top of page

વિટામિન્સ ના સપ્લીમેંટ્સ ક્યારે અને કઈ રીતે લેવા જોઈએ !?

ગાતાંકે આપણે કેલ્શિયમ અને આયર્ન ના સપ્લીમેંટ્સ લેતી વખતે ધ્યાન માં રાખવાની બાબતો વિશે વાત કરી. આ અંક માં આપણે વિટામીન્સ ના સપ્લીમેંટ્સ ક્યારે લેશું જેથી તેમનું શોષણ યોગ્ય પ્રમાણ માં થઈ રહે તે જોઈશું.

એ પહેલાં આવો જોઈએ વિટામિન કેટલા પ્રકારના અને કયા કયા હોય છે..

વિટામિન બે પ્રકાર ના હોય

૧- ફેટ સોલ્યુબલ :- કે જે ચરબી માં દ્રાવ્ય હોય જેવાકે વિટામિન એ, ડી, ઈ અને કે

૨- વોટર સોલ્યુબલ :- કે જે પાણી માં દ્રાવ્ય હોય જેવાકે વિટામિન બી અને સી.

આ દરેક વિટામિન શરીર માં અલગ અલગ રીતે, અલગ અલગ સમયે દ્રાવ્ય હોય છે. અહી આપણે આ વિટામિન ક્યારે અને કયા ખાદ્યપદાર્થો જોડે લઈ શકીએ જેના દ્વારા તેમનું શરીર માં અધિશોષણ મહત્તમ કરી શકાય તે સમજીએ.

• ફેટ સોલ્યુબલ વિટામીન્સ એ, ડી, ઈ,કે :- આ પ્રકાર ના વિટામીન્સ ચરબી માં દ્રાવ્ય હોવાથી આ વિટામિન ધરાવતી ગોળીઓ ખોરાક ની સાથે લેવી વધુ હિતાવહ છે. ખોરાક માં રહેલ ફેટ આ વિટામિન્સ ને દ્રાવ્ય કરી પચનમાર્ગ માં થઈ ને શરીર ને ઉપલબ્ધ કરાવે.

• વિટામિન ઈ ની ગોળીઓ આયર્ન ની ગોળીઓ સાથે લેવાથી નુકસાન કરી શકે છે.

• વિટામિન ડી ને ભોજન બાદ તરત દૂધ જોડે લેવામાં આવે તો ફાયદાકારક રહે છે.

આ વિટામિન શરીર ની જરૂરિયાત કરતાં વધુ પ્રમાણ માં લેવામાં આવે તો તે લિવર માં જમાં થાય છે.

• ગર્ભવતી સ્ત્રીઓ એ વિટામિન એ ના સપ્લિમેન્ટ લેવા નહિ. વધુ પડતું વિટામિન એ ગર્ભપાત માટે જવાબદાર કારણ હોઈ શકે.

• વોટર સોલ્યુબલ વિટામીન્સ બી અને સી :- વોટર સોલ્યુબલ વિટામીન્સ એસિડિક વાતાવરણ માં ઝડપ થી શોષણ પામે છે. એથી કહી શકાય કે સવારે ઉઠી ને ખાલી પેટે જો વિટામિન બી કૉમ્પ્લેક્સ ની ગોળી લેવામાં આવે તો એ સૌથી વધુ ફાયદાકારક રહે છે. અલબત, જમવા ના અડધો કલાક પહેલા અથવા જમ્યા ના બે કલાક બાદ વિટામિન બી કૉમ્પ્લેક્સ ની ગોળી લઈ શકાય.

• .વિટામિન સી ની ગોળીઓ ગમે તે સંજોગો માં શરીર માં શોષણ પામે છે. હા , મોડી રાત સિવાય ના કોઈ પણ સમયે વિટામિન સી ની ગોળીઓ લઈ શકાય. વિટામિન સી અને વિટામિન ઈ ની ગોળીઓ સાથે લેવાથી તેમનું શોષણ સારા પ્રમાણ માં થાય છે.

• વિટામિન બી 12 ની ગોળી સવારે ખાલી પેટે લેવી જોઈએ. વિટામિન બી ૧૨ સાથે વિટામિન બી ૧(થાયામીન) તથા કોપર જોડે લેવાથી ફાયદાકારક સાબિત થાય છે.

• ફિશ ઓઇલ ની ગોળીઓ વિટામિન ડી ની ગોળી જોડે ભોજન બાદ લઈ શકાય.

• વિટામિન કે ની ગોળી ને લોહી પાતળું કરવાની દવાઓ સાથે લેવી નહિ.

• વિટામિન બી ૧૨ ની ઊણપ ને કારણે એનિમિયા, થાક લાગવો , ડિપ્રેશન જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. આવા સંજોગો માં વિટામિન બી ૧૨ સ્નાયુઓ માં ઇન્જેક્શન દ્વારા આપવામાં આપે છે. આ ઇન્જેક્શન કોઈ પણ સમયે લઈ શકાય છે.

• આવી જ રીતે કેલ્શિયમ પણ વિટામિન ડી સાથેના કોમ્બિનેશન માં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. પરંતુ આ ઇન્જેક્શન કવોલિફાઇડ ડોકટર દ્વારા અપાય તે જરૂરી છે.

• ઘણી વાર ઓપરેશન બાદ પેશન્ટ જ્યારે વધુ ખોરાક લઇ શકતું નથી ત્યારે એને લોહી માં સીધા બાટલા દ્વારા પોષકતત્વો આપવામાં આવે છે. આ રીતે બોટલ માં ડોકટર અને નર્સ ની હાજરી માં આપવા માં આવે છે જેના દ્વારા દર્દી માં શક્તિ નો સંચાર થાય છે.

• સપ્લીમેંટ્સ હંમેશા ડોકટરની સૂચના મુજબ ના જ લો. જાતે ગૂગલ કરીને અથવા જાહેર ખબરો જોઈ ને જરૂર વગર સપ્લીમેંટ્સ લેવાથી નુકસાન વધુ અને ફાયદો ઓછો થાય છે.


આમ, આટલાં મુદ્દાઓ ધ્યાન માં રાખવાથી વિટામિન ની ગોળીઓ નો મહત્તમ ફાયદો મેળવી શકાય.78 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Commentaires


bottom of page