ગતાંકે આપણે જોયું કે વિટામિન અને અન્ય પોષતત્ત્વો ના સપ્લિમેન્ટ્સ ને વધુ પ્રમાણ માં લેવાથી કયા કયા ગેરફાયદા થાય છે. પરંતુ કેટલીક વાર સપલિમેન્ટ્સ લેવા જ પડે એવું પણ બને. આવો જોઈએ, કયા સંજોગો માં સપ્લીમેટ્સ લેવાની જરૂર પડે.
• ઘણીવાર એવા સંજોગો સર્જાય છે કે આપણી પોષકતત્વો ની જરૂરિયાત ખોરાક દ્વારા પૂરી પડી શકતી નથી.
• કેટલીકવાર કેટલાંક સંજોગો માં પાચનક્રિયા મંદ હોઈ, ખાધેલા ખોરાક માં થી પોષકતત્વો નું અધિ શોષણ શરીર માં થઈ શકતું નથી.
• કોઈ વાર માંદગી ની અવસ્થા અથવા મોટા ઓપરેશન બાદ શરીર માં પોષતત્ત્વોની મોટી ખામી સર્જાય છે.
• ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેક ખોરાક દ્વારા લેવાતા પોષતત્ત્વો ના પ્રમાણ માં બાળકના વિકાસ માટે જરૂરી પોષકતત્વો ની જરૂરિયાત વધુ હોય તો એવા સંજોગો માં બહાર થી સપલીમેન્ટસ લેવા પડે. ખાસ કરીને વધુ લોહી ના પુરવઠા માટે ફોલિક એસિડ અને બાળકોના હાડકાંના સર્જન માટે કેલ્શિયમ લેવાની સલાહ આપવામાં આવે છે.
• મેનોપોઝ ની અવસ્થા માં ઈસ્ટ્રોજન હોર્મોન નું ઉત્પાદન ઘટવાને કારણે કેલ્શિયમ નું હાડકાંમાં શોષણ ઓછું થાય. જેને કારણે મેનોપોઝ પછી ઑસ્ટીઓ પોરોસીસ અને આર્થરાઇટિસ જેવી સમસ્યાઓ થવાની સંભાવના રહે છે. આ પરિસ્થિતિ ટાળવા માટે મેનોપોઝ દરમ્યાન ડોકટરો દ્વારા કેલ્શિયમ ના સપલીમેન્ટસ લેવાની સલાહ આપવામાં આવે છે.
• વૃદ્ધાવસ્થા માં જ્યારે ખોરાક ની માત્રા ઘરે, ત્યારે જોઈતા પ્રમાણ માં પોષકતત્વો મળી ન રહે . જેથી શરીર નબળું પડે અને પાચનક્રિયા ધીમી પડે. આ પરિસ્થિતિ માં પ્રોટીન, વિટામિન બી , વિટામિન ડી લેવું જરૂરી બને.
જો આ સપલીમેન્ટસ લેવા આવશ્યક જ હોય, તો ક્યારે લેવા અને ક્યારે ન લેવા કે જેથી તેમનો મહત્તમ લાભ કોઈ પણ નુકસાન વગર મેળવી શકાય… તે આવો સમજીએ
1. કેલ્શિયમ :-
• કેલ્શિયમ સપલીમેન્ટસ ક્યારેય વધુ ડોઝ માં એકસાથે ન લેવાં જો ૧૦૦૦ મી.ગ્રામ લેવાનું હોય તો ૫૦૦ મી.ગ્રામ સવારે અને ૫૦૦ મી.ગ્રામ રાત્રે એમ લેવું.
• કેલ્શિયમ અને આયર્ન સપલીમેન્ટસ એકસાથે લેવાથી આયર્ન નું શોષણ થતું અટકે છે. આથી, આ બે સપલીમેન્ટસ એકસાથે લેવા નહિ. બે વચ્ચે ઓછા માં ઓછો ૩ કલાક નો ગાળો રાખવો
• ચા – કોફી જેવા કેફીન અને ટેનિન ધરાવતા પીણા સાથે કેલ્શિયમ લેવાથી તેનું શોષણ અટકે છે. એથી ચા કોફી સાથે કેલ્શિયમ ની ગોળી લેવી નહિ.
• ખૂબ મીઠાં વાળા અથાણાં, પાપડ જેવા પદાર્થો પણ કેલ્શિયમ નું શોષણ અટકાવે છે. એથી આ પદાર્થો જોડે કેલ્શિયમ લેવું નહિ.
૨- આયર્ન :-
• આયર્ન ની ગોળીઓ બને ત્યાં સુધી ખાલી પેટે વધુ સારી અસર કરે છે એથી સવાર ના પહેલી આયર્ન ની ગોળી લેવી. અહી, ખાલી પેટે જઠર માં એસિડિક વાતાવરણ હોય છે. આયર્ન ના શોષણ માટે જઠર માં એસિડિક વાતાવરણ હોવું જરૂરી છે.
• આયર્ન ની ગોળી લીધા બાદ લીંબુ શરબત લેવામાં આવે અથવા વિટામિન સી ધરાવતા સંતરા નો જ્યુસ અથવા જમરૂખ જોડે લેવામાં આવે તો આયર્ન નું શોષણ ખૂબ સારું થાય છે.
• ભોજન ના ૧ કલાક પહેલા અથવા જમ્યા ના ૨ કલાક બાદ આયર્ન ની ગોળી લઈ શકાય.
• કેલ્શિયમ ની ગોળી જોડે આયર્ન ની ગોળી લેવી નહિ.
• કોફી – ચા સાથે બને ત્યાં સુધી આયર્ન ની ગોળીઓ લેવી નહિ. આમ કરવાથી આયર્ન નું લોહીમાં શોષણ થતું અટકે છે.
• સોયાબીન નું પ્રોટીન પણ આયર્ન નું શોષણ અટકાવે છે. આથી સોયાબીન જોડે આયર્ન ની દવા લેવી નહિ.
• દૂધ લીધા બાદ
• ચિકન અને માછલી માં રહેલ હીમ આયર્ન જોડે આયર્ન ની ગોળી લેવાથી આયર્ન નું શોષણ વધે છે. એથી માંસાહાર કર્યા બાદ આયર્ન ની ગોળી લઈ શકાય.
આમ, આ અંકે આપણે કેલ્શિયમ અને આયર્ન ના સપ્લીમેંટ્સ ક્યારે લેવા અને ક્યારે નહિ તે જોયું. આવતાં અંકે વધુ સપ્લીમેંટ્સ વિશે જાણીશું.
Comments