ગતંકે આપને જોયું કે સુંદર ત્વચા મેળવવા શું ખાવું જોઈએ. હવે આ અંકે આપણે જાણીએ કે સુંદર ત્વચા મેળવવા માટે શેનું સેવન ન કરવું?
આપણે જાણીએ છીએ કે આપણી ત્વચા એ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય નો આઇનો છે. જો આપણે અંદર થી સ્વસ્થ હોઈશું તો એ સીધું જ આપણી ત્વચા પર ઝળકશે. તેથી સૌપ્રથમ તો આપણે અંદર થી સ્વસ્થ થવા નો પ્રયત્ન કરીશું. એ માટે કેટલાંક ખાદ્યપદાર્થો ને ટાળવા અને જીવનશૈલી માં અમુક ફેરફારો કરવા જરૂરી બનશે. આવો જોઈએ કેવા ફેરફારો આપણને સુંદર ત્વચા તરફ દોરી જાય શકે!
ત્વચા ના બગાડવા પર ખોરાક ઉપરાંત વારસાગત કારણો, હોર્મોન ની અસર અને ખોટી જીવનશૈલી પણ ખૂબ અસર કરે છે.
· ફળોના રસ :- ફળોમાંથી રસ કાઢવામાં આવે ત્યારે તેના રેષા નીકળી જતા હોય છે, ફળો ની શર્કરાની માત્રા વધી જતી હોય છે . વળી ફળો માં રહેલું વિટામિન સી ખૂબ જ ઝડપથી હવા માં વિઘટિત થઈ જાય છે. આ કારણોસર ફળો નો રસ વધુ શર્કરા યુક્ત અને વિટામિન સી રહિત માત્ર સ્વાદિષ્ટ પીણું બની જાય છે. આ પીણાં દ્વારા ત્વચા પર ખીલ થવાની સંભાવના રહે છે. આથી , ફળો હમેશાં ફળો સ્વરૂપે જ ખાવાં જોઈએ. ફળો ના રસ ત્વચાને નુકસાન કરી શકે.
· તળેલા પદાર્થો:- તળેલા પદાર્થો પુષ્કળ પ્રમાણ માં ચરબી ધરાવે છે. વળી, જો એક જ તેલ માં વારંવાર વ્યંજનો તળાયેલા હોય, તો ટ્રાન્સ ફેટ ની માત્રા ખુબ વધી જાય છે. આ ત્રણ ફેટ ખાસ કરી ને ટીન એજ બાળકો માં થતાં હોર્મોન ના ફેરફાર માં મોટો નકારાત્મક ભાગ ભજવે છે. ટીન એજ તરુણીઓ માં હાલ માં વધુ પ્રમાણ માં જોવા મળતી PCOD ની સમસ્યા માટે આ ટ્રાન્સ ફેટ જવાબદાર પરિબળ છે. હોર્મોન માં થતાં ફેરફારો ત્વચા ને વધુ પડતી તૈલી કરી ખી ઉત્પન્ન કરે છે અને ત્વચા ને સતત ચીકણી રાખે છે.
· કોફી:- આજકાલ યુવાનો માં કોફી ના સેવન નો ટ્રેન્ડ વધ્યો છે. કોફી માં રહેલા કેફીન ને કારણે શરીર વધુ માત્રા માં પાણી ગુમાવે છે અને ડી હાઈદ્રેશન પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. જેને કારણે ત્વચા શુષ્ક બને છે. સૂકી ત્વચા માં કરચલી ઝડપ થી પડે છે અને ઉમર વર્તાય છે. આથી કોફી નું સેવન શકય એટલું ઓછું કરવું.
· વધુ પડતાં ચીઝ નું સેવન :- ચીઝ માંથી બનાવવામાં આવેલ વાનગીઓ નું અતિશય સેવન ખીલ ને નોતરે છે. ચીઝ એ દુધાળા પ્રાણીઓ ના શરીર ના હોર્મોન્સ પણ ધરાવે છે ખાસ કરીને ગાય ના દૂધ માં થી બનાવવામાં આવતું ચીઝ આ પ્રકાર ના હોર્મોન્સ વધુ પ્રમાણ માં ધરાવે છે. આ હોર્મોન્સ ને કારણે ‘ હોર્મોન્સ ઇંડ્યુસડ ખીલ ‘ થવાની શક્યતા રહેલી છે. જેને ખીલ ની સમસ્યા હોય, એમને ચિઝ્યુક્ત વાનગીઓ લેવાની ટાળવી હિતાવહ છે.
· કેન માં રહેલાં ખાદ્યપદાર્થો અને પેકેટ ના નાસ્તા :- આ પ્રકારના ખાદ્યપદાર્થો બાળકો માટે નો હાથવગો સ્વાદિષ્ટ નાસ્તો છે પરંતુ આ નાસ્તો સોડિયમ અને બિસ્ફેનોલ નું ઊંચું પ્રમાણ ધરાવતો હોય ત્વચા માં પાણી નો ભરાવો કરે છે જે ત્વચા ને ફૂલેલી અને સૂકી કરે છે અને ત્વચા ની કુદરતી નરમાશ ચાલી જાય છે. આ પ્રકાર માં ખાદ્યપદાર્થો ને બદલે શક્ય એટલા તાજા બનાવેલા નાસ્તા નો ઉપયોગ કરવાથી ત્વચા ની ચમક બરકરાર રહે છે.
· એરેટેડ પીણાં:- કહે છે કે આંતરડા માં રહેલા પાચન માટે ઉપયોગી એવા બેક્ટેરિયા ( પ્રો બાયોટી ક્સ) ની સંખ્યા માં વધઘટ થવાની પણ સુધી આડ અસર ત્વચા પર પડે છે. એરેટેડ પીણાં માં રહેલું ખાંડ નું ઊંચું પ્રમાણ અને હાનિકારક રસાયણો આંતરડા માં રહેલા પ્રોબાયોટીકસ્ ની સંખ્યા ઘટાડે છે અને એમ પાચન ની ક્રિયા માં ખલેલ પડે છે જેની સીધી અસર ત્વચા ના સ્વાસ્થ્ય અને સુંદરતા પર પડે છે.
· વધુ પડતાં તીખા – મસાલેદાર વ્યંજનો:- ખૂબ વધારે મસાલેદાર વ્યંજનો આરોગવા ને પરિણામે જઠર માં એસિડિટી વધે છે. આ એસિડ ને કારણે પણ ત્વચા તૈલી બને છે અને ખીલ થાય છે. ખોરાક માં થી લાલ મરચું, સૂકા ગરમ મસાલા નો ત્યાગ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.
· આલ્કોહોલ નું સેવન :- આલ્કોહોલ નું સેવન એસિડિટી અને ગેસ કરે છે.જેને કારણે શરીર માં અને ખાસ કરી આંખ નીચે અને પાણી નો ભરાવો થાય છે . ચહેરા પર સોજા આવે છે.
· અપૂરતી ઊંઘ:- રાત્રે ૭-૮ કલાક ની પૂરતી ઉંઘ મેળવી જરૂરી છે. જો ઊંઘ પૂરતી ન મળે તો આંખ ની આસપાસ કાળા કુંડાળા દેખાવા માંડે છે.
આમ, ઉપર મુજબ ના સુચનો નો અમલ કરી, ખોરાક માંથી અમુક પ્રકાર ના ખાદ્યપદાર્થો દૂર કરવાથી અને જીવનશૈલી માં નજીવા ફેરફારો દ્વારા પણ સુંદર ત્વચા મેળવી શકાય છે.
Comments