top of page
Writer's picturePurple Money

શિયાળા ના સુપર ફૂડ – લીલી ભાજી


આપણે જોયું કે શિયાળા માં મળતાં કેટલાક ખાદ્યપદાર્થો નું સેવન આખા વર્ષ ના સ્વાસ્થ્ય માટે જવાબદાર હોય છે. અહી આ અંકે આપણે લીલી ભાજીઓ વિશે માહિતી લઈશું

લીલી ભાજી

શિયાળા માં દરેક પ્રકાર ની ભાજીઓ ખૂબ જ સસ્તી એન્ડ સારી મળે. આ લીલી ભાજીઓ ખૂબ સારા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે. લોહી ને શુદ્ધ કરવાની સાથોસાથ કોલેસ્ટેરોલ ની માત્રા ઘટાડવામાં મદદ કરે. અહી કેટલીક મુખ્ય ભાજીઓ વિશે જાણકારી મેળવીએ.


• પાલખ :- પાલખ ની ભાજી આખું વર્ષ મળે છે પણ શિયાળા માં તેની ગુણવત્તા ખૂબ ઊંચી હોય છે. પાલખ ની ભાજી ખૂબ મોટા પ્રમાણ માં લોહતત્વ ધરાવતું હોઈ એનિમિયા ના દર્દી ઓ ( ઓછું હિમોગ્લોબીન ધરાવતા વ્યક્તિઓ) તથા ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક રહે. સવારે પાલખ નો રસ લીંબુ નીચોવી ને લેવાથી હિમોગ્લોબીન માં ચમત્કારિક વધારો જોવા મળે છે.

પાલખ ની ભાજી વિટામિન એ અને કે ખૂબ સારા પ્રમાણ ના ધરાવે છે જે લોહી ના ગંઠવા માં અને આંખો ના રોગોમાં ખૂબ મદદરૂપ થાય છે.

ભાજી માં રેષા નું પ્રમાણ ઊંચું હોઇ કબજિયાત જેવા રોગો માં રાહત મળે છે.

આ ઉપરાંત કેલશિયમ , મેગ્નેશિયમ , પોટેશિયમ, જેવા ખનીજત્તવો પણ સારા પ્રમાણ માં ધરાવતો હોઈ પાલખ ની ભાજી પોષકતત્વો નો ભંડાર છે.

• મેથી ની ભાજી :- મેથીની ભાજી પણ આખું વર્ષ મળી રહે છે. મેથી ની ભાજી પણ અન્ય ભાજીઓ ની જેમ j sara પ્રમાણ માં વિટામિન્સ, ખનિજ તત્ત્વો અને રેશનો સ્ત્રોત છે પરંતુ આ ઉપરાંત તેમાં કેટલાક વધારાના ગુણો પણ રહેલા છે જેમકે, ધાત્રી સ્ત્રીઓ ના દૂધ ઉત્પાદન માં મેથી ની ભાજી મદદ કરે છે. તો પુરુષો માં ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન પણ મેથી ની ભાજી ના સેવન થી વધી શકે છે. વળી , મેથીની ભાજી માં રહેલા સોલ્યુબલ ફાઈબ ડાયાબિટીસ ના દર્દીઓ માં બ્લડ શુગર ઘટાડવા માટે પણ ઉપયોગી છે.

• સરસવ ની ભાજી :- શિયાળા ની ખાસ પેદાશ , સરસવ ની ભાજી , પહેલાં માત્ર પંજાબ માં ખવાતી જે હવે આખા ભારત માં અને વિદેશ માં પણ ચાઉ થી ખવાય છે. અન્ય ભાજીઓ ની જેમ જ સરસવ ની ભાજી વિટામિન એ, સી અને કે તો ધરાવે જ પણ સાથોસાથ વિટામિન ઈ પણ ધરાવે જે હૃદય ના સ્વાસ્થ્ય માં ખૂબ મદદરૂપ થાય. લોહી ના શુદ્ધિકરણ માટે પણ વિટામિન મહ્ત્વ નું પરિબળ હોઈ, સરસવ ની ભાજી રક્ત ના શુદ્ધિકરણ માં મોટો ભાગ ભજવે.

આ ભાજી સ્વભાવે ગરમ છે. એથી હરસ મસા ની તકલીફ વાળાઓ આરોગે તો બ્લિડિંગ થવાની શક્યતા રહેલ છે. બાકી સૌ એને ખુશી થી ખાઈ શકે.

• પાતરા :- અંગ્રેજી માં જેને કોલોકેશિયા લિવ્ઝ તરીકે ઓળખવામાં આવે છે એવા સૌથી મોટા પાન ‘ પાતરા’ ને આપણે ગુજરાતીઓ ફરસાણ માં સરસ મજાનો મસાલો કરી ખાતા હોઈએ છીએ. પાતરા ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને મણિપુર માં પણ ખાવામાં આવે છે. અન્ય ભાજીઓ જેવા જ પોષકતતત્વો ઉપરાંત પાતરા ફોલિક એસિડ સારા પ્રમાણ માં ધરાવે જે સગર્ભા મહિલાઓ અને માસિક ધર્મ શરૂ થવાની હોય એવી બાલિકાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય .

• મોરિંગા ( સરગવા ની ભાજી ) :- સરગવો ની ભાજી ના સવસ્થય સંબંધી ફાયદાઓ ઉપર તાજેતર માં ખૂબ શોધખોળ થઈ છે. જેના તારણો મુજબ મોરિંગા ની ભાજી અન્ય ભાજીઓ ની સરખામણી માં મહત્તમ કેલ્શિયમ ધરાવે. એટલે આ ભાજી મેનોપોઝ અવસ્થા એ પહોંચેલી સ્ત્રીઓ, વૃધ્ધો, વધતાં બાળકો તથા આર્થરાઇટિસ ના દર્દીઓ કે જેને વધારે પડતા કેલ્શિયમ ની જરૂર હોય , એમની કેલ્શિયમ ની જરૂરિયાત પૂરી કરે.

• ચોલાઈ ની ભાજી :-ચોલાઇ ની ભાજી સલ્ફર નું સારું પ્રમાણ ધરાવતી હોઇ ત્વચા ના રોગો ની સારવાર માં તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિટામિન સી અને કેલશીયમ નું ઊંચું પ્રમાણ ધરાવતી ચોળાઈ ની ભાજી દાંત ના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદકારક છે .

• બથુઆ ની ભાજી :- મોટેભાગે રાજસ્થાન અને હિમાચલ માં વપરાતી આ ભાજી હવે ગુજરાતમાં પણ છૂટ થી મળે છે. બથુઆ ની ભાજી લીલી ભાજીમાં જોવા ન મળે તેવું એમિનો એસિડ ધરાવે છે જે લિવર ના રોગો ની સારવાર માં ઉપયોગી છે.

• અજમા ના પાન :- અજમા ના પાન શરદી કફ ને દૂર કરવામાં મોટો ભાગ ભજવે છે. ખાસ કરીને અજમા ના પાન નો રસ તથા અજમા ના પણને ઉકળતા પાણીમાં ઉમેરી તેનો બાફ લેવામાં આવે તો તે ફેફસાં ને સાફ કરે છે અને અસ્થમા તથા કોરોના ને લીધે નુકસાન પામેલા ફેફસાં ની સારવારમાં મદદરૂપ થાય છે.

• સૂવા ની ભાજી :- સૂવાની ભાજી ખૂબ સારા પ્રમાણ માં વિટામિન સી અને મેગ્નેશિયમ ધરાવે જે પાચનતંત્ર માટે અનિવાર્ય છે. આ ઉપરાંત તુરો સ્વાદ અને વિશિષ્ટ સુગંધ ધરાવતી આ ભાજી તેના એન્ટી ઓક્સિડન્ટ સ્વભાવ ને લીધે કેન્સર જેવા રોગ ના ઈલાજ માં ખૂબ મદદરૂપ થાય છે. વળી, ધાત્રી માતાઓ ને દૂધ ઉતારવા માં સૂવાની ભાજી મહત્વનો ભાગ ભજવે છે.

આ ઉપરાંત લુણી અને મોરસ ની ખારી ભાજી જે ચોમાસા માં પાકે છે તે સોડિયમ પોટેશિયમ નું ઊંચું પ્રમાણ ધરાવતી હોઇ શરીર ના કોષો ને સુકાવા દેતી નથી. વળી તે મગજ ના કોષો ને સારું પોષણ પૂરું પાડે છે.

આ લીલી ભાજીઓ એક વ્યક્તિ એક દિવસ દરમ્યાન ૨૦૦ થી ૨૫૦ ગ્રામ જેટલી ( કાચી ભાજી નું માપ) ખાઈ શકે. જેને પથરી ની સમસ્યા હોય એણે ડાયેટિશિયન ની સલાહ મુજબ ભાજી નું સેવન કરવું.





65 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page