top of page
Search

શ્રાદ્ધ પક્ષ માં બનતી ‘ ખીર ‘ નું પોષણશસ્ત્ર ની દૃષ્ટિ એ મહત્વ સમજીએ:-


હાલમાં શરૂ થયેલા શ્રાદ્ધ પક્ષ માં સૌ હિન્દુઓ પોતાના પૂર્વજો ના આત્મા ની શાંતિ માટે વિધિ અનુસાર શ્રાદ્ધ પૂજન અને બ્રહ્મભોજન કરાવશે. આ બ્રહ્મભોજન , કાગવાસ, ગાય વાસ દરેક માં ખીર નો સમાવેશ કરવામાં આવે છે. ટુંક માં શ્રાદ્ધ ના આ પખવાડિયા માં દરેક હિંદુ ના ઘર માં ઓછામાં ઓછી એક વાર તો ખીર બને જ છે. તો આવો , આજે આ ખીર નું પોષણશાસ્ત્ર ની દૃષ્ટિ એ મહત્વ સમજીએ.

ખીર એ મૂળભૂત રીતે દક્ષિણ એશિયા માં શોધાયેલી વાનગી છે. હાલ માં સમગ્ર ભારત ના દરેક રાજ્ય માં ખીર એ પાયાસમ , ફિરની જેવા અલગ અલગ નામે ખવાય છે. આ ઉપરાંત પાકિસ્તાન અને નેપાળ માં પણ આ દૂધ અને ચોખા ના કોમ્બિનેશન ની વાનગી પ્રચલિત છે. વિદેશી માં તે ‘ રાઈસ પુડિંગ ‘ ના નામે ‘ડેઝર્ટ આઈટમ ‘તરીકે પ્રખ્યાત છે. ખીર એ દૂધ, ચોખા, ખાંડ, સુકામેવા માં થી બનતી વાનગી છે. એવું માનવા માં આવે છે કે આ તમામ સામગ્રી સાત્વિક અને પવિત્ર હોવાથી ખીર નો ઉપયોગ ધાર્મિક કાર્યો માં ભગવાન , બ્રાહ્મણો તથા પિતૃઓ ને ધરાવવા માટે થાય છે. ખીર માં ચોકા ને બદલે સાબુદાણા, સેવ, લાપશી , રવો વિગેરે ઉમેરી તેમાં વિવિધતા લાવવામાં આવે છે.

આવો, ખીર માં રહેલા પોષકતત્વો વિશે જાણીએ..

૨૦૦ ગ્રામ ચોખાની ખીર નીચે પ્રમાણે ના પોષકતત્વો ધરાવે છે. .

પોષકતતત્વ્

માત્રા

કેલરી

૨૩૫ કિલો કેલરી

ટોટલ કાર્બોહાઈડ્રેટ

૩૧.૫ ગ્રામ

શુગર

૨૨.૫ ગ્રામ

ફાઇબર

૦.૭ ગ્રામ

અન સેચ્યુરેટેડ ફેટ

૯.૯ ગ્રામ

સેચ્યુરેટેડ ફેટ

૩.૮ ગ્રામ

પ્રોટીન

૭.૫ ગ્રામ

કોલેસ્ટેરોલ

૧૭.૧ મી.ગ્રામ

પોટેશિયમ

૨૯૯.૩ મી. ગ્રામ

સોડિયમ

૭૪.૭ મી. ગ્રામ

કેલ્શિયમ

૪૬૦ મી. ગ્રામ


ઉપરનો કોષ્ટક જોતા ખ્યાલ આવે કે સારી માત્ર માં પ્રોટીન અને અન સેચ્યુરેટેડ ફેટ જેવા સ્વાસ્થ્ય માટે ઉપયોગી એવા પોષક તત્વો ધરાવતી ખીર એ ચોક્કસ અન્ય ડેઝર્ટ ની સરખામણી માં ' હેલધિ ડેઝર્ટ 'ની ગણતરી માં આવે , પણ હા, કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ પણ થોડું વધુ અને ફાઇબર નું પ્રમાણ ઓછું હોય ડાયાબિટીસ ના દર્દીઓ એ ડાયેટીશિયન ની સલાહ મુજબ લેવી.

ખીર ને વધુ હેલધી બનાવવા માટે નીચેના મુજબ ના ફેરફારો તેની બેઝિક રેસિપી માં કરી શકાય.

· ફૂલ ફેટ ભેંસ ના દૂધ ને બદલે સ્કીમડ મિલ્ક નો અથવા ગાય ના દૂધ નો ઉપયોગ કરી શકાય.

· ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કરી શકાય. અલબત, ખાંડ અને ગોલ ની કેલરી માત્રા લગભગ સરખી જ રહેશે પણ ગોળ ઉમેરવાથી કેલરી ઉપરાંત આયર્ન અને કેલ્શિયમ પણ ઉમેરી શકાય.

· વધુ બદામ, કાજુ જેવો સુકો મેવો ઉમેરવાથી ખીર ની ફાઇબર અને પ્રોટીન ની માત્ર માં વધારો કરી શકાય.

· ચોખા ને બદલે લાપશી ના ફાડા ઉમેરવાથી વધુ રેશાઓ ઉમેરી શકાય.

· હવે આજકાલ વીગન અને લેકટોઝ ઇનટોલરન્સ ધરાવતા લોકો બદામ ના દૂધ ની અથવા સોયા મિલ્ક ની ખીર બનાવી શકે . હા, સ્વાદ માં જરૂર કોમ્પ્રોમાઈઝ કરવું પડે..!! પણ એમ કરતાં ખીર ની પ્રોટીન વેલ્યુ જરૂર વધારી શકાય.

છતાં ખૂબ કેલરી કોનશિયસ હોવ અને ખીર ખવાઈ ગઈ છે..તો નીચે મુજબ ની એક્સરસાઇઝ દ્વારા ખીર ની ૨૩૦ કેલરી બાળી શકાય

૧- ૨૫ મિનિટ દોરડા કૂદવા

૨- ૪૦ મિનિટ સાયકલિંગકરવું

૩-૩૫ મિનિટ દોડવું.

અન્ય મીઠાઈઓ ની જેમજ ખીર પણ મર્યાદિત માત્ર માં આરોગવી હિતાવહ છે.


 
 
 

Recent Posts

See All
ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

 
 
 
ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

 
 
 

Commentaires


bottom of page