top of page

વૃદ્ધાવસ્થા માં દાંત ની કાળજી, ચોકઠાં નું એડજસ્ટમેન્ટ અને પોષણ ની સમસ્યા:-


આખી જિંદગી ચડાવ – ઉતાર, પૈસા કમાવા અને પચાવવા ની ભાંજગડ, બાળકો ના સુખ માટેની દોડાદોડી માં ક્યારે આપણાં દાંત નબળા પડવા માંડ્યા , સડો થવા માંડ્યો, પેઢિયા ઢીલા થયા, એ ઉપર ધ્યાન જ ન આપી શકાયું. અને છેલ્લે નોબત આવી બધા દાંત પડાવી ને નકલી દાંતો નું ચોકઠું કરવી ને પહેરવાની ! આ પરિસ્થિતિ હું લખી રહી છું એટલી સરળ નથી. પીડાદાયક અને અગવડરૂપ છે. દાંત પડાવ્યા બાદ નવું ચોકઠું આવે ત્યાં સુધી નબળા પેઢાં સખત થાય ત્યાં સુધી દાંત વગર ખોરાક લેવો અને નવું ચોકઠું આવે પછી એની સાથે ખોરાક ચાવવા નું એડજેસ્ટ થવું એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. કેટલાક મહિનાઓ પહેલાં મારી મમ્મી ને ચોકઠું કરાવ્યું ત્યારે તે આ પ્રક્રિયા માંથી પસાર થઈ  પરંતુ એના પર લેખ લખી શકાય એવો વિચાર ત્યારે નહોતો આવ્યો. તાજેતર માં એક પ્રસંગે મારા કાકા અને સિનિયર કેળવણીકાર  શ્રી સુરેશભાઈ પારેખ ને મળવાનું થયું અને તેમણે સૂચન કર્યું કે “ આ જટિલ પ્રક્રિયા દરમ્યાન વ્યક્તિ પૂરતો ખોરાક લઇ શકતો નથી અને એના પરિણામે કુપોષણ ની પરિસ્થિતિ સર્જાઈ શકે છે . આ કુપોષણ અન્ય મોટા રોગો નું પરોક્ષ કારણ હોઈ શકે છે . તો આ સમયે દાંત સાથે ના એડજસ્ટમેંટ ના ગાળા દરમ્યાન પોષણ કંઈ રીતે જાળવી શકાય એના પર લેખ લખવો એક ડાયેટિશિયન તરીકે જરૂરી બને !” ખરેખર આ વાત ગળે ઉતરી ગઈ ..તો લો, આ દાંત ના ચોકઠાં ના એડજસ્ટમેંટ ની  પ્રક્રિયા દરમ્યાન પોષણ કઈ રીતે જાળવવું એ વિષય પર  બે અંકો માં વિભાજીત લેખ લખી રહી છું.

૧- દાંત નું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું

૨- દાંત નું ચોકઠું કરાવવા અને તેના યોગ્ય ગોઠવાવા ની પ્રક્રિયા દરમ્યાન પોષણ નું મૂલ્ય કઈ રીતે જાળવવું

દાંત નું સ્વાસ્થ્ય જાળવવું :-

આપણે જે કંઈ મોઢામાં મૂકીએ છીએ તે સૌથી પહેલા આપણા દાંત ના સંપર્ક માં આવે છે અને એથી જ જો દાંત સ્વસ્થ હોય તો મોઢા માં થી નીચે પાચનતંત્ર તરફ જતો ખોરાક પણ યોગ્ય રીતે પાચન પામે છે. આપણા મુખ માં અસંખ્ય જીવાણુઓ રહેલા છે જો દાંત નો યોગ્ય સફાઈ ન કરવા માં આવે તો આ જીવાણુઓ તરત જ ખોરાક માં સંપર્ક માં આવી રોગો ઉત્પન્ન કરી શકે છે. દાંત નો સડો અને લાળ ની ઓછી માત્ર આ જીવાણુઓની સંખ્યામાં  વધારો કરે છે.

વૃદ્ધાસ્થા માં લાળ નું પ્રમાણ ઘટે છે અને દાંત નો સડો એ ખૂબ સામાન્ય ઘટના છે . તો આવો દાંત ના સ્વાસ્થ્ય ને કઈ રીતે જાળવિશું તે જોઈએ.

વૃદ્ધાવસ્થા માં થતી દાંત ની સમસ્યાઓ ના નિવારણ માટે દાંત ના તબીબો ની ખાસ બ્રાન્ચ છે જેને “ જેરિયો ડોન્ટિકસ “ કહેવા માં આવે છે . આ વૃદ્ધો માટેના દાંત ના તબીબો નીચે મુજબ ના મુદ્દાઓ સૂચવે છે.

1.      મુખ માં લાળ નું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પાણી પીઓ. એકસાથે વધુ પાણી ન પીતાં દર કલાકે – કલાકે ૧૦૦-૧૫૦ મિલી પાણી પીઓ.

2.      વધુ પડતો ખાંડ નો ઉપયોગ ટાળો. ગળ્યો ખોરાક બેક્ટેરિયા ને ખૂબ માફક આવે છે અને તે દાંત પર ચોંટી દાંત માં સડો ઉત્પન્ન કરે છે.

3.      મીઠાઈ, આઈસ્ક્રીમ, ચોકલેટ અને ભગવાન ના પ્રસાદ ખાધા પછી પણ દાંત ને બ્રશ કરવાની આદત પાડો

4.      વધુ માત્રા માં ફળો અને શાકભાજી નું સેવન કરો..ફળો મુખ ની ચીકાશ ઘટાડી જીવાણુઓ ને અનુરૂપ વાતાવરણ થવા દેતા નથી

5.      તંબાકુ નું સેવન કરતા હોવ તો બંધ કરો. તંબાકુ છોડવા માટે ડોકટર ની સલાહ લઈ શકાય.

6.      બીડી – સિગારેટ નું સેવન પણ દાંત માટે એટલું જ હાનિકારક છે. નિકોટીન ને કારણે દાંત પર છરી બાઝે છે જેમાં સૂક્ષ્મ જીવાણુઓ વસવાટ કરે છે.

7.      ખોરાક બરાબર ચાવી ને ખાઓ. ( એક કોળીઓ ઓછા માં ઓછો ૩૨ વાર ચાવવો ) આમ કરવા થી દાંત અને પેઢાં ને કસરત મળે છે અને વળી, વધુ ચાવવા થી વધુ લાળ ઉત્પન્ન થાય છે જે મુખ ના સ્વાસ્થ્ય માટે જરૂરી છે .

8.      એસિડિટી થાય તેવા તીખા – તળેલા ખોરાક ને ટાળો . તીખો અને તળેલો આહાર પચાવવા માટે જઠર માં વધુ એસિડ ઉત્પન્ન થાય છે . આ એસિડ જો વધુ માત્રા માં ઉત્પન્ન થાય તો તે ઉપર તરફ એટલેકે મોઢા માં આવે છે જેને આપણે ‘ એસિડ રિફલકસ ‘ ના નામે ઓળખીએ છે. આ એસિડ રિફલક્સ મોઢા સુધી આવી ને દાંત પર લાગે ત્યારે દાંત નું ઉપલું પડ જે ઇનેમલ ના નામે ઓળખાય છે તેને નુકસાન પહોચાડે છે અને અંતે દાંત નબળા પડે છે. આથી ઉમર વધતા તીખા તમતમતા ખોરાક ખાવાનો આગ્રહ ઓછો કરો.

9.      ખોરાક ખાધા પછી કોગળા કરવાની આદત પાડો. ખોરાક ચાવી ચાવી ને ખાધા બાદ દાંત માં ભરાયેલા સૂક્ષ્મ ખાદ્ય કણો નીકળી જવા ખૂબ જરૂરી બને છે. આ માટે ચોખ્ખા પાણી ના કોગળા ખૂબ જરૂરી છે.

10.   દવાઓ જેવીકે બ્લડ પ્રેશર ની દવાઓ, એન્ટી હિસ્ટામીનિક દવાઓ, ડિપ્રેશન માટેની દવાઓ, શરીર ના દુખાવા ની દવાઓ, માઇગ્રેન ની દવાઓ વિ પૈકી કેટલીક દવાઓ મુખ ને શુષ્ક કરી દે છે જેના કારણે લાળ નું ઉત્પાદન ઘટે છે અને દાંત ન સ્વાસ્થ્ય પર એની અસર થાય છે. જો અમુક દવાઓ લેવાથી મોઢું સુકાતું હોય તો આપના ડોકટર ને જાણ કરી ડોકટર ને તે દવા બદલી શકાય કે કેમ તે વિશે પૃચ્છા કરો અને ન જ બદલી શકાય એમ હોય તો  આ દવાઓ સાથે અને દિવસ દરમ્યાન પુષ્કળ પાણી પીઓ.

આમ , આટલા મુદ્દાઓ ને ધ્યાન માં રાખી અમલ કરવાથી દાંત નું સ્વાસ્થ્ય શક્ય એટલું સાચવી શકાય છે.

 

 

 

11 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comentarios


bottom of page