top of page
Writer's picturePurple Money

લિવર ના સ્વાસ્થ્ય માટે કેવો ખોરાક લેશો?


આજકાલ સ્વાસ્થ્ય અને ઈમ્યુનિટી શબ્દો દરેક મોઢે છે. પોતાની જાત ને સ્વસ્થ રાખવા માટે અને ઇમ્યુનીટી વધારવા માટે છેલ્લા દોઢ વર્ષથી લોકો જાત જાત ની દવા ઓ, પેઇન કિલર, સ્ટીરોઇડ , સપ્લિમેંટ્સ ,ઉકાળાઓ, ડોશિવૈદુ જેવા તમામ પેંતરા અજમાવી ચૂક્યા છે. આ બધા પેંતરા અજમાવવા છતાં, ક્યારેક ને ક્યારેક તો મોટેભાગે ના સૌ માંદગી ના શિકાર બને જ છે. વળી, આ બધી દવાઓ અને સપ્લીમેન્ટ્સનો અતિરેક ક્યાંક અજાણપણે આપણા શરીર ના આંતરિક અને ખૂબ સંવેદનશીલ એવા અંગોને નુકસાન કરી બેસે છે એનો લોકોને ખ્યાલ આવતો નથી.

વળી કોરોના ની સારવાર માં અપાતી કેટલીક દવાઓ પણ શરીરના આંતરિક અંગો જેવા કે લિવર અને કિડની પર હાનિકારક અસર ચોક્કસ કરતા હોય છે. હા, કોરોના માં થી પેશન્ટ ને બહાર કાઢવા માટે ડોકટરો એ અમુક દવાઓ નો સહારો લેવો જ પડે અને જો કિડની. લિવર જેવા અંગો પહેલે થી નબળા હોય તો ચોક્કસપણે વધુ નુકસાન કરે.. તો આવા સંજોગોમાં શરીર ના આ અંગોનું સ્વાસ્થ્ય જો સારું રાખીએ , તો થનાર નુકસાનથી અંગો ને બચાવી શકાય.

આ અંકે, લિવર ને સ્વસ્થ રાખવા માટે રોજિંદા આહાર માં શું શું ઉમેરીશું તે જાણીશું અને તે પહેલાં લિવર આપણા શરીર માં શું કાર્યો કરે છે તે જાણીએ.

લિવર ના કર્યો :-

1. લિવર નું મુખ્ય કાર્ય પિત્ત ( બાઇલ) ના ઉત્પાદન નું છે. આ બાઇલ લોહીના કચરા ને દૂર કરે છે અને ખોરાકમાં લેવાયેલ ચરબી ના મોટા કણો ને નાના કાનોમાં પરિવર્તિત કરે છે.

2. કોલેસ્ટેરોલ અને અન્ય લોહી માં જરૂરી એવા ચરબી ના કણો નું ઉત્પાદન કરે છે

3. ખોરાક માં લેવાયેલી વધારાની ગ્લુકોઝનું ગ્લાયકોજન માં રૂપાંતરણ કરી પોતાના માં જમાકરવાનું અને જરૂર પડે ત્યારે એ ગ્લાયકોજન નું ફરી ગ્લુકોઝ માં પરિવર્તન કરી લોહી માં ઉમેરવાનું .

4. ખોરાકમાં લેવાયેલ આયર્ન નો પોતાના માં સંગ્રહ કરવો અને લોહીમાં હિમોગ્લોબીન ના પ્રમાણ નું નિયમન કરવું.

5. લોહી માં થી નુકસાનકારક દ્રવ્યો ને દુર કરવા

6. લોહીના ગંઠાવાની ક્રિયાનું નિયમન કરવું.

7. લોહીમાંથી બેક્ટેરિયા દૂર કરી ઇન્ફેક્શન સામે રક્ષણ આપવું

કેટલા બધા અગત્ય ના કામો કરે છે લિવર.! જ્યારે જ્યારે ખોરાક દ્વારા, દવાઓ દ્વારા, જંક ફૂડ દ્વારા વધુ પડતા નુકસાનકારક પદાર્થો નું સેવન કરવામાં આવે, ત્યારે ત્યારે લિવર એ વધુ પડતું કાર્ય કરવું પડતું હોય છે. આવા સંજોગોમાં લિવર ની કાર્યક્ષમતા ખોરવાય છે અને લિવર ને લગતી સિરોસિસ, હિપેટાઇટિસ ( કમળો) , લિવર કેન્સર, લિવર પર સોજો( ફેટી લીવર) , લિવર ની બહાર પાણી ભરાવું જેવી સમસ્યાઓ સર્જાઈ શકે.

આ સમસ્યાઓ થી બચવા માટે અને લિવર ને તંદુરસ્ત રાખવા માટે આવો ખાન પાન ની આદતો માં નીચે મુજબ ના ફેરફારો કરીએ.

• દિવસ દરમ્યાન ૨ કપ જેવી ગ્રીન ટી a( ફૂદીનો, લીલી ચા, તુલસી, આદુ અને લીંબુ ઉકાળી ઘરે બનાવેલ ગ્રીન ટી વધુ સ્વાસ્થ્યપ્રદ છે. ) ગ્રીન ટી લિવરને ઉત્તેજિત કરી તેમાં પાચક રસો નું ઉત્પાદન વધારે છે.

• શક્ય એટલી ઓછી ખાંડ નો ઉપયોગ કરો. દિવસ દરમ્યાન ૧.૫ ચમચી ( ૭ગ્રામ) થી વધુ શુગર નું સેવન ન કરો. વધુ પડતી ખાંડના ગ્લુકોઝ નું ગ્લાયકોજન માં રૂપાંતરણ થઈ તે લિવર માં જમાં થાય છે જે ફેટી લિવર જેવી સમસ્યા ઉત્પન્ન કરે છે.

• લીંબુ, સંતરા, મોસંબી જેવા ફળો ના રસ વિટામિન સી ઉપરાંત સારી માત્રા માં એન્ટી ઓક્સિડન્ટ્સ ધરાવે છે જે લિવર નું શુદ્ધિકરણ કરે છે.

• ફાલસા, શેતુર, બોર, સ્ટ્રોબેરી, ક્રેનબૅરી જેવા સીઝન ફળો માં રહેલા ઇંથોસાયનીન, લિવર ના ઇન્ફેક્શન થી બચાવે છે. એથી એવા ફળો નો સીઝન માં ભરપુર ઉપયોગ કરો.

• દ્રાક્ષ ની હાલ સીઝન છે. દ્રાક્ષ માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ લિવરને નુકસાન thi બચાવે છે. ( ડાયાબિટીસ ના દર્દીઓ એ દ્રાક્ષ નું સેવન ડાયેટીશિયનની સલાહ મુજબ કરવું )

• બીટ નો રસ લિવર માં જમાં થયેલ ટોકસીનેની સફાઈ માં મદદરૂપ બને છે.( ડાયાબિટીસ ના દર્દીઓ એ બીટ નું સેવન ડાયેટીશિયનની સલાહ મુજબ કરવું )

• કોબી, ફ્લાવર, બ્રોકોલી જેવા કૃસિફેરસ વેજીટેબલ લિવર માં ઉત્પન્ન થતાં પાચક રસો ને વધુ ઉત્પાદન માટે પ્રેરિત કરી ખોરાક સુપાચ્ય કરે. એથી રોજિંદા આહાર માં આ શાકભાજીઓ નો ઉમેરો કરો. ( થાઈરોઈડ ના દર્દીઓ એ આ શાકભાજી નું સેવન ડાયેટીશિયન ની સલાહ પ્રમાણે કરવું )

• દિવસ દરમ્યાન થોડી માત્ર માં ( મુઠી માં મય એટલાં) અખરોટ અને બદામ નું સેવન કરવું. આ સૂકા મેવા વિટામિન ઈ ભરપુર માત્રા માં ધરાવે છે જે લોહીના શુદ્ધિકરણ માં લિવરને મદદ કરે છે.

• ઓલિવ ઓઈલ નો ઉપયોગ લિવર ના રોગો માં મદદરૂપ થઈ શકે પરંતુ તે નિશ્ચિત માત્રા માં લેવાય તે જરૂરી છે. (દિવસ દરમ્યાન ૨ ચમચી = ૧૦ ગ્રામ થી વધુ નહિ )

• વધુ પ્રમાણ માં મીઠાં નો ઉપયોગ ટાળવાથી લિવર ને બગડતું અટકાવી શકાય.

• ખૂબ તળેલા પદાર્થો, વધુ પડતા કેમિકલ યુક્ત , પ્રીઝરવેર્ટિવ અને રાસાયણિક રંગો ધરાવતા ખોરાક નો ઉપયોગ ટાળવો.

• આ ઉપરાંત પૂરતા પ્રમાણ માં પાણી અને પૂરતી ઊંઘ પણ લિવર ને તેની યોગ્ય કાર્યવાહી કરવામાં મદદરૂપ થાય છે.

આમ, આહાર માં થોડા ઘણા સુધારા - વધારા લિવર ને સ્વસ્થ રાખે છે .




58 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page