top of page

Wish u " speedy recovery"

આશા રાખીએ કે કોરોના ના કાળ પંજા માં થી હેમખેમ આખું વિશ્વ બહાર આવી જાય. એટ લીસ્ટ, કોરોના ના ડેથ રેશિયો કરતાં રિકવરી રેટ વધુ ને વધુ વધતો જાય એવી પ્રાર્થના કરીએ.

શરીર માં કોઈપણ ઇન્ફેક્શન લાગે, ત્યારે એ ઇન્ફેક્શન સામે લડવા માં શરીર ના ઘણા કોષો નષ્ટ થઈ જતાં હોય. આ કારણે શરીર ની દેહધાર્મિક પ્રક્રિયાઓ ને પહોંચી વળવા જરૂરી એનર્જી પૂરી પડતાં કોષો ની સંખ્યા ઘટતી હોઈ, શરીર ખૂબ થાક અનુભવે.

વળી, કેટલીક વાર થાકેલું શરીર બીજી વખત ના ( સેકન્ડરી ) ઇન્ફેક્શન નો ભોગ પણ બની શકે. આ પરિસ્થિતિ ને ટાળવા માટે ખાસ પ્રકાર ની આહાર પ્રણાલી મુજબ ખોરાક લેવાથી શરીર માંદગી, ચેપ માંથી ઝડપ થી બહાર આવી શકે.

ઝડપી રિકવરી માં પ્રોટીન નું મહત્વ :-

આપણે જાણીએ છીએ કે પ્રોટીન નું મુખ્ય કાર્ય શરીર માં નવા કોષો ની ઉત્પત્તિ, રોગિષ્ટ કોષો ની મરામત અને મૃત કોષો નો નિકાલ કરવાનું છે. અહીં, એક પણ કાર્ય ખોરવાય તો શરીર મોટી સમસ્યાનો ભોગ બની શકે. આથી, જો પ્રોટીન નું યોગ્ય માત્રા માં સેવન કરવામાં આવે, તો માંદગી માં થી ઝડપથી સાજા થઈ શકાય છે.

ઝડપી રિકવરી માટે પ્રોટીન ની માત્ર રોજિંદા આહાર માં કઈ રીતે વધારી શકાય :-

સાજા થવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે આ પ્રક્રિયા ઝડપ થી થાય તે માટે ખોરાક માં શક્ય એટલું પ્રોટીન ઉમેરવાથી આ પ્રક્રિયા ઝડપી બની જાય છે. એક સામાન્ય વ્યક્તિ ને શરીર ના વજન ના પ્રતિ ૧ કિલો ૧ ગરમ જેટલું પ્રોટીન જોઈએ . પરંતુ જ્યારે શરીર માંદગી નો શિકાર હોય ત્યારે પ્રોટીન ની જરૂરિયાત વધી ૧.૫ થી૨ ગ્રામ પ્રતિ ૧ કિલો ગ્રામ શરીર ના વજન પ્રમાણે લેવાવું જોઈએ.

તો આવો , અહીં આપણે રોજિંદા આહાર માં પ્રોટીન કઈ રીતે વધારી સાજા થવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકીએ તે સમજીએ.

સવારે ઉઠતાં વેંત એક મુઠ્ઠી જેટલા બદામ, અખરોટ , કાજુ નું સેવન કરી શકાય.

સવારે નાસ્તા માં ચા ને બદલે દૂધ નો ઉપયોગ અથવા ચા વગર ન ચાલે એમ હોય તો એકલા દૂધ ની ચા ( પાણી ઉમેર્યા વગર) લેવું.

સોયામિલ્ક નો ઉપયોગ કરી શકાય

સવાર ના નાસ્તા માં ફણગાવેલા, બાફેલા કઠોળ, ઈંડા, શીંગદાણા નો ઉપયોગ મહત્તમ અને ભૂલ્યા વગર કરવો.

નાસ્તા માં દાળ ના ચિલ્લા, પનીર ચિલ્લા, પનીર પરાઠા, કઠોળ ચાટ જેવી વાનગીઓ નો ઉમેરો કરી શકાય.

બને વખત ના ભોજન માં ઘરે જમાવેલું દહી ૧-૧ વાડકો ખાસ લેવું.

રોટલી - ભાખરી ના લોટ માં ચણાનો અથવા સોયાબીન નો લોટ ઉમેરી અને આ લોટ ને કેળવવા પાણી ને બદલે દહી અથવા છાશ અથવા પનીર બનાવતાં વધેલા પાણી નો ઉપયોગ કરવો.

બપોર ના ભોજન માં કઠોળ ખાસ લેવાય તે યાદ રાખવું.

જમ્યા બાદ છાશ ખાસ લેવી.

ગ્રેવી માં ખટાશ માટે ટામેટાં ને બદલે દહી નો જ ઉપયોગ કરવો.

દિવસ દરમ્યાન ઓછા માં ઓછું ૭૫ ગ્રામ પનીર કોઈ પણ સ્વરૂપે લઈ શકાય.

જો હાયપરટેન્શન નો પ્રોબ્લેમ ન હોય, તો ચીઝ ના ૨ ક્યૂબ અથવા ૨ સ્લાઈસ દિવસ દરમ્યાન લઈ શકાય.

રોટલી ના લોટ માં તથા શાકભાજી ની ગ્રેવી માં અળસી નો ભૂકો, તલ , શીંગ જેવા તેલીબિયાં નો ભૂકો ઉમેરવો.

લીલાં વટાણા , ચોળી, ફણસી જેવા દાણા વાળા શાકભાજી ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન ધરાવે તો એનો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવો. આ ઉપરાંત બ્રોકોલી નો ઉપયોગ પણ ખોરાક માં પ્રોટીન નું મૂલ્ય વધારી શકે.

પંજાબી શાક ની ગ્રેવી ને જાડી કરવા પનીર બનાવતાં વધેલું પાણી અને બેસન નો ઉપયોગ કરવો.

દરરોજ જમવા માં વેજીટેબલ નો સૂપ અને એ સૂપ માં ૩૦ ગ્રામ જેટલું પનીર છીણી ને ઉમેરી શકાય.

ચિકન સૂપ ખૂબ સારા પ્રમાણ માં પ્રોટીન ધરાવે અને ઝડપી રિકવરી માં મદદરૂપ થઈ રહે.

દિવસ દરમ્યાન ૨ થી ૩ ઈંડા લઈ શકાય. ( ઈંડા ની બનાવટ માં વધુ પડતાં તેલ અને બટર નો ઉપયોગ ટાળવો )

તળ્યા વગર ની માછલી અને જિંગા પણ ખૂબ એનર્જી આપે.

પાયા નો સૂપ અત્યંત સ્વાસ્થ્યવર્ધક માનવા માં આવે છે.

સલાડ માં પનીર તથા બાફેલાં ઈંડા નો ઉપયોગ કરવો.

આ ઉપરાંત પીનટ બટર નો આજકાલ બહોળા પ્રમાણ માં ઉપયોગ થાય છે જે પણ પ્રોટીન નો મોટો સ્ત્રોત છે.



285 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page