આવો જોઈએ…
શ્રાવણ માસ દરમ્યાન અધધધ તહેવારો આવ્યા… ઘણા લોકો એ એકટાણાાં કર્યા તો ઘણા એ માત્ર ફરાળ ખાઈને ચલાવ્યું. આ બધા દરમ્યાન આપણા શરીર માાં કેટલી કેલરી ગઈ આવો એ સમજીએ. શ્રાવણ માસ માાં નાગ પંચમી, રાધણ છઠ, શીતળા સાતમ , રક્ષા બંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવ્યા.જે આ તહેવારો ના ધાર્મિક મહત્વ સમજે છે તે લોકો એ ખાન પાન માાં પણ પરાંપરા જાળવી. હવે, આજની પેઢી એ વડીલો ના કહેવા પર ભોજન તો એ જ બનાવ્યા અને ખાધાં પણ ! પણ પછી અફસોસ થયો..કે “ કોણ જાણે કેટલી કેલરી શરીર માાં આપણે ઠાલવી દીધી હશે !” દરેક તહેવાર ના ધાર્મિક મહત્વ અલગ અલગ હોય છે . આ ધાર્મિક મહત્વ અનુસાર વિવિધ વાનગીઓ બનતી હોય. નાગ પાંચમ ની ખીચડી, રાધાં ણ છઠ્ઠ ની પૂરી, વડા, પુરન પોળી, સાતમ ના દહીંવડા, રક્ષા બંધન ની મીઠાઈઓ, જન્માષ્ટમી ના પ્રસાદ, એકાદશી ના ફરાળ આ બધા દ્વારા કેટલી કેલરી નો ઢગલો આપણે આપણા શરીર માાં કયો અનાયાસે કોઈ ઠાલવ્યો ? હા… આપ કહશે કે “ શ્રાવણ માં એકટાણાાં કર્યા અને કેટલી કેલરી બાળી!!!” વળી કેટલાક કહશે કે મે તો માત્ર મગ અને રોટલા ખાઈ આખો મહિનો ઉપવાસ કર્યા.
“અહી, આ લેખ દ્વારા આપણે જાણીએ કે મગ – રોટલા અને એકટાણાાં દ્વારા ગુમાવેલી કેલરી આપણે કેટલા દિવસ માં પાછી મેળવી લીધી?! આ દરેક તહેવારની અલગ અલગ વાનગીઓ પુષ્કળ પ્રમાણ માાં કેલરી ધરાવે . અહી એ જાણવું જરૂરી બને છે કે એક પુખ્તવયની સામાન્ય વ્યક્તિને એક દિવસ દરમ્યાન ૧૨૦૦-૧૪૦૦ કેલરી ની જરૂર પડે.( જો પુષ્કળ ભારે મહેનત નું કામ ન કરતી હોય તો. જો જીમ માાં કસરત અને પુષ્કળ શારીરિક મહેનત કરવી પડે એવ યાં કામ કરતા હોય તો આ જરૂરિયાત ૨૦૦૦ થી ૨૪૦૦ કેલરી ની હોઈ શકે.) આ મુજબ કેલરી નું વિભાજન નીચે મુજબ કરવું જોઈએ . બ્રેકફાસ્ટ દ્વારા ૨૫૦ કિલો કેલરી મળવી જોઈએ . લંચ દ્વારા ૪૦૦ કેલરી મળવી જોઈએ બપોર નો નાસ્તો ૧૫૦ કેલરી આપવો જોઈએ ડિનર દ્વારા ૩૫૦ કેલરી મળવી જોઈએ.
આ ઉપરાતાં , ફળો, , સુકો મેવો, ડેઝર્ટ વિગેરે ની મળી ને લગભગ ૨૦૦ કેલરી આપણે શરીરમા ઠાલવતા હોઈએ.
*શારીરિક શ્રમ ના પ્રકાર મુજબ આ કેલરી ની જરૂરિયાત માાં વધઘટ થાય.
અહી મગ – રોટલા અને સામાન્ય રોજજિંદા જમણ દ્વારા મળતી કેલરી ના મૂલ્ય જાણીએ…
વાનગી
કેલરી ( કિલો કેલરી માાં)
મગ (૧૦૦ ગ્રામ)
૧૯૧
જુવાર/ બાજરી/ મકાઈ ના રોટલા(
૧ નંગ)
૮૦
ઘઉં ની રોટલી ( ૧ નંગ)
૧૦૦
શાક ( ૧૦૦ ગ્રામ સરેરાશ ૧ ચમચી તેલ માાં બનાવેલ)
૭૫
દાળ ( ૧૫૦ ગ્રામ રાંધેલ)
૧૧૦
ભાત ( ૧૦૦ ગ્રામ)
૧૭૦
આવો, તહેવાર મુજબ દરેક ભોજન ના મહત્વ, કેલરી અને તે ભોજનના સંભવિત ફાયદાઓ સમજીએ.
તહેવાર
ખોરાક
કેલરી પ્રતત ૧૦૦ ગ્રામ
ફાયદા
નાગ પાાંચમ
કડના ચોખા ની ખીચડી,
દહી
114
80
ખબૂ રેશા યુક્ત ,
વિટામિન બી૧ થી ભરપુર ,
પ્રોટીન, કેલ્શિયમ
રાાંધણ છઠ્ઠ
વડા પૂરી
શીરો પૂરી પૂરણપોળી
૩૦૭
૩૦૫
૧૯૧
૩૬૫
પ્રોટીન, વિટામિન એ
અને પોટેશિયમ થી ભરપુર
શીતળા સાતમ
દહી વડા
ભેળ સેન્ડવીચ
૧૮૧
૨૧૦
૩૦૦
વિટામિન બી ૧૨ અને
આયર્ન અને રેશા યુક્ત
અગિયારસ
સાબુદાણા ની ખીચડી સાબુદાણ વડા
ીમોરૈયો
બટાકા નું શાક શિંગોડા નો શીરો
૩૩૬
૪૧૨
૧૨૧
૩૫૫
૨૦૦
ખબૂ સારા પ્રમાણ માાં સોડિયમ, પોટેશિયમ
અને વિટામિન એ અને વિટામિન સી
રક્ષા બંધન
માવા પેંડા
ચોકલેટ
કેક( ક્રીમ વાળી) ફરસાણ ( સરેરાશ)
૨૬૦
૧૩૦
૫૨૦
૩૦૦
કેલ્શશયમ , પ્રોટીન
,સોકડયમ
જન્માષ્ટમી
શીરો ( રવા નો) મિસરી પંચામૃત
૧૯૧
૬૮૦
૨૭૬
આયર્ન, વિટામિન ઈ,
કેલ્શિયમ
અલબત, પુષ્કળ કેલરી ધરાવતા પકવાનો કેટલાાંક ફાયદા પણ ધરાવે છે જે આપણે કોષ્ટકમાાં સ્પષ્ટતા પૂર્વક જોઈ શકીએ છીએ. તો ઉપર જણાવ્યા મુજબ કેલરી બેલેન્સ કરી તહેવારો માં મર્યાદા પૂર્વક ના પકવાનો આરોગી તહેવારો ની મજા ગિલ્ટ ફિલિંગ વગર માણી શકાય ખરી.
* માકહતી સ્ત્રોત 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યટ્રીશન, ઇન્ડિયા ( ICMR)'
Comentários