top of page

શિયાળા ના સુપર ફૂડ :-


તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, તે શરીર ને ઉર્જા આપે છે, તે મુડ સુધારી છે, તે ચરબી ઉતારવા માં મદદરૂપ થાય છે.જી ના. હું વિટામિન સપ્લીમેંટ્સ ની વાત નથી કરતી. હું વાત કરૂ છું શિયાળા માં તન મન ને સ્વાસ્થ્ય રાખતા કેટલાક સુપર ફૂડ ની. .

શિયાળા માં શરીરની ત્વચા નું તાપમાન વધારવા માટે શરીર એ વધુ કેલરી બાળવી પડે જેથી આપણી ભૂખ ઊઘડે અને ખાધેલું સારી રીતે પછી પણ જાય. અને જો યોગ્ય ખાદ્યપદાર્થો નું સેવન કરવામાં આવે તો આ કોરોના કાળ માં રોગપ્રિકારકશક્તિ વધારી સ્વાસ્થ્ય નું જતન સારી રીતે કરી શકાય.

શિયાળા માં કેટલાક ખાદ્યપદાર્થો નું સેવન આખા વર્ષ માટે જરૂરી એવા પોષકતત્ત્વો એકસાથે સારા પ્રમાણ માં પૂરા પાડે. આવો આજે એવા કેટલાક ખાદ્યપદાર્થો વિશે સમજ લઈએ કે જેનું સેવન શિયાળા માં ખાસ કરવું જોઈએ.

1. અખરોટ :- અખરોટ માં અન્ય કોઈ પણ ખાદ્યપદાર્થો ની સરખામણી માં બમણા એન્ટી ઓક્સિડન્ટસ્ હોય છે. અખરોટ સારા પ્રમાણમાં ઉર્જા આપે અને એન્ટી ઓક્સિડન્ટ લોહી શુદ્ધ કરી રોગપ્રતિકારકશક્તિ માં વધારો કરે. વળી, શિયાળા માં ઠંડક ને કારણે લોહી ની નળીઓ સંકોચાવા ના પ્રસંગો વધે જેને કારણે જ શિયાળા માં હૃદયરોગ ના હુમલાઓ ના કિસ્સા વધી સાંભળવા મળે છે. આ સંજોગો માં અખરોટ રક્ત નલિકા ઓ ને સાફ કરવામાં મદદરૂપ થતું હોઈ અખરોટ નું સેવન શિયાળામાં અનિવાર્ય બની જાય છે.

કેટલા પ્રમાણ માં લેવું ?:- અખરોટ સવારે ઉઠી ને વધુ માં વધુ ૩ નંગ એટલેકે ૬ અડધિયા લેવા જો અખરોટ થી મોઢા માં છાલાં પડતાં હોય, તો અખરોટ રાત્રે પાણી માં પલળ્યા બાદ સવારે ખાવી.

2. કઠોળ :- કઠોળ પ્રોટીન નો સ્ત્રોત છે. પ્રોટીન ઇન્ફેક્શન ઘટાડવા માં, શરીર ને તાકાત આપવા માં, શરીર ની ચરબી બાળવામાં અને પેટ ને ભરેલું રાખવા માં અતિ મહત્વનો ભાગ ભજવે છે. કઠોળ માં પ્રોટીન ઉપરાંત સારા પ્રમાણ માં રેષા અને વિટામિન તથા ખાનીજત્તવો હોય છે . આપણી ભારતીય આહરશૈલી માં દાળ કઠોળ નું આગવું સ્થાન છે જ. પરંતુ કોરોના કાળ ના શિયાળા માં રોજ દરેક વ્યક્તિ ના આહાર માં ઓછામાં ઓછું ૨૫-૩૦ ગ્રામ કઠોળ ( ૨૦૦ ગ્રામ રાંધેલું) હોય તે અનિવાર્ય છે.

કઈ રીતે અને ક્યારે લેશો ?:- કઠોળ ને પચતાં વાર લાગતી હોઈ બને ત્યાં સુધી રાત ના ભોજન માં તેનો સમાવેશ કરવો નહિ. સવારે બ્રેકફાસ્ટ માં બાફેલા કઠોળ ની ચાટ, દાળ ના ચિલ્લા, ઢોકળા, હાંડવો વિ. અને બપોર ના જમવા માં દાળ સ્વરૂપે ખાસ લેવા. હા, ફણગાવેલા કઠોળ પચવામાં હલકાં હોઈ સાંજ ના ભોજન માં ઉમેરી શકાય પણ બને તો તે રાંધી ને લેવા. કાચા સ્પ્રાઉત્સ અપચો અને ગેસ કરી શકે.

3. સફરજન :- કહેવાય છે ને “ એન એપલ અ ડે, કિપ્સ ડોક્ટર અવે” . ખાસ કરીને શિયાળા માં મળતાં પાતળી છાલ વાળા સફરજન એની છાલ સહિત આરોગવા માં આવે તો પુષ્કળ પ્રમાણ માં (૪૮ ગ્રામ માત્ર એક સફરજન માં થી) રેષા, આંતરડા ને ઉપયોગી એવા હેલધી બેક્ટેરિયા ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે. સફરજન લોહી માં નું કોલેસ્ટેરોલ ઘટાડતું હોવાનું વૈજ્ઞાનિકો દ્વારા સાબિત કરવામાં આવ્યું છે. સફરજન નું સેવન લોહી ની એસિડિટી ઓછી કરે છે. જેથી કોરોના થી બચવા પીવામાં આવેલા પુષ્કળ ગરમ ઉકાળા અને એન્ટી બાયોતિક્સ દ્વારા થતી એસિડિટી , સફરજન ના યોગ્ય માત્ર માં સેવન દ્વારા કાબૂ માં કરી શકાય છે.

આમ, ઉપર મુજબ ના ખાદ્યપદાર્થો નું શિયાળા માં યોગ્ય માત્ર માં અચૂક સેવન કરશો. આવા જ બીજા ખાદ્યપદાર્થો વિશે આવનારા અંકો માં જાણકારી મેળવીશું.


67 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page