જેને તબીબો ' સ્ટમક ફ્લૂ ' થી ઓળખે છે એવા આ ' વાઇરલ ડાયેરિયા ' ડબલ સીઝન માં થતો અતિ સામાન્ય રોગ છે અને ઘરે ઘરે જોવા મળે છે. આજકાલ તબીબો ના દવાખાના આ પ્રકાર ના ડાયેરિયા ના દર્દીઓથી ઉભરાતા જોવા મળે છે. લેબોરટરીમાં તપાસ કરાવતાં મલમ પડે કે દર્દી ' રોટા વાઈરસ ' અથવા ' નોરો વાઈરસ ' થી પીડાય છે. કોઈપણ જાત ના પૂર્વ લક્ષણો વગર અચાનક પાતળા પાણી જેવા મળ શરૂ થઈ જાય, સ્નાયુઓમાં દુખાવો , ઝીણો તાવ અનુભવાય, ઉલ્ટી પણ થાય ,પેટમાં ચુંક આવે તો એ વાઈરસ જન્ય ડાયેરિયા હોઈ શકે. આ લક્ષણો ૨ થી ૩ દિવસ સુધી રહેતા હોય છે પણ કોઈક સંજોગોમાં માંદગી લંબાઈ પણ શકે છે.
ઘણીવાર બેક્ટેરિયા થી થતા એટલેકે દૂષિત ખોરાક અને પાણી ને લીધે થતા ડાયેરિયા અને વાયરસ થી થતા ડાયેરિયા ના લક્ષણો સમાન હોવાને કારણે કનફ્યુંઝન થતી હોય છે. પરંતુ જો…
· આપને ૨૪ કલાક થી વધુ શરીરમાં પાણી ન ટકતું હોય અને તરત નીકળી જતું હોય,
· ૨ દિવસ સુધી ઉલ્ટી બંધ ન થાય,
· ઉલ્ટી માં લોહી પડે,
· મોઢું સુકાય,ઘેરા પીળા રંગ નો પીશાબ થાય અથવા બિલકુલ પીશાબ ન થાય, ખૂબ થાક લાગે અને ચક્કર આવે
· ઝાડા વાટે લોહી નીકળે
· ૧૦૪° તાવ રહે
· બાળકો રડે તો આંખ માંથી આંસુ ન નીકળે.
તો તુરંત ડોકટર પાસે જવું. ઉપર મુજબ ના લક્ષણો વાઇરલ ડાયેરિયા હોવાનું સૂચિત કરે છે.
વાઇરલ ડાયેરિયા ના શિક્રાર નાના બાળકો વધુ પ્રમાણ માં થાય છે અને જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન મળે તો બાળક જીવ પણ ગુમાવી શકે છે.
આવા સંજોગો માં ડોકટર ની દવા ઉપરાંત ખોરાકમાં નીચે પ્રમાણે ના ફેરફાર , પરિસ્થિતિને વકરતી અટકાવી શકે.
1. ઝાડા બંધ ન થાય ત્યાં સુધી બિલકુલ ઠોસ ખોરાક ન લો. સંપૂર્ણ પણે પ્રવાહી ખોરાક લો
2. પાણી ની નાની નાની ચૂસકી સતત લેતાં રહો. જો પાણી નો સ્વાદ ન ભાવે તો અંદર ગ્લુકોઝ ઉમેરી લઈ શકાય. તે પણ ન ભાવે તો આ ગ્લુકોઝ વાળા પાણીનો બરફ જમાવી એ બરફ ની નાની નાની ટુકડી મોઢામાં મૂકી શકાય.
3. બને ત્યાં સુધી દાળ, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ જેવા પચવા માં ભારે ખોરાક લેવો નહિ.
4. લીંબુ શરબત એ શરીર એ પાતળા જુલાબ દ્વારા ગુમાવેલ ઇલેક્ટ્રોલાઇટસ મેળવવાનો ઇન્સ્ટન્ટ અને ઘરગથ્થુ ઉપાય છે. જેને મેડિકલ ની ભાષામાં ORS એટલેકે ' ઓરલ રી હાઇડ્રેશન સોલ્યુશન ' તરીકે ઓળખાય છે. જેમાં એક ગ્લાસ પાણીમાં એક લિટર પાણીમાં અડધી ચમચી મીઠું અને છ ચમચી ખાંડ તથા ૨ લીંબુ નો રસ ઉમેરી બનાવી શકાય છે.
5. છાલ સાથેના ફળો ખાવાનું ટાળો. જરૂરી લાગે તો બરાબર ગાળેલો ફળોનો રસ લઈ શકાય.
6. આઈસ ક્રીમ અને મીઠાઈઓ લેવી નહિ પણ ઘરે ઉકાળેલા પાણી માં થી બનાવેલ 'જેલી ' ખૂબ સારા પ્રમાણમાં જીલેટીન સ્વરૂપે સોલ્યુબલ ફાઈબર આપે જે ડાયેરિયા અટકાવવામાં મદદરૂપ થઈ શકે.
7. ડાયેરિયા દરમ્યાન પાકા કેળાનું સેવન ખૂબ અસરકારક સાબિત થાય છે.
8. ડાયેરિયા દરમ્યાન દૂધ ,ચીઝ, પનીર જેવી દૂધની પેદાશોનું સેવન ટાળવું પણ પ્રો બાયોટિક થી ભરપુર એવા દહી અને છાશ નું સેવન ખૂબ મદદરૂપ થાય છે.
9. તળેલો અને પુષ્કળ મસાલા વાળો ખોરાક લેવો નહિ.
10. ડાયેરિયા દરમ્યાન આલ્કોહોલ અને સિગારેટ નું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે.
11. પેટ ને આરામ આપવા વારંવાર ખોરાક લેવાનું ટાળો. પ્રવાહી લેતાં રહો.
12. ચોખા પચવામાં સૌથી સરળ હોઈ ચોખા ની બનેલી ઢીલી વાનગી જેવી કે ઢીલી ખીચડી, ચોખાનું ઓસામણ, મમરા, દહી ભાત વિ. જ લેવાનો આગ્રહ રાખો.
13. બાળ પેશન્ટ ને ચોકલેટ અને બિસ્કીટ આપવાનું ટાળો
વાઇરલ ડાયેરિયા થી બચવા શું કરી શકાય ?
વાઈરસ થી તથા ડાયેરિયા થી બચવા નીચે પ્રમાણેના પગલાં લઈ શકાય.
· રોગપ્રિકારકશક્તિ શક્તિ વધારવી. તે માટે યોગ્ય સમયે યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ લેવી અનિવાર્ય છે
· રોગપરતિકારકશક્તિ વધારવા માટે ઋતુ અનુસાર ના ફળો અને શાકભાજી નું અચૂક સેવન કરો.
· શારીરિક સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપો.
· વધુ પડતું જંક ફૂડ પાચનતંત્ર ને મંદ કરે છે એથી બને એટલું હેલ્ધી ફૂડ લેવાનો આગ્રહ રાખો.
· ઘરે બનેલા તાજા ખોરાક નો જ આગ્રહ રાખો.
· જરૂર લાગે તો ડોકટર ની સલાહ લઈ ' રોટા વાઇરસ' માટેની રસી મુકાવી શકાય.
આમ , તકેદારી અને યોગ્ય સુશ્રુષા જીવલેણ ' સ્ટમક ફ્લૂ ' માં થી બચાવી શકે છે.
Comments