા અને તૂટેલાં સ્નાયુઓને તરત જોડવાનું કામ કરે.

· પૂરતી ઉંઘ:- રાત્રે મોડું થાય તો સવારે એ રીતે ઉઠવાનો સમય નક્કી કરો કે જેથી ઓછામાં ઓછી ૬-૭ કલાક ની ઊંઘ પૂરી થઈ શકે. શરીર નું આંતરિક શુદ્ધિકરણ આપણી રાત ની ઊંઘ દરમ્યાન થતું હોય. જો પૂરતી ઊંઘ ન મળે તો શરીરમાં ટોકસિંન ભેગા થઈ શરીર ની રોગપ્રિકારકશક્તિ ઘટાડે અને નવરાત્રિ નો ઉત્સાહ ઊતરતાં તરત માંદા પાડવાનો વારો આવે.

· ઉપવાસ :- જો ગરબા રમવાના હોવ તો ઉપવાસ ટાળો અને જો ઉપવાસ કરવો જ પડે એમ હોય તોદર ૨-૪ કલાકે ફળો, દૂધ, સુકામેવા, છાશ, નારિયેળ પાણી , માખાના જેવા પદાર્થો નું સેવન ચાલુ રાખો. ભૂખ્યા પેટે સતત ગોળાકાર માં કરેલી શારીરિક પ્રવૃત્તિ ( ગરબા) સ્ટ્રોક નું કારણ બની શકે.

· વધુ પડતાં કેફીન યુક્ત પીણા ટાળો :- ગરબામાં સ્ટમીના માટે ઘણા લોકો બ્લેક કોફી અથવા સ્ટ્રોંગ કોફી પીતા હોય છે, પણ આ કોફી તાત્કાલિક સ્ટેમીના વધારે અને પછી ખૂબ થાક અનુભવાય એવું પણ બને.

તો આવો, આ નવરાત્રિ સ્વાસ્થ્ય સુરક્ષા નું ધ્યાન રાખી ને ઉત્સાહ થી ઉજવીએ.

27 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page