છેલ્લા કટલાક દિવસો થી ખૂબ વાઇરલ થયેલા સમાચાર મુજબ, સૌથી ઝડપથી સાજા થવાનો અને સૌથી વધુ રિકવરી રેટ ધરાવતા સુરત શહેર માં આપતી સારવાર માં વિટામિન ડી મોટી માત્રા માં કોરોના ના દર્દી ને સારવાર ના એક ભાગ રૂપે આપવાથી તેની સ્થિતિ માં ઝડપ થી સુધાર જોવા મળે છે.
આવો વિટામિન ડી નું આપણા શરીર માં મહત્વ સમજીએ :-
વિટામિન ડી, આપણી ત્વચા દ્વારા સૂર્યકિરણો થી આપણા શરીર માં પ્રવેશે છે. આ વિટામિન ડી એ આંતરડા માં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ના શોષણ માટે જરૂરી છે. હાડકાં અને સ્નાયુઓ માં શક્તિ માટે કેલ્શિયમ , મેગ્નેશિયમ જેવા ખનીજો
અનિવાર્ય છે.વળી, લોહીમાં રહેલા શ્વેત કણો ને વાઇરસ સામે લડવા માટે ' સાઇટો કાઈનેઝ ' નામનું રસાયણ કે જે શ્વેત કણો ને રોગપ્રતિકારક શક્તિ આપે છે તે વિટામિન ડી દ્વારા લોહીને મળે છે.
ટુંકમાં, વિટામિન ડી એ કોરોના વાઇરસ સામે લડવા માટે શ્વેત કણો ને રોગપ્રતિકારક શક્તિ અને કોરોના વાઇરસ ના હુમલા થી નબળા પડેલા હાડકાં અને સ્નાયુઓ ને શક્તિ પૂરી પાડે છે.
વિટામિન ડી ની ઉણપ હોય તેવી વ્યક્તિ ની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય છે એમ માનવા માં આવે છે અને એથી જ તેઓ કોરોના વાઇરસ નો સરળતાથી શિકાર બને છે . WHO ના ચીફ ઓફ ડાયાબિટોલોજી ડિપાર્ટમેન્ટ ડૉ. વી. મોહન કહે છે કે એક અભ્યાસ મુજબ ડાયાબિટીસ ના ૬૩% દર્દીઓ માં , ડાયાબિટીસ ની શરૂઆત ( પ્રી ડાયાબીટીક ફેઝ) વાળા ૫૮% દર્દીઓ અને ૮૦% સ્થૂળ વ્યક્તિઓ માં વિટામિન ડી ની ઉણપ જોવા મળી છે. જેના પર થી તરન કાદવમાં આવે છે કે ડાયાબિટીસ ના દર્દીઓ અને સ્થૂળ વ્યક્તિઓ માં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોઈ તેઓ કોરોના વાઇરસ ના શિકાર સરળતા થી બને છે.
આથી, જ આ વ્યક્તિઓ એ વિટામિન ડી નું લેવલ સતત ચેક કરાવતા રહેવું જરૂરી છે. અને ડોકટર ની સલાહ મુજબ વિટામિન ડી ના સપ્લીમેન્ટ લેવા.
તો શું કોઈ પણ ગમે તેટલા પ્રમાણ માં વિટામિન ડી ના સપલી મેન્ટ્સ લઈ શકે?
જી ના. વિટામિન ડી નું વધુ પડતું સેવન લિવર અને કિડની ને નુકસાન પહોંચાડી શકે છે.
આથી, માત્ર તબીબ ની સલાહ મુજબ જ વિટામિન ડી નું
Comments