top of page

સ્તનપાન નું મહત્વ :-

અઢી વર્ષ ની રિયા સતત માંદી પડે. શરદી મટે તો કફ થાય, કફ મટે પછી ઝાડા ... વારંવાર ની માંદગી ને લીધે તેનું વજન પણ વધે નહી. વળી, અપૂરતા વિકાસ ને કારણે નવું નવું શીખવાની ઉમરે એ નવું કશું ઝડપ થી શીખી નહોતી શકતી. ખૂબ ડોકટરો ને બતાવ્યું, અંતે તારણ એ નીકળ્યું કે રિયા જન્મી ત્યારબાદ તેની માતાએ અમુક કારણોસર તેને પોતાનું દૂધ આપ્યું નહોતું જેને કારણે રિયા ના શરીર માં રોગપ્રતિકારકશક્તિ જે મારા ના દૂધ માં થી મળે છે ( ખાસ કરી ને જન્મ્યા બાદ નું તરત નું પીળું દૂધ જેને આપણે કોલોસ્ટ્રમ તરીકે ઓળખીએ છીએ તેમાં રોગો સામે રક્ષણ આપતાં દ્રવ્યો ખૂબ ઊંચા પ્રમાણ માં હોય છે. ) એથી રિયા ના શરીર માં રોગપ્રતિકારકશક્તિ ઉત્પન્ન થઈ શકી જ નહોતી. એનું શરીર વાઇરસ અને બેક્ટેરિયા નો સામનો કરી શકતું નહોતું. બીજા કેસ માં નાનકડો આદિત્ય ૮ વર્ષ ની ઉમર માં તેની ઉમર ના અન્ય બાળકો ની સરખામણી માં ખૂબ સ્થૂળ અને ડોકટરો એ કહ્યું કે “ આદિત્ય મેટાબોલિક સિન્દ્રોમ થી પીડાઈ રહ્યો છે. જો વજન કાબૂ માં ન આવે તો જુવેનાઇલ ઓનસેટ ડાયાબિટીસ થવાની સંભાવના છે.” જેનું કારણ બાદ માં જાણવા મળે છે કે જમન્યો ત્યારથી જ ફ્રોમ્યુલા મિલ્ક પર રહેલો આદિત્ય મારા ના દૂધ ને બદલે કૃત્રિમ પોષણ પર ઉછર્યો છે જેને કારણે તેના શરીર માં ચરબી ના જાણો ની માત્રા એક સામાન્ય બાળક કરતાં વધારે છે. આમ, ઉપરના બે ઉદાહરણો આપણને સ્તનપાન નું મહત્વ સમજાવી છે. અલબત્ત, પહેલા કરતાં હાલમાં સ્તનપાન વિશેની જાગૃતિ ભણેલા ગણેલા લોકો માં વધી જ છે. પરંતુ હજી, સ્તનપાન ન કરાવવાથી થતાં ગેરફાયદાઓ વિશે એટલી જાગૃતિ નથી. કેટલીક સ્ત્રીઓ શા માટે સ્તનપાન નથી કરાવતી અથવા નથી કરવી શકતી?:- - માતા ને પ્રસૂતિ બાદ કોરોના / ચિકનપોકસ જેવા ચેપી રોગ થયા હોય તો બાળક નેતા ની નજીક રાખવામાં આવતું નથી. - પ્રસૂતિ બાદ તરત માતા ને અન્ય કોઈ ઓપરેશન કરાવવું પડે એવું હોય તો માટે બાળક ને સ્તનપાન કરવી શકતી નથી. - માતા ના શરીર માં દૂધના ઉત્પાદન માટે જવાબદાર એવા ઓક્સીટોસીન અને પ્રોલેક્ટીન હોર્મોન પૂરતા પ્રમાણ માં ન બનતાં હોય ત્યારે દૂધ નુનુત્પડન બિલકુલ નહીંવત્ થાય છે. પરંતુ આ સમય યોગ્ય દવાઓ દ્વારા નિવારી શકાય છે. -સમાજ ના કેટલાક વર્ગો માં હજુ પણ એવી માન્યતા પ્રવર્તે છે કે પ્રસૂતિ ના શરૂઆત ના દિવસો માં આવતું કોલોસ્ત્રમ ઝેરી દ્રવ્ય છે જે ફેંકી દેવું જોઈએ. જેથી શરૂઆત થી જ બાળક માતાના સ્વાસ્થ્યવર્ધક એવા દૂધ થી વંચિત રહે છે - કેટલીક સ્ત્રીઓ પોતાનું ફિગર બગડી જશે એ બીકે બાળક ને સ્તનપાન કરાવતી નથી. સૌથી પહેલાં એ જોઈએ કે માતા ના દૂધ દ્વારા શું પોષણ મળે:- 1. શરૂઆત ના દિવસો માં આવતું ગાઢું પીળાશ પડતું દૂધ જે કોલોસ્ટરમ ના નામે ઓળખાય છે એ ખૂબ સુપાચ્ય એવા પ્રોટીન થી ભરપુર છે જે બાળકને રોગપ્રિકારકશક્તિ પ્રદાન કરે છે. 2. માતા નું દૂધ બાળક ના માનસિક વિકાસ માટે ખૂબ અગત્ય નું છે. 3. માતાના ગર્ભાશય માં હોય ત્યાં સુધી બિલકુલ એક્ટિવ ન હોય એવા બાળક ના પાચનતંત્ર ને માતા નું દૂધ સક્રિય કરે છે. 4. માતા ના દૂધ પર રહેલ બાળક મોટે ભાગે ઍલર્જી નો ભોગ બનતું નથી. 5. સ્તનપાન દ્વારા બાળક ના જડબાં મજબૂત બને છે. 6. સ્તનપાન દ્વારા માતા – બાળક નું બંધન વધુ મજબૂત બને છે. તો આવો આ અંકે સ્તનપાન ન કરાવવાથી થતાં ગેરફાયદા વિશે સમજીએ. • રોગપ્રિકારકશક્તિ નો અભાવ:- આપણે ઉપર જોયું તે મુજબ માટેના દૂધ માં થી મળતા ઇમ્યુનોગ્લોબ્યુલીનન ના અભાવે ન્યૂમોનિયા, કાન પાકવા , ગળા માં ઇન્ફેક્શન થવું જેવા રોગો વારંવાર થતાં રહે છે જે યોગ્ય સમયે સારવાર ન મળતાં જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જેને SIDS ( sudden infant death syndrome) કહેવામાં આવે છે. • નવજાત શિશુ નો અધૂરા માસે જનમ થયો હોય, તો માતા ના દૂધ ના અભાવે તેને આંતરડાં ના વિવિધ રોગો થવાની શક્યતા રહે છે. • માતા ના દૂધ ને બદલે માત્ર ફરોમ્યુલા મિલ્ક પર રહેતા બાળકોને સ્થૂળતા ની સમસ્યા થવાની શક્યતા ૬૦% રહેલી છે. આ સ્થૂળતા બાળકો ને નાની ઉમર માં ટાઇપ ૧ અને ટાઇપ ૨ ડાયાબિટીસ તથા નાની ઉમર માં હાઈ બ્લડ પ્રેશર ની સંભાવના તરફ દોરી જાય છે. જેને MS ( મેટાબોલિક સિદ્રોમ) તરીકે ઓળખવામાં આવે છે. • આ ઉપરાંત સ્તન માં દૂધ નો ભરાવો અને દૂધ ઉત્પાદન બંધ કરતા PIH ( પ્રોલેક્ટીન ઇન્હિબિટીગ હોર્મોન ) ને કારણે ડિપ્રેશન, સ્તન માં ગાંઠો થઈ જવી જેવી સમસ્યાઓ ઉદભવી શકે. સ્તનપાન ન કરવી સ્ત્રીઓ ને સ્તન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. આમ, “ બ્રેસ્ટ મિલ્ક ઇઝ ધ બેસ્ટ મિલ્ક “ ... બાળક ના અને માતાના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ એવા માતા ના દૂધ ની અવગણના ન કરવી જોઈએ.

21 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page