top of page

શિયાળા માં હેલ્ધી ન્યુટ્રીશન કોમ્બો :-

ગતંકે આપણે જોયું કે શિયાળા માં મળતાં ફળો અને શાકભાજી ખરેખર પોષકતત્વો નો ખજાનો હોય છે. હવે આજે આપણે જોઈએ કે કઈ રીતે આપણે આ શિયાળા ના શાક અને ફળો એકબીજા સાથે મેળવી ને વધુ પોષકતત્વો નો ફાયદો ઉઠાવી શકીએ. આવો, કેટલીક હેલ્ધી રેસીપીઝ વિશે ચર્ચા કરીએ. • ઊંધિયું :- દાણા વાળા શાક, કંદમૂળો , કોથમીર તથા લસણ ઝીંક, ફોસ્ફરસ, સલ્ફર તથા સ્ટાર્ચ નો ખજાનો છે.આખા વરસ ની રોગ પ્રતિકારક શક્તિ તે પ્રદાન કરે. ઊંધિયું પુષ્કળ રેશયુક્ત વાનગી છે જે આંતરડાં ને રોગમુક્ત રાખે છે. • લીલા વટાણા અને લીલી તુવેરના પરાઠા :- પ્રોટીનના જથ્થા નો સ્ત્રોત એવા આ સ્વાદિષ્ટ પરાઠા વિકાસ પામતાં બાળકો ના સ્કુલ ના ડબ્બા માટે હેલ્ધી નાસ્તો છે. હાડકાં ના વિકાસ માટે સારું એવું ફોસ્ફરસ મળી રહે. • ગાજર – કાળી દ્રાક્ષ રાયતું :- ગાજર એ વિટામિન એ નો ખજાનો છે. એમાં સૂકી કાળી દ્રાક્ષ ઉમેરવાથી આપણે અતિરિક્ત આયર્ન ઉમેરીએ છીએ. જો એમાં દહી પણ ઉમેરવા માં આવે તો પ્રોટીન અને કેલ્શિયમ નો ઉમેરો થાય છે. આમ, આપણે એક વિટામિન એ, આયર્ન, કેલ્શિયમ અને પ્રોટીનયુક્ત હેલ્ધી વાનગી અરોગીશું. આ રેસિપી આંખો માટે, કબજિયાત મટાડવા માટે, એનિમિયા હોય તેમના માટે તથા સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદકારક રહે છે. • જ્યુસ ફોર બ્લડ :- બીટ, સફરજન, આમળા, ટામેટાં અને આદું…આ બધું ભેગું કરી જ્યુસ કરવા માં આવે તો એ લોહતત્વ ની ખામી દૂર કરે છે. બીટ નું અને સફરજન નું લોહતત્વ અને આમળાનું વિટામિન સી, રક્ત માં લોહતત્વ ના પ્રમાણ માં ત્વરિત વધારો કરે છે. આદુ એન્ટી ઓક્સિડન્ટ તરીકે નું કાર્ય કરી રક્ત ને શુદ્ધ રાખે છે. ટામેટાં નું લાઈકોપીન એન્ટી કેન્સર ગુણો ધરાવે છે. • કોબીજ , ખજૂર નું રાયતું :- કોબીજ કેલ્શિયમ થી ભરપુર હોય .શિયાળા માં મળતી ડાર્ક લીલી કોબીજ વિટામિન કે સારા પ્રમાણ માં ધરાવે જે લોહી ને જમવાની ક્રિયા ઝડપી કરી ઘા રૂઝાવામાં મદદ કરે. ખજૂર નું પોટેશિયમ કિડની ના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દહી નું પ્રોટીન ચોક્કસ વધતાં બાળકો ના શારીરિક વિકાસ માં ખૂબ મદદરૂપ રહે. • પાલખ પનીર પરાઠા :- શિયાળા માં લીલી ભાજી નો દબદબો હોય છે. પાલખ, મેથી, કોથમીર, સરસવ ની ભાજી નો ભરપૂર ઉપયોગ કરી આપણે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ , પોટેશિયમ જેવાં ખનીજો નો ફાયદો લઈએ. અહી આપણે પનીર નો લોટ માં ઉમેરો કરી પાલખ ના પરાઠા બનાવી ખનીજત્વ જોડે પ્રોટીન નો ફાયદો પણ મેળવી શકીએ. • સરસો કા સાગ :- ઘણા બધા શિયાળુ શાકભાજી ઓ થી ભરપુર ખૂબ સારું વિટામિન કે, કેલ્શિયમ અને ફોસ્ફરસ ધરાવતી સરસવ ની ભાજી મોટા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે અને લોહી ને શુદ્ધ રાખે. હાડકાં મજબૂત કરે. વૃદ્ધો માટે ખૂબ સારી . અલબત આ પૌષ્ટિક લાગતી વાનગીઓ ના પોષકતત્વો અકબંધ રાખવા અને કોઈ આડઅસર ન થાય તે માટે નીચેની બાબતો નું ખાસ ધ્યાન રાખવું. 1. પુષ્કળ પોષકતત્વો ધરાવતા આ શિયાળુ શાકભાજી અને ફળો પુષ્કળ પ્રમાણ માં રેષા પણ ધરાવે. એથી ક્યારેક અપચો અને ગેસ થવાની સંભાવના રહે. વધુ પડતાં રેષા ધરાવતી વાનગીઓ માં થી બનતો ગેસ અટકાવવા માટે અંદર અજમો શેકીને ઉમેરવો. 2. વળી, જો વાનગી ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે જો ઘી - તેલ નું વધુ પ્રમાણ ઉમેરવામાં આવે , તો ચરબી વધવાની શક્યતા પણ ખરી.એથી ઘી – તેલ નો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. 3. સલાડ અને સૂપમાં લીંબુ નો ઉપયોગ કરવો જેથી તે વધુ સુપાચ્ય થઈ રહે. 4. સલાડ – સૂપ બહુ લાંબો સમય બનાવી ને રહેવા દેતાં તાજો જ અરોગવો જોઈએ. સમય જતાં તેની પોષકતત્વો ની વેલ્યુ ઓછી થાય છે. 5. એક વાર બનેલો ખોરાક વારંવાર ગરમ કરવો ન જોઈએ. વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલા પ્રોટીન ની ક્વોલિટી બગડે છે. આ રીતે, આવો શિયાળાની વિવિધ વાનગીઓ બનાવી પોષકતત્વો નો મહત્તમ ફાયદો લઈએ.


242 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comentários


bottom of page