top of page
Writer's pictureFit Appetite

શ્રાવણ માસ ના ઉપવાસ માં મગ નું મહત્વ ( આયુર્વેદ ની દૃષ્ટિ એ):-


શ્રાવણ માસ એટલે હિન્દુઓ માટે પવિત્ર મહિનો! અહી એકટાણાં, ઉપવાસ નો મોટો મહિમા છે. વળી, લોકો અલગ અલગ પ્રકારે પોતાને ફાવે એ રીતે ઉપવાસ કરતા હોય છે. કોઈક એકટાણું કરીને, કોઈ ફરાળ કરીને, કોઈક માત્ર સોમવારે ઉપવાસ કરીને તો કોઈક આખો મહિનો મગ ખાઈ ને ઉપવાસ કરે છે. આપણા ધર્મ માં, આયુર્વેદ માં મગ વિશે ખૂબ લખાયું છે.  શ્રાવણ માસ માં મગ ની ખપત વધી જાય છે. તો આવો આજે જાણીએ મગ કેટલા સ્વાસ્થ્યપ્રદ અને કોણે મગ નો ઉપયોગ ન કરવો જોઈએ.

શ્રાવણ માસ એટલે વર્ષા ઋતુ અને આ વર્ષાઋતુ માં પાચનતંત્ર થોડું નબળું પડે. જઠરાગ્નિ મંદ પડે. આવા સંજોગો માં જઠરાગ્નિ ને પ્રદીપ્ત રાખવા માટે મગ નો ઉપયોગ કરવાનું આયુર્વેદ માં સૂચન કરવા માં આવેલ છે. આથીજ કદાચ શ્રાવણ માસ ના ઉપવાસ દરમ્યાન મગ નો ઉપયોગ કરવાની રીત આપના વડવા ઓ થી ચાલી આવી હશે.

આયુર્વેદ માં મગ ( મૂળ રૂપ – મુદગ અર્થાત્..પ્રફુલ્લિત રાખનાર પરથી લેવામાં આવેલ) નો ઉપયોગ ખોરાક ની સાથોસાથ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે. મગ ની ગણતરી સંપુર્ણ સાત્વિક આહાર તરીકે કરવા માં આવે છે. મગ એ મંદ પડેલા જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરે છે એવું આયુર્વેદ માં લખાયું છે.

આ ઉપરાંત આયુર્વેદ માં મગ માટે નીચે મુજબ માં વિશેષણો વપરાયા છે.

·         દૃષ્ટિપ્રદ:- જે દૃષ્ટિ ચોખ્ખી કરે છે. અર્થાત્ આંખો ને લગતી બીમારી માં મગ ફાયદાકારક સાબિત થાય છે.

·        ગ્રહી:- શોષક... ખોરાક દ્વારા મળતા પોષક તત્વો નું આંતરડા માં યોગ્ય પ્રકારે શોષણ કરવામાં મદદરુપ થાય છે.

·        લઘુ :- કદ માં નાના અને પાચન માં અન્ય આહાર કરતાં ખૂબ સરળ

·        વિષદ:- પાચનતંત્ર માં આવતી નાની મોટી નસો માં ઉત્પન્ન થયેલા અંતરાયો ને ઓગાળે છે.  અથવા એમ કહી શકાય કે પાચન માર્ગ ના અંતરાયો ને મગ સરળતા થી ઓગાળે અને પાચન ક્રિયા સરળ બનાવે.

·        શીત- જવરજ્ઞ :- તાવ ( જવર) મટાડનાર... આયુર્વેદ કહે છે કે મગ ની પ્રકૃતિ ઠંડી છે અને તે શરીર ના આંતરિક તાપમાન ને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

·        વર્ણ્ય:- ત્વચા ના રોગો માં અકસીર . વળી, મગ  ત્વચા નો રંગ ઉઘડવામાં પણ મદદ કરે છે એવું આયુર્વેદ કહે છે.

·        પુષ્ટિ બળપ્રદ :- મગ એ પોષકતત્વો થી ભરપુર કઠોળ છે . તે મોટા પ્રમાણ માં શરીર ને જરૂરી એવા એમિનો એસિડ ધરાવે છે જે વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ ખૂબ જરૂરી છે.

·        દૃઢ :- લાંબો સમય સુધી આધાર આપે એવું.. મગ ખાધા બાદ પેટ લાંબો સમય સુધી પર ભરાયેલું રહે છે. અને એથી વારંવાર ભૂખ લાગી જતી નથી.

·        રુક્ષ :- મગ ની ત્વચા રુક્ષ હોઈ તે પાચક રેશાઓ સારા પ્રમાણ માં ધરાવે છે જે કબજિયાત ની સમસ્યા માં રાહત આપે છે.

આમ, આયુર્વેદ ની દૃષ્ટિ એ મગ અમૃત છે અને તેનો ભરપૂર ઉપયોગ શરીર ના વૃદ્ધિ – વિકાસ અને સ્વાસ્થ્ય ની જાળવણી માટે ખાસ કરી ને ચોમાસા માં કરવો જોઈએ.

આ અંકે આપણે આયુર્વેદ ની દૃષ્ટિ એ મગ નું મહત્વ સમજ્યા. હવે આવતા અંકે આહાર શાસ્ત્ર ની દૃષ્ટિ મગ નું મહત્વ સમજીશું.

 

38 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page