સરકારે કોરોના

ની રસી ૧૫ થી ૧૮ વર્ષ ના તરુણો માટે ઉપલબ્ધ કરી દીધી છે. પરંતુ કરુણતા એ છે કે શાળાઓ શરૂ થતાં જ બાળકો માં કોરોના ઉપરાંત અન્ય વાઇરલ ઇન્ફેક્શન ભયજનક રીતે ફેલાઈ રહ્યા છે. બાળકો બીમાર પડતાંજ શાળાઓ અચાનક બંધ કરવા ની ફરજ પડી રહી છે. ૧૫ વર્ષ થી નાના બાળકો ને હજુ રસી અપાઇ રહી નથી તો આવા સંજોગો માં બાળકો ને કઈ રીતે સુરક્ષિત રાખવા?
આ પ્રશ્ન નો એક જ જવાબ છે, ... “ બાળકો ની ઇમ્યુનીટી વધારી ને!”
તો આવો, આ અંકે જાણીએ કે ખોરાક દ્વારા કઈ રીતે બાળકો ની ઇમ્યુનીટી વધારી શકાય ?!
બાળકો ની ઇમ્યુનીટી વધારવા માટે રોજીંદા આહાર માં નીચે મુજબ ના ઇમ્યુનીટી બૂસ્ટર ખાદ્યપદાર્થો ઉમેરી શકાય
· એન્ટી ઓક્સિડન્ટ ખાદ્યપદાર્થો :- લસણ, કાંદા, અળસી, સૂર્યમુખી ના બીજ , બદામ, અખરોટ,, લીલી ભાજી જેવા એન્ટી ઓક્સિડન્ટ ખાદ્યપદાર્થો નો રોજીંદા જીવન માં ઉમેરો કરો.
· પ્રોટીન યુક્ત આહાર :- વધતાં બાળકો ના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોટીન ની જરૂરિયાત વધુ હોય છે પરંતુ સ્વસ્થ રહેવા માટે પણ પ્રોટીન ની જરૂર પડે છે. જે માટે બાળકો ના રોજીંદા ખોરાક માં દૂધ,પનીર, દાળ, કઠોળ, ઈંડા નું ઉપયુક્ત પ્રમાણ જરૂરી છે. ( અલબત્ત બાળક નું વજન જરૂરિયાત કરતા વધુ હોય, તો ડાયેટિશિયન ની સલાહ મુજબ આહાર – આયોજન કરવું )
· ફ્લેવેનોઇડ્ઝ ધરાવતાં ખાદ્યપદાર્થો :- લાલ – પીળા કેપ્સિકમ, શેતુર, ફાલસા, સ્ટ્રોબેરી,ગાજર, જેવા કુદરતી રીતે રંગીન ફળો અને શાકભાજી ઓ એ ફલેવેનોઇડ્ઝ નો ખજાનો છે.આ રંગીન ફળો અને શાકભાજી નો સમાવેશ પણ રોજ ના મેન્યું માં થવો જોઈએ.
· પ્રવાહી નો ઉપયોગ :- બાળકો સમયાંતરે પાણી પીવાનું યાદ રાખતા નથી. રમવામાં મશગુલ હોય તો તરસ ને તેઓ અવગણતા હોય છે. આવા સંજોગોમાં ડીહૈદ્રેશન થઈ ને ઇમ્યુનીટી ઘટી શકે છે. બાળકો ને પ્રવાહી કોઈપણ સ્વરૂપે સતત આપતાં રહેવું જોઈએ.સૂપ, જ્યૂસ, લીંબુપાણી, નારિયેળ પાણી, છાશ, લસ્સી કોઈ પણ સ્વરૂપે પ્રવહિંસ્ત્ત શરીર ને મળવું જોઈએ. દિવસ દરમ્યાન ઓછા માં ઓછું ૨.૫-૩ લીટર જેટલું પ્રવાહી બાળક દ્વારા લેવાવું જોઈએ.
· વિટામિન સી યુક્ત ફળો અને શાકભાજી :- શિયાળો એટલે ભરપુર વિટામિન સી યુક્ત ફળો – શાકભાજી ની મોસમ!.. આમળા, સ્ટ્રોબેરી,સંતરા, મોસંબી, લીંબુ નો ભરપુર ફાયદો ઉઠાવવાની મોસમ ! આ ઉપરાંત કોબીજ, કેપ્સિકમ,સરગવા ની શીંગ પુષ્કળ માત્રા માં વિટામિન સી ધરાવે છે.બાળકો ને ભાવે તેવા સ્વરૂપ માં આ ફળો અને શાકભાજીઓ ( જ્યૂસ, સૂપ, સલાડ જેવા સ્વરૂપે ) બાળકો ને આપવા જોઈએ.
· કુદરતી જડીબુટ્ટી ઓ :- સૂપ, શરબત અથવા પીવાના પાણી મંપન તુલસી ના પાન, આદુ, લીલી હળદર,ફુદીના ના પણ ઉમેરી બાળકો ને પીવડાવવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે.
ખાદ્યપદાર્થોઉપરાંત રોજબરોજ ની હાઇજીન વિષયક આદતો અને જીવનશૈલી માં નાના નાના ફેરફારો પણ બાળકો ની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે ...જેમકે...
1. રમ્યા બાદ ઘરે આવી , અથવા બહાર થી ઘરે આવી તરત સાબુથી હાથ ધોવા.
2. જમવા પહેલા અથવા કોઈ પણ વસ્તુ મોઢા માં મૂકતા પહેલા સાબુથી હાથ ધોવા
3. દિવસ દરમ્યાન બે વખત નહાવું( રમી ને આવ્યા બાદ અને બહાર થી આવીને ખાસ!)
4. રમવા ના સમય દરમ્યાન પાણી ની બોટલ સાથે રાખવી. દર થોડા થોડા વખતે પાણી પીવું. ( લીંબુ પાણી ભરી ને આપી શકાય)
5. જમવા પહેલા સલાડ અથવા સૂપ લેવું.
6. શક્ય એટલો ઘર નો બનેલો ખોર્ક ખાવાનું પસંદ કરો
7. કોઈ સાથે પીવાના પ્રવાહી ની બોટલ અથવા ખાધેલી ચમચી શેર ન કરો.
8. વાસી ખોરાક અને પેકેટ ના નાસ્તા ટાળવા. ( મોટી માત્ર માં પ્રિઝર્વે ટિવ્ઝ આંતરડાં ને નુકસાન કરી રોગપ્રતિકારક શક્તિ ઓછી કરે.
9. વધુ પડતાં તળેલા નાસ્તા , ચીઝ બટર ધરાવતા જંક ફૂડ, મેંદા ની વાનગીઓ શરીર નું વજન વધારે અને વધુ પડતાં સ્થૂળ બાળકોની ઈમ્યુનીટી સામાન્ય બાળકો કરતા ઓછી હોય છે. આથી આવા ખોરાક નું સેવન શકાય એટલું ઓછું કરો
10. રાત્રે ઓછામાં ઓછી ૮ કલાક ની ઊંઘ મળે તે ધ્યાન રાખો.
11. આ ઉપરાંત ભીડ ભાડ વળી જગ્યાઓ પર જવાનું ટાળો, બને ત્યાં સુધી ઘર ની બહાર નીકળતા માસ્ક પહેરી જ રાખવાનો આગ્રહ રાખો. સોશિયલ ડીસ્ટસિંગ ના નિયમો નું પાલન કરો.
12. શેક હેન્ડ્ઝ ને બદલે નમસ્તે થી કામ ચલાવો.
13. પોતાની પાસે રૂમાલ ચોક્કસ રાખો. નાક , પસીનો , મોઢું સાફ કરવા રૂમાલ નો ઉપયોગ કરવાની આદત પાડો અને ખાંસી તથા છીક આવે ત્યારે અચૂક નાક – મોઢા ને રૂમાલ વડે ઢાંકવાની આદત બાળકો માં કેળવો.
આમ, કેટલાક આદતો, આહાર અને જીવનશૈલી ના ફેરફાર બાળકો ને સ્વસ્થ બાળપણ આપી શકે અને વાઇરસ સામે લડવા માટે સક્ષમ બનાવી શકે.
Comments