top of page
Writer's pictureFit Appetite

સ્થૂળતા અને નિ:સંતાનપણા વચ્ચે નો સબંધ અને એવું આહાર દ્વારા નિવારણ :-


ગયા. અંકે આપણે PCOD અને વંધ્યત્વ ના સંબંઘ વિશે માહિતી મેળવી. આ અંકે આપણે વંધ્યત્વ માટે જવાબદાર એવા બીજાં પરિબળ ‘ સ્થૂળતા ‘ વિશે ચર્ચા કરીએ ..

સ્થૂળતા એ સર્વ રોગો માટે સીધી કે પરોક્ષ રીતે જવાબદાર પરિબળ છે. તેમાં આજકાલ વ્યંધત્વ માત્ર સ્થૂળતા એ સૌથી મોટું કારણભૂત પરિબળ છે એ સામે આવ્યું છે. લગભગ ૧૦ માં થી ૭ નિ: સંતાન દંપતીઓ માં સ્થૂળતા જવાબદાર હોય છે. સ્થૂળતા ની સીધી અસર પ્રજનન ક્ષમતા પર પડે છે. સ્ત્રીબીજ બનવાં માં અડચણો ઊભી થાય છે અને માસિક ચક્ર ખોરવાય છે. .સ્ત્રી અને પુરુષો માં હોર્મોન્સ જરૂરિયાત જેટલા પ્રમાણ માં ઉત્પન્ન થઈ શકતા નથી. વળી, સંતાનપ્રાપ્તિ માટેની અલગ અલગ સારવાર પદ્ધતિઓ પણ સ્થૂળતાને કારણે ૧૦૦% કારગત નીવડી શકતી નથી. કસુવાવડ થઈ જવા માટે પણ સ્થૂળતા એ એક જવાબદાર પરિબળ છે.

બાળક માટેનું પ્લાનિંગ કરતા પહેલા જ ડાયેટિશિયન ની સલાહ લેવા આવનાર યુગલો ની સંખ્યા માં વધારો થતો જાય છે. વળી, નિ: સંતાનપણા ની સારવાર કરાવતા યુગલો ને પણ ગાઈનેકોલોજિસ્ટ પહેલા યોગ્ય આહાર આયોજન કરાવવાની સલાહ આપતા હોય છે.

તો આવો, સમજીએ કે સ્થૂળતા ઘટાડવા માટે આહાર શૈલી અને જીવનશૈલી માં શું ફેરફાર કરીશું...!

1. સૌથી પહેલી શરત... બહાર નો ખોરાક આરોગવા પર નિયંત્રણ રાખવું. રેસ્ટોરન્ટ ના ખોરાક માં ચીઝ, પનીર, બટર નું પ્રમાણ અનિયંત્રિત હોય છે. અને તેથી જ આપણને તે વધુ ભાવે છે. આ ખોરાક વધુ કેલરી ધરાવતો હોઈ ચોક્કસ સ્થૂળતા વધારે છે .

2. તળેલા નાસ્તા પર પ્રતિબંધ :- આપણને હાલતાં- ચાલતાં તળેલા નાસ્તા, વેફાર, ચકરી, નમકીન, ચેવડા વગેરે નાસ્તામાં ખાવાની આદત પડી હોય છે. તેના બદલે ખાખરા, મમરા, પોપકોર્ન , મખાના જેવા શેકેલા નાસ્તા અથવા ઈડલી, ઇદડા ,દાળ અથવા બેસન ચિલ્લા, સ્પ્રાઉટ્સ જેવા બાફેલા નાસ્તા ઓછી માત્રા માં ખવાવા છતાં વધુ સંતોષ આપે છે અને ઓછી કેલરી આપે છે.

3. થોડી થોડી માત્રા માં થોડા થોડા સમયે ખોરાક લેવો :- દર બે – અઢી કલાકે આપણે ખાધેલો ખોરાક જઠર માં થી આંતરડાં માં પ્રવેશે છે. આ સમયે થોડી માત્રા માં ફરી ખોરાક ખાવાથી પાચનતંત્ર કાર્યરત રહે છે અને કેલરી બળવાની પ્રક્રિયા ચાલુ રહે છે. જેથી વધુ પ્રમાણ માં ચરબી શરીર પર જમા થઈ શકતી નથી.

4. સિઝનલ ફળો અને શાકભાજી નો ભરપુર ઉપયોગ કરવો :- સિઝનલ ફળો અને શાકભાજીનો સારા પ્રમાણ માં રેષા આપે છે અને રોગપ્રતિકરકશક્તિ માં પણ વધારો કરે છે. વારંવાર માંદા પડવાની, એન્ટી બાયોટિક દવાઓ લેવાની પણ અસર પ્રજનન ક્ષમતા પર થાય છે. આથી શરીર સ્વસ્થ અને રોગપ્રિકારકશક્તિ વધુ હોય તે જરૂરી છે.

5. રાત્રિ ભોજન વહેલું કરવું :- એવું પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે સૂર્યાસ્ત બાદ આપણા શરીર માં ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે. અર્થાત્, ખોરાક પચાવવા માટે જે ઇન્સ્યુલીન હોર્મોન્ ઉત્પન્ન થાય છે એની સામે આપણા શરીર ના કોષો વિરોધ કરે છે અને ઇન્સ્યુલીન ની અસર ને નિષ્ક્રિય કરી છે. જેના પરિણામે ખોરાક નું શુગર અને ચરબી માં સીધું રૂપાંતરણ થાય છે જે સ્થૂળતા વધારે છે.

6. જમવા પહેલા સલાડ અથવા સૂપ નું સેવન કરવું :- સલાડ, સૂપ માં પુષ્કળ રેષાઓ હોય છે. આ રેસાયુક્ત આહાર નો જમવા પહેલા ખોરાક માં ઉપયોગ કરવા થી ભૂખ ઓછી થાય છે અને એકસાથે ઓછો ખોરાક ખાઈ શકાય છે જેના પરિણામે ઓછી કેલરી નું સેવન થાય છે અને ચરબી વધતી નથી.

7. નિયમિત વ્યાયામ જરૂરી છે:- સ્થૂળતા ઘટાડવા માટે શરીર માં ચરબી નું નેગેટિવ બેલેન્સ થવું જરૂરી છે. આ માટે ખવાયેલા ખોરાક ના પ્રમાણ માં શરીર માં થી વ્યય પામતી ચરબી ની માત્રા વધુ હોય, તો શરીર પર ચરબી ના થર જામતા નથી. એથી રોજ નિયત સમયે ( બને ત્યાં સુધી સવારે અથવા સાંજે જમવા પહેલા) ૪૫ થી ૬ મિનિટ ચાલવું અથવા યોગ્ય તાલીમ પામેલા ઇન્સ્ટ્રક્ટર ની દેખરેખ હેઠળ કસરતો કરવી. કસરતો ના ૨ ફાયદા છે. ૧- ચરબી ઓગળી સ્થૂળતા ઘટાડે અને ૨- કસરત દરમ્યાન સ્નાયુઓ માં થી ‘ હેપ્પી હોર્મોન્સ ‘ ઉત્પન્ન થાય છે જે સંતાનપ્રાપ્તિ માટે પણ જવાબદાર હોર્મોન્સ છે.

8. ધ્યાન અને પ્રાણાયામ નો સમાવેશ કરવો..:- ઘણી વાર સ્થૂળતા ને કારણે અને નિ: સંતાન પણા ને કારણે પણ વ્યક્તિ થોડી ડિપ્રેશન માં રહેતી હોય છે તે સ્વાભાવિક છે . આવા સંજોગો માં નિયમિત ધ્યાન અને પ્રાણાયામ કરવાથી માનસિક સ્વાસ્થ્ય માં સુધારો કરી શકાય છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંતાન પ્રાપ્તિ માં ઉપયોગી નીવડે છે.


આમ, ઉપર મુજબ ના સુચનો નો અમલ કરવાથી સ્થુળતા કાબૂ માં લાવી શકાય છે જેના પરિણામે સંતાન પ્રાપ્તિ સરળ બની રહે છે.

28 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Commentaires


bottom of page