top of page
Writer's pictureFit Appetite

વાઈરલ થયેલા આહાર વિષયક વિડિયો કેટલા પ્રમાણભૂત ? સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે હાનિકારક ? :-

આજકાલ લોકડાઉન ના પ્રતાપે ઘરે રહેતા લોકો માટે મોબાઈલ માં વોટ્સેપ , ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જોવા, નેટફલિક્સ અને સમાચાર જોવા અને યુ ટ્યુબ પર નવી નવી રેસિપી શોધી એ મુજબ નવા નવા અખતરા કરી સોશિયલ મીડિયા પર મૂકવા એ જ મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ છે .ખરું ને! આ બધી જ પ્રવૃત્તિઓ ચોક્કસપણે જ્ઞાનવર્ધક અને આત્મવિશ્વાસ વધારનારું હોય છે. પરંતુ જો ખોટા સ્ત્રોત દ્વારા ખોટી માહિતી મેળવવા માં આવે તો નિશંક પણે મોટું નુકસાન થતું હોય છે. હાલ માં રોજ મીડિયા પર અવનવા નુસખા ઓ લઈ ને જાત ભાત ના લોકો…રોજ ની નવી નવી ટિપ્સ લઈ ને બની બેઠેલા તજજ્ઞો પોતાના જ્ઞાન ની વહેંચણી કરતાં હોય છે. દરેક વાઈરલ મેસેજ માં “ આ ખાવાથી ઈમ્યુનીટી વધારી શકાય “ , “ પેલું ખાવાથી તાવ ન આવે “ અને હવે તો “ ફલાણું ખાવાથી અને ઢીકનું ન ખાવાથી ઓકસીજન લેવલ વધારી શકાય “ એવા વિડિયો પણ આવે છે . તો એમાં થી કેટલી સલાહ માનવી? કેટલી ન માનવી? લોકો ખરેખર મૂંઝવણ માં મુકાતાં હોય છે અને અમને પૂછતાં હોય છે કે આ પ્રકાર ના મેસેજ માં તથ્ય કેટલું અને કેટલું ફોલો કરી શકાય? તો આવો, એનો જવાબ મેળવીએ આ અંકે... • ચેક ધી ઓથેન્ટિસિટી :- વાઈરલ વિડિયો કોઈક વ્યક્તિ ના અંગત અભિપ્રાય હોય છે. એ વ્યક્તિ ને પોતાને અથવા એના પરિજનો ને અથવા એના પેશન્ટ્સ ને ખાનપાન અને જીવનશૈલી માં ફેરફાર કરવાથી ફાયદો થયો હોય તો એ પ્રમાણે બધાને જ ફાયદો થશે એમ માની ને વિડિયો બનાવી લોકો ના ફાયદા માટે ( અથવા પોતાની પ્રસિદ્ધિ માટે!?) વહેતો કરવામાં આવે છે. પરંતુ એ વિડિયો બનાવનાર કોણ છે?, કેટલી કવોલીફાઇડ છે,? કોઈપણ માહિતી વહેતી કરવા માટે એ વ્યક્તિ પાસે પૂરતો અનુભવ છે કે કેમ? જે તે વિષયનું પૂરું જ્ઞાન છે કે કેમ? આ બધી માહિતી મેળવ્યા બાદ જ એ વિડિયો ને અથવા એ મેસેજનો ફોલો કરી શકાય. કોઈ પણ x y z વ્યક્તિ કંઈ પણ મૂકે એને માની ન શકાય. • આહાર આયોજન વ્યક્તિગત રીતે અલગ અલગ હોય એને સાર્વત્રિક સત્ય બનાવી શકાય નહિ:- હાલ માં વાઈરલ થયેલા એક વીડિયો માં એક કવોલિફાઇડ વ્યક્તિ કહે છે કે “ ફળો ના રસ અને વધુ કાર્બોહાઈડ્રેટ ધરાવતા ખોરાક દ્વારા ઓકસીજન નું લેવલ ઘટે છે “ આ વિધાન ને અર્ધસત્ય ગણી શકાય... કારણ, કાર્બોહાઈડ્રેટ ધરાવતા ખોરાક નું માંદગી માં થી સજા થવા માટે અલગ મહત્વ છે. વળી, કેટલીક ફેફસાં ની લાંબા ગાળાની બીમારી ડાયાબિટીસ ને છોડી અન્ય રોગો માં કાર્બોહાઈડ્રેટ રિકવારીમાં તથા માંદગી બાદ ની ઢીલાશ માં થી બહાર આવવા માટે અત્યંત આવશ્યક છે. આવા સંજોગોમાં વક્તા એ સ્પષ્ટ કરવું જરૂરી બને કે “ આપવામાં આવેલ મહિતિં કોને લાગુ પડે અને કોને ન પડે. આંખ મીચીને ઘેંટા ના ટોળાની જેમ આવી માહિતીઓને અનુસર્યા સૌ લોકો ને આ પ્રકારની માહિતી લાગુ ન પડે. વળી, આ પ્રકારની માહિતી અનુસરવામાં કેટલીક વાર લોકો માંદગી માં થી સજા થવાનો ગાળો વધારી દેતાં હોય છે. • ભ્રામક માહિતી થી બચો :- વાઈરલ થયેલા એક વીડિયોમાં એક અભ્યાસુ મહિલા માહિતી આપે છે કે વાઇરસ આપણા ખોરાક અને ખાસ કરી ને કાર્બોહાઈડ્રેટ માં થી ખોરાક મેળવે છે અને આપણા શરીરમાં વિકાસ પામી આપણા શરીર ને બીમાર કરે છે.આથી, કોરોના જેવા વાઇરસના શિકાર થયા હોઈએ તો એવા સંજોગોમાં ખોરાક બંધ કરી ઉપવાસ કરવા જોઈએ અથવા ખૂબ નહિવત પસંદગીના જ ખાદ્યપદાર્થો ખાવા જોઈએ. બિલકુલ તથ્ય વગર ની આ વાત ને ક્રોસ ચેક કરવા માટે મારા પર દિવસ ના અસંખ્ય કોલ આવે છે. અહી આ લેખ લખવા પાછળ નો હેતુ એ જ છે કે આ પ્રકારની વિડિયો જોનાર મહત્તમ લોકો સુધી સત્ય પહોંચી શકે કે “ ખરેખર આ વાત માં બિલકુલ તથ્ય નથી. હા, જો દર્દી ડાયાબિટીસનો શિકાર હોય તો એના શર્કરાયુક્ત લોહીને કારણે વાઇરસ ઝડપથી પોતાની વંશવૃદ્ધિ કરી શકે અને રોગ ઝડપથી ફેલાઈ શકે. પરંતુ એક સામાન્ય વ્યક્તિ માટે વાઇરસ ના હુમલા માંથી બહાર આવવા માટે પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, ખનીજત્તવો જેવા બધાજ પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં જોઈએ. જો દર્દી આ બધા પોષકતત્વો પૂરતી માત્રા માં ન લે, તો એવા સંજોગોમાં હૃદય, ફેફસાં, મગજ જેવા અત્યંત કાર્યરત અંગોને મળતો એનર્જી નો જથ્થો ઘટે જે ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે. આમ, સર્વે કવોલીફાઇડ ડાયેતિશિયનો તરફથી મારી સૌને હાથ જોડી વિનમ્ર અપીલ છે કે, મોબાઈલ માં આવનાર કોઈ પણ આહાર લક્ષી મેસેજ અને વીડિયોને પોતાના ડોકટર અને બિલકુલ 'કવોલીફાઈડ' ડાયેટીશિયન સાથે ચર્ચા કર્યા બાદ જ અમલ માં મૂકો. આંખ મીચીને કરેલું આંધળું અનુકરણ ક્યાંક પ્રાણઘાતક ન સાબિત થાય તેનું ધ્યાન રાખો.

197 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page