top of page

શિયાળા ની ઔષધિઓ :- અમૃત ફળ આમળા

ગયા અંકે આપણે શિયાળા ના સુપર ફૂડ વિશે જાણ્યું. આ અંકે આપણે શિયાળા માં મળતાં આમળા વિશે માહિતી મેળવીએ.

ભારત અને એની આસપાસ ના એશીયાઇ દેશો માં આમળા ની ખેતી બહોળા પ્રમાણમાં થાય છે. આમળા સ્વાદે ખાટા- તૂરા હોય પણ તેને અલગ અલગ સામગ્રીઓ જોડે ભેળવી સ્વાદિષ્ટ બનાવી ને આરોગી શકાય છે. કહેવાય છે કે લગભગ ૧૦૦૦ વર્ષ પહેલાં થી આમળા નો ઉપયોગ ભારત માં આયુર્વેદાચાર્યઓ દ્વારા ઔષધિ તરીકે કરવા માં આવ્યો છે.

આવો, અહી આમળા માં રહેલા ઔષધીય ગુણો વિશે જાણીએ.

• રોગ પ્રતિકારક શક્તિ વધારે :-૧૦૦ ગ્રામ આમળા ૨૦ સંતરા માં હોય એટલું વિટામિન સી ( લગભગ ૨૧૦ મી. ગ્રા.) ધરાવે છે. એથી, કોરોના કાળ માં સૌથી વધુ મહત્વની એવી રોગપરતિકારકશક્તિ માં વધારો કરવા માં આમળા મોટો ભાગ ભજવી શકે છે.

• ડાયાબિટીસ ના દર્દીઓ માટે લાભકારક :- આમળા માં રહેલા સોલ્યુબલ રેષા લોહીમાં ઝડપ થી ભળી સાકર ને લોહીમાં ભળતી અટકાવે છે. એથી જમવા પહેલાં એક આમળા નું સેવન ડાયાબિટીસ ના દર્દીઓ ને લાભકારક સાબિત થઈ શકે.

• એનિમિયા ના દર્દીઓ ને ફાયદાકારક :- આમળા માં રહેલું વિટામિન સી ખોરાક માં લીધેલા આયર્ન નું અધિશોષણ થવામાં અડદૃપ થાય છે. વળી, જો આયર્ન ની દવા લેતા હોવ તેની સાથે અથવા લીલી ભાજી , બીટ, ખજૂર, અંજીર , રાગી જેવા વધુ આયર્ન ધરાવતા ખાદ્યપદાર્થો ની સાથે આમળા ના રસ નું અથવા આખા આમળા નું સેવન કરવા માં આવે, તો લોહી માં હિમોગ્લબિન નું પ્રમાણ ઝડપ થી વધી શકે છે.

• પાચનક્રિયા સરળ બનાવે :- આમળા ના રેષા પાચનતંત્ર ની હલનચલન ( તબીબી ભાષા માં peristalsis) ને નિયંત્રિત કરે છે. જે લોકો ઇરિટેબલ બોવેલ સિંડ્રોમ ( ખૂબ ઝડપી ચયાપચય ) થી પીડાતા હોય, તેઓ માટે આમળા ઉપકારક સાબિત થાય છે. સવારે નરણા કોઠે ૧ આમળું મીઠાં સાથે ખાવાથી ફાયદાકારક થઈ શકે છે.

• આંખો ની ઔષધિ :- ઉમર વધતાં આંખો ના સ્નાયુઓ નબળા પડે છે. આમળા નું વિટામિન એ આંખો ના સ્નાયુઓ ને મજબૂત બનાવે છે. શિયાળા દરમ્યાન કરેલું આમળા નું સેવન આખા વર્ષ દરમ્યાન આંખો ને રોગો થી બચાવે છે. વળી, વિટામિન સી આંખો ને કનજેકટીવાઈટીસ જેવા આંખોના રોગો થી બચાવે છે.

• યાદશક્તિ અને મગજ ની કાર્યશક્તિ માં વધારો :- આમળા માં રહેલા ફાઇટો ન્યુટ્રીએન્ટ્સ એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરી લોહી ને શુદ્ધ કરી મગજ તરફ શુદ્ધ લોહી પહોચાડે છે. જેથી યાદશક્તિ માં સુધારો જોવા મળે છે.

• એસિડિટી નો રામબાણ ઈલાજ :- આમળા નો રસ જઠર માં ના એસિડ ને મંદ કરે છે. એસિડિટી થઈ હોય તો ૩૦ મિલી. આમળા નો રસ જમ્યા પછી પીવા થી એસિડિટી માં રાહત થાય છે.

• કેન્સર માં અસરકારક :- આમળા માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો લોહી શુદ્ધ કરે છે. અને અશુદ્ધિઓ શરીર ની બહાર ફેંકવામાં શરીર ના અંગો ને મદદ કરે છે. અને આ રીતે કેન્દ્ર ના કોષો ને શરીર માં ફેલાતા રોકે છે.

આમળા નો મીઠાં સાથે ખાઈ શકાય છે. આ ઉપરાંત ટેકો જ્યુસ બનાવી સવારે નરણે કોઠે પીવાથી તે ફાયદાકારક રહે છે. આમળા ના મુરબ્બા અને ચ્યવનપ્રાશ સ્વાસ્થ્યવર્ધક સાબિત થાય છે. પરંતુ ડાયાબિટીસ અને હાઇપરટેન્શન ના દર્દીઓ એ ડાયેટિશિયન ની સલાહ મુજબ જ સેવન કરવું. દિવસ ના એક થી બે આમળા તે પણ ફળ તરીકે અથવા જ્યુસ તરીકે લેવા વધુ આરોગ્યપ્રદ છે. વધુ માત્રા માં લેવામાં આવે તો ગેસ અને ડાયેરિયા કરી શકે છે.

સ્વાદિષ્ટ અને સુપાચ્ય એવા ૧૦૦ ગ્રામ આમળા નીચે પ્રમાણેની માત્રા માં પોષકતત્વો ધરાવે છે


21 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Opmerkingen


bottom of page