આજકાલ લોકોમાં ‘ વીગનીઝમ ‘ શબ્દ ની ઘેલછા ઉપડી છે. જેને જુઓ તે ગર્વ થી પોતે ‘ વિગન ‘ છે એમ કહી પોતે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ ‘ સભાન ‘ છે એવું પ્રદર્શિત કરે છે. અહી આ લેખ દ્વારા માત્ર એટલું જ સમજાવવાનો પ્રયાસ રહેશે કે ‘વિગાનીઝમ ના ગાડરિયા પ્રવાહ માં જુવાનિયાઓ અને મઘ્યવસ્થા એ પહોંચેલા ગુગલિયા લોકો આંખ મીચીને ફોલો કરવામાં ક્યાંક સ્વાસ્થ્ય ને નુકસાન ન કરી બેસે.
તો આવો સમજીએ કે આ વિગનીઝ્મ એટલે શું ?, તેના સિદ્ધાંતો, ફાયદા અને ગેરફાયદા વિશે ચર્ચા કરીએ .
વિગનીઝમ એ એક પ્રકાર ની જીવનશૈલી છે. ઈ. સ..૧૯૪૪ માં ઇંગ્લેન્ડ માં કેટલાક શાકાહારી જીવદયા પ્રેમીઓ એ એક વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી ડિઝાઇન કરી જેનો મૂળ હેતુ 'મૂંગા પ્રાણીઓ ને પણ આપની જેમ જીવવાનો પૂરો અધિકાર છે ' એ સ્થાપિત કરવાનો હતો. વળી, પ્રાણીઓ પર ખોરાક ના નામે થતાં ક્રૂરતા પૂર્વકના અત્યાચાર ને અટકાવવાનો હતો.
ત્યારબાદ આ પ્રકારની જીવનશૈલી ના ફાયદાઓ સમજ માં આવવા માંડ્યા અને પછી વધુ ને વધુ લોકો આ હેતુ સાથે જોડાવા લાગ્યા. ત્યાં સુધી કે ‘પેટા ‘ જેવી ભારત ની જીવદયા સંસ્થા તથા ખ્યાતનામ હસ્તીઓ પણ આ શૈલી ને અનુસરવા લાગી.
લોકો વિગન જીવનશૈલી અપનાવવા માંડ્યા તેના મુખ્ય હેતુ નીચે મુજબ છે.
1. જીવદયા :- પ્રાણીઓ અને પ્રાણી જન્ય પેદાશો જેવલે ચામડું , દૂધ, મધ , જીલેટીન જેવા પદાર્થો નો ઉપયોગ ટાળવો જેથી મૂંગા પ્રાણીઓ પર થતા અત્યાચાર ને અટકાવી શકાય અને તેઓ પણ આ પૃથ્વી પર આપણા જેવા જ એક જીવ છે જેને આપણી જેમ સમાન જીવન નો અધિકાર છે એ હેતુ ને સિદ્ધ કરવો.
2. સ્વાસ્થ્ય ના ફાયદા :- વનસ્પતિ આધારિત ખોરાક સાત્વિક હોઈ તન અને પણ ના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
3. પર્યાવરણ નો બચાવ :- પ્રની જન્ય આહાર ના પ્રોસેસિંગ માટે પુષ્કળ પાણી નો ઉપયોગ થાય . વળી, પ્રાણીઓ ઘટતાં પૃથ્વી નું જૈવિક સંતુલન ખોરવાય છે જે વિગનીઝમ દ્વારા અટકાવી શકાય
સિલેબ્રિટી ને ફોલો કરી પોરસાવું. ( હળવાશ માં લેવું):- આજકાલ ધીરે ધીરે ઘણી જાણીતી હસ્તીઓમાં આ રીત ની જીવનશૈલી અપનાવવા માંડી છે. અહીં, વિગન લાઇફ સ્ટાઇલ આજકાલ સિલેબ્રિટી ઓ ખૂબ પ્રચલિત હોઈ તેઓ મુજબનું આંખ મીચી ને ફોલો કરતો એક મોટો વર્ગ છે.
વિગન ડાયેટ માં શેનો સમાવેશ થાય ?:-
વિગન ડાયેટ માં નીચે મુજબ ના ખાદ્યપદાર્થો નો સમાવેશ થાય છે.
• ફળો અને શાકભાજી
• કઠોળ
• સૂકા મેવા
• વેજીટેબલ ઓઈલ
• સોયાબીન, બદામ અથવા કોપરાના દૂધ નો ગાય / ભેંસ ના દૂધ ને બદલે સમાવેશ કરવા માં આવે.
વિગન હોવાનાં ફાયદા :-
• પાચનતંત્ર ની કાર્યક્ષમતા વધારે:- વિગન ડાયેટ પુષ્કળ ફળો અને શાકભાજી થી ભરપુર હોય શરીર ને પૂરતા પ્રમાણ માં રેષા મળી રહે એટલે આંતરડા નું સ્વાસ્થ્ય જળવાઈ રહે
• કેન્સર અને હૃદયરોગ માં ફાયદો :- પ્રાણીજ ખોરાક ન લેવાનો લીધે લોહીમાં ચરબી ઓછી ભળે. જેથી લિપિડ પ્રોફાઈલ સામાન્ય રહે છે. વળી, વધુ પડતા ચરબીયુક્ત પ્રાણીજ પદાર્થો અને તેમને વધુ પડતાં તેલ – ઘી માં પકવવાથી તે શરીર માં ટોકસીન ઉત્પન્ન કરે છે જે કેન્સર તરફ દોરી જઈ શકે.
• મૂડ માં સુધાર :- “ પ્રાણીઓ ને મારતા અટકાવી આપ નૈતિક દૃષ્ટિએ ખૂબ સારું અનુભવો તે સ્વાભાવિક છે. આપને કોઈક ને મારી ને ખાધા ના અપરાધભાવ માં થી મુક્તિ અપાવી શકે જે આનંદ ની અનુભૂતિ કરાવે.
• વજન માં ઘટાડો :- વીગન ડાયેટ નોનવેજ ડાયેટ ની સરખામણી માં ઓછી કેલરી અને વધુ રેષા ધરાવે જેથી ઓછી કેલરી માં પેટ જલ્દી ભરાઈ જાય અને વધુ પડતું વજન વધતું અટકાવી શકાય.
• ટાઇપ -૨ ડાયાબિટીસ નો ખતરો ટાળી શકાય:- ટાઈપ -૨ ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ મેદસ્વિતા અને ખોટી જીવનશૈલી મનાય છે. સંપૂર્ણ શાકાહાર અને રેશાયુક્ત ખોરાક મેદસ્વિતા થી બચાવી શરીર ને આંશિક રીતે ડાયાબિટીસ થવાથી દૂર રાખી શકે
• ત્વચા માટે ફાયદાકારક :- એવું માનવા માં આવે છે કે દૂધ અને દૂધ ની ચરબી ત્વચા ના રોગો માટે ખાસ કારણભૂત હોય છે. દૂધ ની એલરજી વિવિધ પ્રકારના ત્વચાના રોગો કરી શકે છે. વિગ ન
ડાયેટ માં દૂધ નો સમાવેશ થતો નથી એટલે એ રીતે ત્વચા માટે તે ફાયદાકારક નીવડી શકે.
વિગન જીવનશૈલી ના ગેરફાયદા :-
• વિટામિન બી-૧૨ ની ઉણપ :- ૯૦ % વિગન સ્ત્રોત વિટામિન બી-૧૨ ખૂબ જ નહિવત પ્રમાણ માં ધરાવે છે અને એથી મોટે ભાગ ના વીગનીઝ્મ
• થાક અને અશક્તિ લાગવી :- જો આપ માંસાહારી હોવ અને વિગન થવા માંગતા હોવ તો આ સૌથી પહેલો મુદ્દો ધ્યાન માં રાખવા જેવો છે. માંસાહાર દ્વારા ઓછી માત્રામાં વધુંકેલારી મેળવવા શરીર ટેવાયેલું હોય છે. વિગન ડાયેટ પ્રમાણ માં ઓછી કેલરી ધરાવતી હોઈ પર્યાપ્ત કેલરી પ્રાપ્ત ન થઈ શકતા શરીર ની વજન નિયંત્રણ ની વ્યવસ્થા ખોરવાય છે.
• અપચો :- વિગન ડાયેટ ફોલો કરતા લોકો પ્રોટીન માટે કઠોળ પર જ આધાર રાખે છે. આ કઠોળ ફાઇટેટ અને લેક્તીન જેવા એન્ટી ન્યુત્રીએન્ટ્સ ધરાવે છે જે આંતરડાં માં ગેસ ઉત્પન્ન કરી let ma દુખાવો કરી શકે છે.
• હોર્મોન ના પ્રોબ્લેમ :- મોટાભાગે વિગન પ્રાણી ના દૂધ ના બદલે સોયાબીન નું દૂધ અને તોફુ લેતા હોય છે . સોયાબીન ‘ ફાઇટો ઈસ્ટ્રોજન ‘ નામનો પદાર્થ ધરાવે છે જે શરીર માં હોર્મોન્સ ની ઉથલપાથલ કરી શકે છે. ખાસ કરીને પુરુષો માં સોયાબીન ખૂબ નુકસાનકારક ફેરફાર કરી શકે.
• ઓર્થોરેક્સિયા થઈ શકે :- કેટલાક લોકો ને “ ખૂબ સ્વસ્થ – હેલધી ખોરાક ખાવાની ઘેલછા લાગે છે. હેલધી ના નામે જે ગૂગલ પર લખ્યું હોય તેને શબ્દશ: અનુસરે ને અંતે ડિપ્રેશન નો સામનો કરવાનો આવતો હોય છે. આથી , મોટે ભાગ ના સ્વાસ્થ્ય સલાહકો વિગન શૈલી અપનાવવાની સલાહ આપતા નથી.
• સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે વર્જ્ય :- સગભૉ સ્ત્રી અને બાળકો જે વિકાસ ની અવસ્થા માં થી પસાર થતા હોય એ લોકો ના શરીર માં પુષ્કળ પોષક તત્વોની જરૂર હોય. અપૂરતી પોષણ વિકાસ ની પ્રક્રિયા ને રૂંધી શકે.
મારા મતે, આપણા પુરાણોમાં અને આયુર્વેદ માં યુગો થી દૂધ ના ફાયદા વર્ણવ્યા છે. ત્યાં સુધી કે આપણા ધાર્મિક રીત રિવાજો માં પણ દૂધ આગવું મહત્વ ધરાવે છે. દૂધ નું સ્વાસ્થ્ય શાસ્ત્ર – પોષણ શાસ્ત્ર માં પોતાનું સ્થાન છે. એથી બિલકુલ દૂધને છોડી ને અપૂરતા પોષણ નો ભોગ બનવાની હું સલાહ આપતી નથી જ.
Comments