top of page

શિયાળા નું સુપર ફૂડ ‘ આમળા ‘:- આમળા નું આયુર્વેદ ની દૃષ્ટિ એ મહત્વ :-

Writer: Fit AppetiteFit Appetite

હવે ૩ મહિના સરસ તાજા ફ્લુરોસન્ટ લીલા રંગ ના આમળા મળશે. ખાટા – તૂરા આમળા ના સ્વાસ્થ્ય માટેના ફાયદા ઓ થી આપણે ભારતીયો હજારો વર્ષો થી માહિતગાર છીએ.આમળાને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેમાં દરેક રોગની દવા કહેવામાં આવ્યા છે. પ્રાચીન આયુર્વેદમાં પણ અનેક રોગોના ઉપચાર માટે આમળાનો જુદી જુદી રીતે પ્રયોગ કરવામાં આવતો હતો. આમળા નો ઉપયોગ સૌપ્રથમ ઔષધિ તરીકે કોણે કર્યો એ હજુ અપ્રસ્તુત છે પરંતુ પોષણ શાસ્ત્રીઓ દ્વારા થયેલી અસંખ્ય શોધખોળો અને પ્રયોગો બાદ આમળા ના સ્વાસ્થ્ય માટે ફાયદા અહી પ્રસ્તુત કરું છું.

આમળાને સુપરફૂડની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આમળામાં એન્ટિ-ઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ફળની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી અને તેનું ધાર્મિક મહત્વ છે. પુરાણોમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આમળાના ઝાડની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. આમળા વ્યક્તિને યુવાન અને સ્વસ્થ રાખે છે અને તેને અંગ્રેજીમાં indian gooseberry કહેવામાં આવે છે. આમળાના અંગ્રેજી નામ પરથી જ તેનો ઉદભવ ભારતીય ઉપખંડમાં થયો હોવાનું સ્પષ્ટ થાય છે. આમળાનું વર્ણન ઉપનિષદ, પુરાણો ઉપરાંત ભારતના પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં છે. જેના પરથી ખ્યાલ આવે છે કે, આ ફળ ખૂબ પ્રાચીન છે

આયુર્વેદમાં આમળાનું મહત્ત્વ: આમળાને આયુર્વેદમાં અમૃતફળ અથવા ધત્રી ફળ કહેવામાં આવે છે. જેનો વૈદિક કાળથી ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તવમાં, આયુર્વેદમાં, આમળાનો ઉપયોગ ‘કષ્ટૌષધી’ (વૃક્ષો અને છોડમાંથી બનેલી દવાઓ), ‘રસૌષધી’ (ધાતુઓ અને ખનિજોમાંથી બનેલી દવાઓ) અને ઘણા મિશ્રિત રસાયણોમાં વિવિધ ઉપચારોમાં થાય છે.

ગુણધર્મો:-

આમળા નું ફળ ગોળાકાર હોય છે. ફળની છાલ સુવાળી, અર્ધપારદર્શક અને આછા લીલા રંગની હોય છે.

એક ફળનુ વજન અંદાજે ર૪ ગ્રામ જેટલુ હોય છે. તેનો માવો આછા લીલા રંગનો, પોચો અને રેષાવગરનો હોય છે. ઠળિયો ગોળાકાર હોય છે. ફળમાં કુલ દ્રાવ્ય ક્ષારોનુ પ્રમાણ અંદાજે ૧૩.૪ અને૧૦૦ ગ્રામ માવાદીઠ વીટામીનસી નું પ્રમાણ ૮૦૦ -૧૦૦૦ મીગ્રા હોય છે.મોડી પાકતી જાત છે. (ફળ ડીસેમ્બર માસના મધ્ય પછી તૈયાર થાય છે).

આમળા ‘ રસાયણ ફળ ‘:-

આર્યુવેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. રસાયણ એટલે જે વૃધ્ધત્વ અટકાવે અને શકિતઆપે તેને રસાયણ કહે છે. અમૂક ફળો ફકત શકિતજ આપે છે. આમળામાં તમામ રોગો દુર કરવાની શકિત છે. તેને યોવનફળ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આમળાના ફળો કાચા ખાવામાં ઘણાં ખાટા અને તુરાશ પડતાં લાગે છે. આ ફળો એકી સાથે એકથી વધારે ખાવામાં આવે તો દાંત અંબાઈ (ખટાઈ) જાય છે. આ ફળોની જો કોઈ બનાવટ ન બનાવીએ તો લાંબો સમય સુધી સંગ્રહી શકાતા નથી અને બગડી જાય છે. આવી પરિસ્થિતિમાં જયારે આમળાની સીઝન ચાલુ હોય અને બજારમાં પુષ્કળ પ્રમાણમાં આમળા મળતાં હોય ત્યારે તેની વિવિધ બનાવટો બનાવી તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. અને જયારે જરૂર પડે ત્યારે ખાવાનાં ઉપયોગમાં લઈ શકાય છે. જેથી માણસની તંદુરસ્તી માટે જરૂરી વીટામીનસી અને પૌષ્ટીક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે. આમળાના ફળોનો મહીમા ભારત વર્ષમાં પ્રાચીન સમયથી જાણીતો છે. આમળામાં વિવિધ પ્રકારની ઘણી જ બનાવટો બનાવી શકાય છે. આમળાની સૌથી મોટી ખુબી એ છે કે એને બાફો, વાટો, છુંદોએમાં રહેલું વિટામીનસી સચવાઈ રહેતુ હોય છે. સામાન્ય રીતે દૂધ ખટાશ ભેગા ન લેવાય એવું ડોકટરવૈધહકીમો કહે છે. પરંતુ આમળાઆ નિયમમાં અપવાદ છે. હોમિયોપેથીમાં પણ આમળાનો ઉપયોગ થાય છે.

આયુર્વેદિક મહત્વ

આમળાનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાની બનાવટમાં થાય છે. આમળાનો દવા તરીકેનો ઉપયોગ આપણને વૈદિક સાહિત્યમાં પણ જોવા મળે છે. આમળાનો ઉપયોગ બળતરા, કબજીયાત, ઉલટી, અમ્લપિત, વગેરે સામે ઘણો જ અસરકારક જોવા મળેલ છે. આમળાએ ત્રીફલા ચૂર્ણ ના ત્રણ મુખ્ય ઘટકો ( આમળા, હરડે અને બહેડા) પૈકીનો એક છે. આ ઉપરાંત, કાયાકલ્પ માટે વપરાતું રસાયણ ચૂર્ણ (આમળા, ગોખરૂ અને ગળો)માં પણ આમળાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, તંદુરસ્તી અને યાદશકિત વધારવા માટે વપરાતુ ચ્યવનપ્રાશ પણ આમળાની પેસ્ટ માંથી બને છે. ભારતીય વૈજ્ઞાનીકોના મત મુજબ આમળામાં મુખ્ય ઐાષધીય ઘટક તરીકે ફાયલેમ્બ્લીન આવેલુ છે. આ ઉપરાંત ગેલીક એસીડ, ટેનીન, પેપ્ટીન અને એસ્કોરબીક એસીડ મુખ્ય ઘટકો છે.

 

 

આમળામાં પોષક તત્વોનું પ્રમાણ :- (  ૧૦૦ ગ્રામ આમળા નો ગર)

 

આ અંકે આમળાનું આયુર્વેદિક દૃષ્ટિ એ સ્વાસ્થ્ય માં મહત્વ સમજ્યું. હવે આવતા અંકે આમળા રોગો ના ઉપચાર માટે કઈ રીતે અને કેટલી માત્રા માં લેવા જોઈએ તથા આમળા નું સેવન કોણે ન કરવું અને આમળા થી સ્વાસ્થ્ય ને શા ગેરફાયદા થઈ શકે તે સમજીશું.

 

 

 

 

 

 

 
 
 

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

תגובות


bottom of page