top of page

હાઇપર થાઈરોઈડીઝમ ? શું ખાશો? શું નહિ?


ગતાંકે આપણે હાઇપો થાઈરોઈડીઝમ ની સમસ્યા હોય તો શું ખાવું અને શું નખાવું એ વિશે જાણ્યું. આ અંકે આપણે એનાથી વિરુદ્ધ અવસ્થા એટલે કે ‘ હાઇપર થાઈરોઈડીઝમ ‘ ની સમસ્યા માં કેવો આહાર લેવો એ સમજીએ.

હાઇપર થાઈરોઈડીઝમ એ વધુ પ્રમાણ માં થાઇરોકસિન હોર્મોન બનવાને કારણે ઉત્પન્ન થતી સમસ્યા છે. આ સંજોગો માં થાઈરોઈડ ગ્રંથિ વધુ પડતો સક્રિય થઈ જવાને કારણે થાઇરોઇડ ગ્રંથિ નું કામ ખોરવાય છે અને વધુ પ્રમાણ માં થાઇરોકસિન હોર્મોન ઉત્પન્ન થવાની કારણે શરીર ની ચયાપચયની ક્રિયા ( મેટાબોલિઝ્મ) પર તેની અસર પડે છે. થાઈરોઇડ ની આ સમસ્યા વારસાગત હોઈ શકે.

હાઇપર થાઈરોઈડીઝમ ના લક્ષણો :-

· વજન માં ખૂબ ઘટાડો થવો

· ખૂબ ભૂખ લાગવી, ખૂબ ખોરાક લેવો છતાં શરીર ના વજન નું ન વધવું

· ગભરાટ થવો

· નર્વસ થઈ જવું

· ચીડિયો સ્વભાવ થવો

· ઊંઘ ન આવવી

· ખૂબ ગરમી લાગવી અને અતિશય પસીનો થવો

· સ્નાયુઓ નબળા પડવા

· થાક લાગવો

· ધબકારા વધી જવા

· માસિક અનિયમિત થવું

· આંખો ના આકાર માં ફેરફાર

· ગળા ના નીચેના ભાગ માં સોજો આવવો


હાઇપર ની સમસ્યા નો જો સમયસર ઉકેલ ન લાવવામાં આવે તો હૃદય પર તેની અસર થઈ શકે છે. હાડકાં નબળા પડી ને વારંવાર ફ્રેકચર ની સમસ્યા ઉદભવી શકે છે. આહાર કરેલ ફેરફાર આ સમસ્યા માં રાહત અપાવી શકે છે. હાઇપર થાઈરોઈડીઝમ ની સમસ્યા માં નીચે પ્રમાણે ના ફેરફાર આહાર અને જીવનશૈલી માં કરી શકાય.

1. ખોરાક માં રહેલું આયોડિન થાઈરોઇડ ગ્રંથિ ને વધુ ઉત્તેજિત કરે છે. આવા સંજોગો માં ઓછું આયોડિન ધરાવતો ખોરાક મદદરૂપ સાબિત થઈ શકે. બજાર માં થી નોન – આયોડાઈઝડ મીઠા ની ખરીદી કરવી.

2. નીચે પ્રમાણે ને ઓછું આયોડિન ધરાવતા ખાદ્યપદાર્થો નો રોજીંદા આહાર માં ઉપયોગ કરો શકાય.

- દૂધ વગર ની કોફી/ ચા

- ઈંડા ની સફેદી

- મીઠા વગર નો સુકો મેવો

- તાજા ફળો

- ઓટ્સ

- બટાકા

- મધ

- રોજીંદા આહાર માં મીઠા નો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો

૩. વધુ આયોડિન ધરાવતા ખોરાક ની બાદબાકી કરવી :- નીચે મુજબ ના ખાદ્યપદાર્થો વધુ પ્રમાણ માં આયોડિન ધરાવે છે.

- દૂધ અને દૂધની બનાવટો

- ચીઝ

- ઈંડા ની જરદી

- આયોડિન યુક્ત મીઠું

- ખાદ્ય રંગો


૪. કૃસીફેરસ શાકભાજી નો ઉપયોગ કરવો..:- ફ્લાવર, કોબી, બ્રોકોલી, સરસવ જેવા શાકભાજી આ પ્રકાર માં આવે છે. આ શાકભાજી ઓ થાઈરોઇડ ગ્રંથિ માં આયોડિન નું શોષણ અટકાવે છે. તો આ પ્રકાર ના શાકભાજી નો ઉપયોગ હાયપર થાઈરોઈડીઝમ ના દર્દીઓ માટે ફાયદા કારક સાબિત થઈ શકે. આ પ્રકારના શાકભાજી નો ઉપયોગ વધુ કરવો.

૫.આયર્ન યુક્ત આહાર લેવો :- હાયપર થાઈરોઈડીઝમ ની સમસ્યા માં લોહતત્વ નું ઓછું પ્રમાણ પણ મહદઅંશે જવાબદાર હોય છે. અહી, આયર્ન યુક્ત આહાર સમસ્યા ના ઉકેલમાં મદદરૂપ થઈ શકે છે. નીચે મુજબના આયર્ન યુક્ત આહાર નો રોજીંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ.

- લીલા પાંદડા વાળી ભાજી

- ખજૂર, અંજીર જેવા સૂકા મેવા

- સફરજન, દાડમ ,લીલા અંજીર જેવા ફળો

- ગોળ

- કઠોળ

- ચિકન અને લાલ માંસ

- અળસી, સૂર્યમુખી, તલ જેવા તેલીબિયાં

૬. સોયાબીન નો ઉપયોગ ટાળવો. સોયાબીન એ થાઈરોઈડ ના રોગો ની સારવાર માં અડચણ ઉભી કરતું હોવાનું મનાય છે . જેથી સોયાબીન નો ઉપયોગ ટાળવો.

૭:- મસાલા:- હળદર, સૂકા મરચાં તથા મરી જેવા મસાલા એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર હોઈ, થાઇરૉઇડ ના રોગો માં મદદરૂપ થાય છે. તેમનો ઉપયોગ છૂટ થી કરી શકાય.

૮. કેલ્શિયમ અને વિટામિન ડી યુક્ત આહાર :- હાયપર થાઈરોઈડીઝમ ના દર્દીઓ ના હાડકાં સ્વસ્થ વ્યક્તિ ની સરખામણી માં નબળા હોય છે. આ દર્દીઓ એ હાડકાં ન સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ અને વિટામિન ડી યુક્ત આહાર લેવો હિતાવહ છે. નીચે મુજબ ના ખાદ્ય પદાર્થો કેલ્શિયમ સારા પ્રમાણ માં ધરાવે છે.વિટામિન સી સવારે કુમળા તડકા માં ૧૫-૨૦ મિતિત સૂર્ય સ્નાન કરવાથી મળી શકે.

- પાલખ, મેથી, કોથમીર જેવી ભાજીઓ

- સરગવો

- ભીંડા

- કોબીજ

- સંતરા

- મશરૂમ

૯- સી ફૂડ વધુ પ્રમાણ માં આયોડિન ધરાવતું હોય હાઇપર થાઈરોઈડીઝમ ના દર્દીઓ ને વધુ પ્રમાણ માં લેવું હિતાવહ નથી.


આમ, દૈનિક આહાર માં મુજબ ના ફેરફારો કરી હાઇપર થાઈરોઈડીઝમ માં દર્દીઓ લક્ષણો માં રાહત મેળવી શકે છે. પરંતુ યાદ રાખવું, અમુક રોગો ની સારવાર માં દવાઓ અનિવાર્ય છે. દવા અને આહાર નું કોમ્બિનેશન ચોક્કસ મદદરૂપ થઈ શકે પરંતુ માત્ર આહાર ના ફેરફાર, વારસાગત થાઈરોઇડ ની સમસ્યા ને સોલ્વ ન કરી શકે. છતાં ડોકટર અને ડાયેટિશિયન ની સલાહ મુજબ આહાર અને જીવનશૈલી માં ફેરફાર કરવા હિતાવહ છે.


33 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page