top of page

વેકેશન માં ફરવા જઈ રહ્યા છો? ખોરાક માં શું ધ્યાન રાખશો જેથી વજનનવધી ના જાય!

પરીક્ષાઓ પતી. રીઝલ્ટ આવી ગયા. કોરોના ગયો. તો આ છેલ્લા બે – બે વર્ષો થી ઘર માં બેસી રહેલા લોકો હવે બહાર ફરવા માટે તલપાપડ થાય છે. નેશનલ – ઇન્ટરનેશનલ હોલીડેઝ ના પેકેજ નક્કી થઈ ગયા અને લોકો ફરવા નીકળવાની તૈયારી કરી રહ્યા છે – તો ફરવા જાઓ ત્યારે સ્વાસ્થ્ય ની કાળજી અને ડાયેટ પ્લાન ડિસ્ટર્બ ન થાય તેનું ધ્યાન કઈ રીતે રાખશો તે આવો જાણીએ... 1. હેલધી નાસ્તા સાથે રાખો:- ફરવા નો પ્લાન બનાવો ત્યારે હેલધિ, તળેલા ન હોય એવા નાસ્તા સાથે રાખો અને જો લાંબી મુસાફરી હોય તો દર બે – અઢી કલાકે આરોગતાં રહો જેથી ભોજન સમયે પેટ એકદમ ખાલી ન રહે. આ નાસ્તા માં પોપકોર્ન, મખાણા, ખાખરા, બેકડ ચિપ્સ, મમરા ભેલ, સોયા ચિપ્સ જેવા નાસ્તા હોઈ શકે. 2. પાણી ની બોટલ સાથે રાખી દર થોડા થોડા સમયે પાણી પીવાની આદત રાખો જેથી ગરમી માં ટ્રાવેલ દરમ્યાન ડીહાઇડ્રેશન ન થઈ જાય. 3. જે જગ્યા એ જાઓ ત્યાં નું લોકલ ફૂડ ખાવાનો આગ્રહ રાખો. જે તે જગ્યા નો આહાર ત્યાં ના વાતાવરણ અને ખાદ્યપદાર્થ ની અવેલેબિલિટી ને અનુરૂપ આપણા શરીર માં પચે એવો હોય છે. ઉત્તર માં જઈ ઢોસા અને દક્ષિણ માં આલુ પરાઠા ખાવાનો આગ્રહ રાખવો નહિ. એમ કરતાં તબિયત બગાડવા ની શક્યતા રહે છે. 4. ઘરનો ખોરાક બહાર ખાવાનો આગ્રહ ન રાખો. ઘણી વાર ખાવાની તકલીફ પડશે એ બીકે આપણે ઘરે થી ઢગલો થેપલા, અથાણાં, ડીહૈદ્રેટેડ વાનગીઓ બેગ ભરી ને લઇ જતા હોઈએ છીએ. આ માટે આપણે ગુજરાતીઓ બદનામ છીએ. ખરેખર, જ્યાં – ત્યાં ના ખોરાક સાથે એડજેસ્ટ થવાથી બીમારી આવતી નથી પરંતુ ઘરે થી લઇ જવામાં આવેલા વાસી ખોરાક થી ચોક્કસ એસિડિટી અને પેટ બગાડવા ની સમસ્યા સર્જાઈ શકે છે. એટ લીસ્ટ ખીચડી અને દહી તો ભારત ની દરેક હોટલ માં મળશે જ અને વિદેશ જાઓ તો વેજીટેબલ કરી અને રાઈસ લઈ શકો. અને સાથે તાજા ગરમ સૂપ તો મળે જ! તો એની મજા લઇ શકો.! 5. બહારગામ રેસ્ટોરન્ટ માં ભોજન લેતા પહેલાં ત્યાંના તાજા શાકભાજી ના સલાડ અને સૂપ આરોગો જેથી અડધું પેટ હેલ્થી ખોરાક થી ભરાઈ જાય. ત્યારબાદ જેટલી ભૂખ હોય એટલો બીજો ખોરાક ખાવો. 6. બને ત્યાં સુધી ભાત અને ભાત ની બનાવટો ખાવાનો આગ્રહ રાખો. ઘઉં ના નામે મોટા ભાગે મેંદો પીરસવા માં આવતો હોય છે. આવા સંજોગોમાં બને ત્યાં સુધી ભાત ની વાનગીઓ જ આરોગવી સ્વાસ્થ્યપ્રદ છે 7. બને ત્યાં સુધી બેકડ અને ગ્રિલ કરેલા સ્ટાર્ટર નો ઓર્ડર કરો. તળેલા સ્ટાર્ટર ખૂબ વધુ કેલરી આપશે. 8. એરેટેડ પીણાં ને બદલે ફ્રેશ લાઇમ વોટર અથવા છાશ પીવાનો આગ્રહ રાખો. 9. આજકાલ ‘ હોમસ્ટે’ નો ટ્રેન્ડ ખૂબ ચાલ્યો છે. ફરવા ની જગ્યા એ હોટેલ ના બદલે ત્યાં ના સ્થાનિક લોકો ના ઘરો માં રહી ત્યાં જાતે રસોઈ કરી ખાવાની અથવા ત્યાંના સ્થાનિક લોકો ના હાથે બનેલી વાનગી આરોગવાની મજા આવે છે. આ સંજોગો માં ફ્રેશ અને આંખ ની સામે બનતો ખોરાક આરોગવા મળે છે જે સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ છે. આવા ' હોમસ્ટે 'ચોક્કસ ટ્રાય કરો. 10. બને ત્યાં સુધી બ્રેકફાસ્ટ માં સંપૂર્ણ આહાર લો. આ સંપૂર્ણ આહાર માં દૂધ, અનાજ, ફળો અને સૂકા મેવા જેવા વિવિધ વિટામીન અને ખનીજ તત્વો ધરાવતાં ખાદ્યપદાર્થો લો. 11. લંચ માં ખૂબ હળવા, દાળ- ભાત , ફળો, સલાડ, લસ્સી, ફ્રુટ યોગર્ટ જેવા પદાર્થો લો. 12. ડિનર બને તેટલું વહેલું લો.અને તેમાં વિવિધ તાજી બનાવેલી વાનગીઓ નો ઉપયોગ કરો. આમ, આટલા મુદ્દાઓ ધ્યાન માં રાખવાથી આપની સફર સ્વાસ્થ્યપ્રદ ચોક્કસ રહેશે અને સાથે સાથે ડાયેટિંગ પણ જળવાઈ રહેશે.

31 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comentários


bottom of page